ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Mahakumbh માં મૃત્યુ પામનારનાં વતન પહોંચ્યા આરોગ્યમંત્રી, મૃતકનાં સાળાએ કહ્યું- સંઘમાં અમે નીકળ્યા પણ...

મૃતક મહેશ પટેલનાં સાળાનું પણ નિવેદન સામે આવ્યું છે, જોએ મહાકુંભમાં (Mahakumbh 2025) તેમની સાથે હતા.
06:49 PM Jan 30, 2025 IST | Vipul Sen
મૃતક મહેશ પટેલનાં સાળાનું પણ નિવેદન સામે આવ્યું છે, જોએ મહાકુંભમાં (Mahakumbh 2025) તેમની સાથે હતા.
Mahakumbh_Gujarat_first
  1. Mahakumbh 2025 માં થયેલા ભાગદોડમાં વિસનગરના મહેશ પટેલનું મોત
  2. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ મૃતકના વતન પહોંચ્યા
  3. મૃતકનાં પરિજનો સાથે મુલાકાત કરી સાંત્વના આપી
  4. પ્રયાગરાજમાં મહેશ પટેલની સાથે ગયેલા સાળાનું નિવેદન

ઉત્તરપ્રદેશનાં (Uttar Pradesh) પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં અચાનક ભાગદોડ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 30 શ્રદ્ધાળુનાં મોત નીપજ્યા હોવાની માહિતી છે. આ દુર્ઘટનામાં એક ગુજરાતી શ્રદ્ધાળુ મહેશ પટેલનું પણ દુ:ખદ મોત નીપજ્યું હતું. જો કે, તેમનું મોત ભાગદોડ દરમિયાન હાર્ટ એટેક આવ્યો હોવાથી નીપજ્યું હોવાની પણ વાતો સામે આવી છે. મહેશ પટેલનો મૃતદેહ તેમનાં વતન લાવવામાં આવ્યો હતો અને અંતિમ સંસ્કારની વિધિ કરાઈ. દરમિયાન, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ પહોંચ્યા હતા અને મૃતકનાં પરિજનો સાથે મુલાકાત કરી સાંત્વના આપી હતી. મૃતક મહેશ પટેલનાં સાળાનું પણ નિવેદન સામે આવ્યું છે, જોએ મહાકુંભમાં (Mahakumbh 2025) તેમની સાથે હતા.

આ પણ વાંચો - Junagadh : Video બતાવી લગાવ્યા ગંભીર આરોપ, જૂના અખાડા, મમતા કુલકર્ણી અંગે કહી આ વાત

આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ મૃતકનાં વતન પહોંચ્યા

પ્રયાગરાજમાં (Prayagraj) મહાકુંભમાં થયેલ ભાગદોડ દરમિયાન વિસનગરનાં કડાનાં રહેવાસી મહેશભાઈ પટેલનું મોત નીપજ્યું હતું. મહેશભાઈના મૃતદેહને વતન લવાયો હતો, જ્યાં પરિવાર અને ગ્રામજનોએ તેમનાં અંતિમદર્શન કર્યા અને ત્યાર બાદ શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે અંતિમવિધિ કરાઈ હતી. દરમિયાન, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ (Rushikesh Patel) પણ ત્યાં પહોંચ્યા હતા અને મૃતકના પરિજનો સાથે મુલાકાત કરી સાંત્વના આપી હતી. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, કુંભમેળામાં થયેલા 30 મોત પૈકી એક મહેશભાઈ હતા. ભાગદોડના કારણે સ્નાન કરવા સમયે ભારે ભીડના કારણે મૃત્યુ થયું છે. કોઈ પછડાઈ ગયા હોય, ઢળી પડ્યા હોય, કેટલાય લોકો એમના પરથી પસાર થયા હોઇ શકે. મંત્રીજીએ આગળ કહ્યું કે, શું ઘટના બની ? તે હાલ ના કહી શકાય પણ ઘટનામાં મોત થયા એ ચોક્કસ છે. યુપી સરકારે 25 લાખ સહાય જાહેર કરી છે.

આ પણ વાંચો - અમદાવાદમાં HMPV નો વધુ એક કેસ નોંધાયો, સચેત રહેવા તંત્રની અપીલ

'મહેશભાઈ પડી ગયા અને ભીડનાં કારણે ઊભા જ ના થઈ શક્યા'

બીજી તરફ મૃતક મહેશ પટેલનાં સાળાનું પણ નિવેદન સામે આવ્યું છે, જોએ મહાકુંભમાં (Mahakumbh 2025) તેમની સાથે હતા. તેમણે કહ્યું કે, અમે ગયા ત્યારે પહેલા દિવસે સ્નાન કરીને આવ્યા હતા. બીજા દિવસે નહોતું જવાનું પણ મહેશભાઈએ જવાનું નક્કી કરેલું. સંઘમાં અમે નીકળ્યા પણ બહું ભીડ હતી. અમારો સંઘ છૂટો પડી ગયો અને એકલા પડી ગયા. દરમિયાન, મહેશભાઈ પડી ગયા અને ભીડનાં કારણે ઊભા જ ના થઈ શક્યા. બધા એમની ઉપરથી નીકળી ગયા, અમારી ઉપરથી પણ નીકળી ગયા. ત્યાર બાદ એમ્બ્યુલન્સ બોલાવી અને પરાણે હોસ્પિટલ અમે પહોંચ્યા. અમદાવાદથી 26 તારીખે 40 લોકો અમે ગયા હતા. 27 એ પહોંચ્યા અને બીજા દિવસે 28 તારીખે આ ઘટના બની. જણાવી દઈએ કે, એવી પણ વાત સામે આવી છે કે ભાગદોડ દરમિયાન મહેશભાઈને હાર્ટ એટેક આવ્યો હતો જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો - ડોક્ટર યુવતી સાથે પ્રિન્સિપાલ અને 4 પ્રોફેસરોએ કરી એવી હરકત કે વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો

Tags :
Breaking News In GujaratiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiMahakumbh-2025Mahesh PatelNews In GujaratiPrayagrajRushikesh PatelTragedy in MahakumbhUttar PradeshVisnagar
Next Article