Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

"બેઠકમાં હાજર રહેતા નથી, ભાંડો ફૂટે ત્યારે...." ગૃહરાજ્યમંત્રી Harshbhai Sanghvi એ Jignesh Mevani ને લીધા આડેહાથ

Harshbhai Sanghvi VS Jignesh Mevani :  ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) ના સત્ર દરમિયાન આજે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (MLA Jignesh Mevani) અને ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghvi ) વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી.
 બેઠકમાં હાજર રહેતા નથી  ભાંડો ફૂટે ત્યારે      ગૃહરાજ્યમંત્રી harshbhai sanghvi એ jignesh mevani ને લીધા આડેહાથ
Advertisement
  • વિધાનસભા ગૃહ (Gujarat Legislative Assembly) માં ધારાસભ્ય મેવાણી (MLA Jignesh Mevani)  ભોંઠા પડ્યા
  • ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghvi ) એ મેવાણી (MLA Jignesh Mevani)  ને ઘેર્યા
  • અત્યાચાર બનાવોની મોનિટરિંગ બેઠક મુદ્દે હતો સવાલ
  • ‘બેઠકમાં હાજર રહેતા નથી, સાચા પ્રશ્ન પૂછતા નથી’
  • ભાંડો ફૂટે ત્યારે મીડિયામાં ચમકવા પ્રશ્નો ઉભા કરે છેઃ હર્ષભાઈ

Harshbhai Sanghvi VS Jignesh Mevani :  ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly) ના સત્ર દરમિયાન આજે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (MLA Jignesh Mevani) અને ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghvi) વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. અત્યાચારના બનાવોની મોનિટરિંગ બેઠક મુદ્દે પૂછાયેલા સવાલ પર ગૃહરાજ્યમંત્રીએ મેવાણીને આડે હાથ લેતા મેવાણી ગૃહમાં ભોંઠા પડ્યા હોવાનું ચિત્ર સર્જાયું હતું.

બેઠકમાં હાજર રહેતા નથી અને મીડિયામાં ચમકવા પ્રશ્નો કરો છો: હર્ષભાઈ સંઘવી

ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harshbhai Sanghvi ) એ જીગ્નેશ મેવાણી (MLA Jignesh Mevani) પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "જીગ્નેશ મેવાણી અત્યાચારના બનાવોની મોનિટરિંગ બેઠકમાં ક્યારેય હાજર રહેતા નથી અને સાચા પ્રશ્નો પૂછવાને બદલે માત્ર મીડિયામાં ચમકવા માટે જ મુદ્દાઓ ઉભા કરે છે." ગૃહરાજ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે ભાંડો ફૂટે છે ત્યારે તેઓ પાયાવિહોણી વાતો કરે છે. હર્ષભાઈ સંઘવીએ પડકાર ફેંકતા કહ્યું હતું કે, બેઠકમાં કયા કયા સભ્યો હાજર રહ્યા હતા તેનું લિસ્ટ તેઓ જાહેર કરશે. આ દરમિયાન મંત્રી મનીષાબેન વકીલે પણ બેઠકની વિગતો ગૃહમાં રજૂ કરી હતી.

Advertisement

Advertisement

જીતુભાઈ વાઘાણીનો પોઈન્ટ ઓફ ઓર્ડર અને અધ્યક્ષનો ઠપકો

મેવાણીના વર્તન સામે મંત્રી જીતુભાઈ વાઘાણીએ 'પોઈન્ટ ઓફ ઓર્ડર' ઉઠાવ્યો હતો. જીતુભાઈ વાઘાણીએ આક્ષેપ કર્યો હતો કે, અધ્યક્ષની સ્પષ્ટ સૂચના હોવા છતાં જીગ્નેશ મેવાણીએ ગૃહમાં હોબાળો ચાલુ રાખ્યો હતો, જે સંસદીય મર્યાદાની વિરુદ્ધ છે. તેમણે માંગ કરી હતી કે હવે પછી આવું ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

ધારાસભ્યના અશિસ્તભર્યા વર્તનને ગંભીરતાથી લેતા વિધાનસભા અધ્યક્ષે જીગ્નેશ મેવાણીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. અધ્યક્ષે જણાવ્યું હતું કે, સૂચના આપ્યા બાદ પણ તેનું પાલન ન કરવું તે અત્યંત અયોગ્ય છે અને ભવિષ્યમાં ગૃહની ગરિમા જાળવવા તાકીદ કરી હતી.

આ પણ વાંચો:  Gandhinagar: CM ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, આ મહત્વના મુદ્દાઓ પર મંથન

Tags :
Advertisement

.

×