મતદારો માટે Harshbhai Sanghavi નો ખાસ સંદેશ: 'એક પણ મત ન છૂટે': મતદાન માટે જનતાને હાકલ
Dy CM Harshbhai Sanghavi એ મતદાન માટે કરી અપીલ
હર્ષભાઈ સંઘવીએ વધુમાં વધુ મતદાન માટે કરી અપીલ
લોકો ઘરની બહાર નીકળી મતદાન કરે: હર્ષભાઈ
એકપણ મત રહી ન જાય તેનું ધ્યાન રાખો: હર્ષભાઈ
અન્ય રાજકીય પાર્ટીઓ ચૂંટણીને ધર્મ આધારીત બનાવી રહી છે.
મને આશા છે મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા બહાર આવશે.
Harshbhai Sanghavi Voting Appeal: ગુજરાતમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Election) વચ્ચે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ મહત્વપૂર્ણ દિવસના મતદાન પ્રક્રિયા દરમિયાન, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી (Harshbhai Sanghavi) એ તમામ નાગરિકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ખાસ અપીલ કરી છે. તેમણે લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા માટે મતદારોને ઘરની બહાર નીકળીને મતદાન મથક સુધી પહોંચવા અનુરોધ કર્યો છે.
દરેક નાગરિકનો મત ખૂબ જ અમૂલ્ય છે: હર્ષભાઇ સંઘવી
પોતાના નિવેદનમાં હર્ષભાઇ સંઘવી (Harshbhai Sanghavi) એ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'દરેક નાગરિકનો મત ખૂબ જ અમૂલ્ય છે. એક પણ મત બાકી રહી ન જાય તેનું દરેક મતદારે ખાસ ધ્યાન રાખવું જોઈએ.' તેમણે વધુમાં ઉમેર્યું કે વિકાસલક્ષી કાર્યો અને પોતાના વિસ્તારના ભવિષ્ય માટે મતદાન કરવું એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે.
DyCM Harshbhai Sanghavi Voting Appeal : નાયબ મુખ્યમંત્રીએ મતદાન માટે કરી અપીલ
હર્ષભાઈ સંઘવીએ વધુમાં વધુ મતદાન માટે કરી અપીલ
લોકો ઘરની બહાર નીકળી મતદાન કરે: હર્ષભાઈ
એકપણ મત રહી ન જાય તેનું ધ્યાન રાખો: હર્ષભાઈ
''કેટલીક પાર્ટી ચૂંટણીને ધર્મ આધારિત બનાવી રહી છે''@sanghaviharsh… pic.twitter.com/fRdzdLGxmo— Gujarat First (@GujaratFirst) April 26, 2026
અન્ય રાજકીય પાર્ટીઓ આ ચૂંટણીને ધર્મ આધારિત બનાવી રહી છે: હર્ષભાઇ સંઘવી
આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિપક્ષી દળો પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, 'અન્ય રાજકીય પાર્ટીઓ આ ચૂંટણીને ધર્મ આધારિત બનાવી રહી છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. ધર્મ આધારિત ચૂંટણીઓ ન હોઈ શકે. ચૂંટણી એ વિકાસ અને જનકલ્યાણના મુદ્દાઓ પર લડાવવી જોઈએ.' તેમણે ઉમેર્યું હતું કે તેમને પૂર્ણ વિશ્વાસ છે કે રાજ્યના જાગૃત મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે બહાર આવશે અને લોકશાહીને વધુ મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપશે.
આ પણ વાંચો: CM Voting: લોકશાહીના પર્વમાં મુખ્યમંત્રી બન્યા સહભાગી, ભૂપેન્દ્રભાઈ પટેલે શીલજમાં કર્યું મતદાન


