Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

New Industrial Policy: ગુજરાતમાં નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત, 2047ના વિકસિત ભારત માટે રોડમેપ તૈયાર

ગુજરાત સરકારે નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી છે, જે વર્ષ 2047ના વિકાસનો રોડમેપ છે. આ નીતિમાં મેન્યુફેક્ચરિંગ, MSME, સ્ટાર્ટઅપ્સ અને AI સેક્ટરને પ્રાધાન્ય અપાયું છે. સરકારની ઝડપી અને સરળ પ્રક્રિયાઓને કારણે ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન મળશે. આ નીતિ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવી આર્થિક અને સામાજિક વિકાસને નવી દિશા આપશે.
new industrial policy  ગુજરાતમાં નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત  2047ના વિકસિત ભારત માટે રોડમેપ તૈયાર
Advertisement

Gujarat New Industrial Policy: ગુજરાત સરકારે રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા માટે મહત્વની નવી ઉદ્યોગનીતિ જાહેર કરી છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત આજે દેશના કુલ ઉત્પાદન (Manufacturing) માં 18 ટકા હિસ્સો ધરાવે છે અને દેશના કુલ કાર્ગો હેન્ડલિંગ (Cargo Handling) માં 40 ટકા યોગદાન આપે છે. છેલ્લા 22 વર્ષમાં ગુજરાતના જીડીપી (GDP) માં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. સરકારે ઉદ્યોગોને વધુ ઝડપથી પ્રોત્સાહન મળે અને સરકારી પ્રક્રિયાઓ સરળ બને તેવા પ્રયાસો કર્યા છે. માત્ર એક વર્ષમાં 1.5 લાખ અરજીઓનો નિકાલ કરીને 'ઇન્સેન્ટિવ કન્સલ્ટન્ટ' મુક્ત વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ માત્ર ઉદ્યોગો જ નહીં, પરંતુ ખેડૂતો અને સામાન્ય નાગરિકોના હિતમાં પણ ઉદારતાથી નિર્ણયો લીધા છે.

Tags :
Advertisement

.

×