ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Health workers strike: ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારીઓની હડતાળનો 13મો દિવસ, પોલીસે કરી ટીંગાટોળી

ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં આજે 13મા દિવસે પણ કર્મચારીઓ હડતાલ કરી રહ્યા છે. હડતાળ કરતા કર્મચારીઓ સરકારને મચક આપવા તૈયાર નથી. જો કે સરકારના કડક વલણના કારણે કેટલાક કર્મચારીઓ ફરજ ઉપર પરત ફર્યા છે.
12:53 PM Mar 29, 2025 IST | Hardik Prajapati
ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં આજે 13મા દિવસે પણ કર્મચારીઓ હડતાલ કરી રહ્યા છે. હડતાળ કરતા કર્મચારીઓ સરકારને મચક આપવા તૈયાર નથી. જો કે સરકારના કડક વલણના કારણે કેટલાક કર્મચારીઓ ફરજ ઉપર પરત ફર્યા છે.
Arogya Karmchari

 

Gandhinagar: શહેરના સત્યાગ્રહ છાવણી મેદાનમાં આરોગ્ય કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે. પોલીસે કેટલાક આરોગ્ય કર્મચારીઓને સ્થળ પરથી ડીટેન પણ કર્યા છે. આજે હડતાળનો 13મો દિવસ છે. આજે પણ મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓએ આ મામલે ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે.

70 હજારથી વધુ ઉમેદવારોનાં ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન

રાજ્યમાં નર્સિંગ સ્ટાફ ભરતીની પરીક્ષામાં ગેરરીતિનાં વિવાદ મામલે ઉમેદવારો ગાંધીનગર (Gandhinagar)માં હડતાળ પર બેઠા છે. અગાઉ લેવાયેલ પરીક્ષાને રદ કરીને પુનઃ પરીક્ષા લેવાની રજૂઆત પણ આરોગ્ય કમિશનરને કરાઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ લેવાયેલ સ્ટાફ નર્સની પરીક્ષામાં (Nursing Exam Scam) ગેરરીતિ થયાનો આરોપ થયો હતો. જેમાં નર્સિંગની પરીક્ષામાં જે પેપર પૂછાયું હતું તેનાં જવાબ એક જ પેર્ટનમાં હતા. સમગ્ર પેપરનાં પ્રશ્નોનાં જવાબ ABCDનાં ક્રમમાં જ હતા, જેથી કેટલાક ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવા માટે આ કાવતરૂં ઘડવામાં આવ્યું હોવાનાં આરોપ થયો હતો. આ વિવાદમાં GTUએ આરોગ્ય વિભાગને સમગ્ર રિપોર્ટ સોંપ્યો હતો. આ ગેરરીતિ બહાર આવ્યા બાદ 70 હજારથી વધુ ઉમેદવારોનાં ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાયો છે.

આ પણ વાંચોઃ Nursing Exam Scam : મોટી સંખ્યામાં ઉમેદવારોનો ગાંધીનગરમાં 'હલ્લાબોલ'! કરી આ માગ

વ્યાયામ શિક્ષકોની પણ કરાઈ ટીંગાટોળી

ગાંધીનગરમાં 13 દિવસથી હડતાળ કરી રહેલા આરોગ્ય કર્મચારીને પોલીસે ડિટેન કર્યા છે. જો કે આરોગ્ય કર્મચારીઓની સાથે વ્યાયામ શિક્ષકોના ઉમેદવારોને પણ પોલીસે ટીંગાટોળી કરીને સ્થળ પરથી ખસેડયા છે. કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી અંગે ઉમેદવારો કરી આંદોલન રહ્યા હતા.

આ પણ વાંચોઃ Gandhinagar : ગૃહમાં ગૌવંશ સંવર્ધન વિધેયક સર્વાનુમતે પસાર, જાણો કાયદા-દંડની જોગવાઈ વિશે

Tags :
GandhinagarGTU reportGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGym teachers beatenHealth workers agitationHealth Workers StrikeirregularitiesNursing exam ScamNursing staff recruitment examPhysical education teachers recruitmentPolice detains health workersSatyagraha Camp Ground
Next Article