Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Health Workers' Strike : આરોગ્ય વિભાગનું કડક વલણ, રાજકોટમાં અસર, મહિસાગરમાં વિરોધ, વાંચો વિગત

મહીસાગરમાં આરોગ્યકર્મીને ખોટી રીતે છૂટા કરાયાનો આરોપ થયો છે. બીજી તરફ સરકારની કાર્યવાહીથી રાજકોટ જિલ્લામાં આરોગ્ય કર્મીઓ કામે લાગ્યા છે.
health workers  strike   આરોગ્ય વિભાગનું કડક વલણ  રાજકોટમાં અસર  મહિસાગરમાં વિરોધ  વાંચો વિગત
Advertisement
  1. રાજ્યમાં આરોગ્ય કર્મીઓની ચાલી રહેલી હડતાળ સંદર્ભે મહત્ત્વના સમાચાર (Health Workers' Strike)
  2. હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ વિરુદ્ધ આરોગ્ય વિભાગનું કડક વલણ
  3. આરોગ્ય સાથે કોઈ બાંધછોડ નહિ ચલાવી લેવાય : આરોગ્ય મંત્રી
  4. સરકારની કાર્યવાહી બાદ રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મીઓ કામે લાગ્યા
  5. મહિસાગરમાં 300 આરોગ્ય કર્મીઓને મનસ્વી રીતે છૂટા કરાયાનો ગંભીર આરોપ

Health Workers' Strike : રાજ્યમાં આરોગ્ય કર્મીઓની ચાલી રહેલી હડતાળ સંદર્ભે મહત્ત્વના સમાચાર આવ્યા છે. હડતાળ પર ઉતરેલા આરોગ્યકર્મીઓની મુશ્કેલી હવે વધી શકે છે. કારણ કે આરોગ્ય વિભાગ હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને છૂટા કરવા સુધીનાં પગલાં લઈ શકે છે. છૂટા કરેલા આરોગ્યકર્મીઓની ખાલી જગ્યા આઉટસોર્સથી ભરાશે એવી પણ માહિતી છે. આરોગ્ય કર્મીઓની હડતાળને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) પણ મોટું નિવેદન આપ્યું છે. જ્યારે, મહીસાગરમાં આરોગ્યકર્મીને ખોટી રીતે છૂટા કરાયાનો આરોપ થયો છે. બીજી તરફ સરકારની કાર્યવાહીથી રાજકોટ જિલ્લામાં આરોગ્ય કર્મીઓ કામે લાગ્યા છે.

આ પણ વાંચો - Kajal Hindustani : ભોળા હિન્દુઓને ફસાવીને ખ્રિસ્તી ધર્મ પાળવા મજબૂર કરાય છે..!

Advertisement

છૂટા કરવા સુધીનાં આરોગ્ય વિભાગ લઈ શકે છે પગલાં

રાજ્યમાં પડતર માંગણીઓને લઈ આરોગ્યકર્મીઓ હડતાળ (Health Workers' Strike) પર ઉતર્યા છે, જેનાં કારણે વિવિધ હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, હવે આ મામલે આરોગ્ય વિભાગે (Gujarat Health Department) કડક વલણ અપનાવ્યું છે. માહિતી અનુસાર, હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને છૂટા કરવા સુધીનાં પગલાં આરોગ્ય વિભાગ લઈ શકે છે. સાથે જ છૂટા કરેલા આરોગ્યકર્મીઓની ખાલી જગ્યા આઉટસોર્સથી ભરાશે એવી પણ માહિતી છે. જણાવી દઈએ કે, અગાઉ પણ આરોગ્યકર્મીઓને સસ્પેન્ડ કરવા સુધીનાં પણ વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા.

Advertisement

સરકારની કાર્યવાહી બાદ રાજકોટ જિલ્લા આરોગ્ય કર્મીઓ કામે લાગ્યા

માહિતી અનુસાર, સરકારની કાર્યવાહીની અસર રાજકોટ જિલ્લામાં જોવા મળી છે. ગાંધીનગરમાં (Gandhinagar) ચાલતા આંદોલનમાં રાજકોટ જિલ્લાનાં (Rajkot) 580 આરોગ્ય કર્મીઓ જોડાયા હતા. જો કે, સરકારની કાર્યવાહી બાદ 211 કોન્ટ્રાક્ટ બેઝ સહિત 269 કર્મચારીઓ ફરજ પર પરત હાજર થયા છે. જિલ્લા પંચાયત દ્વારા છૂટા કરવાની નોટિસ મળતા કર્મચારીઓ ફરજ પર હાજર થયા છે. જો કે, હાલ પણ રાજકોટ જિલ્લાનાં 311 કર્મચારી ફરજ પર હાજર થયા નથી. આથી, આ 311 કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ કરવાની શરૂઆત થઈ ચૂકી છે.

આ પણ વાંચો - Ahmedabad : બાવળાનાં ઢેઢાળ ગામે આવેલી કેમિકલ કંપનીમાં બે શ્રમિકનાં મોત

આરોગ્ય કર્મચારીઓને મંત્રી ઋષિકેશ પટેલનો કડક સંદેશ!

રાજ્યમાં આરોગ્ય કર્મીઓની હડતાળને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું (Rushikesh Patel) નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પહેલા હડતાળ ખતમ કરો ત્યારબાદ ચર્ચા કરીશું. આરોગ્ય કર્મચારીઓની એક માગ સ્વીકારી લીધી છે. જ્યારે ગ્રેડ પે સુધારણાની માગણી સાથે તેઓ અડગ છે. ગ્રેડ પે સુધારણાની માગણી સ્વીકારી શકાય તેમ નથી. આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતરે તે યોગ્ય નથી. મંત્રીએ કડક શબ્દોમાં કહ્યું કે, સરકાર આ બાબતે ખૂબ ગંભીર છે. આરોગ્ય સાથે કોઈ બાંધછોડ નહિ ચલાવી લેવાય.

મહિસાગરમાં 300 આરોગ્ય કર્મીઓને મનસ્વી રીતે છૂટા કરાયાનો ગંભીર આરોપ

બીજી તરફ મહિસાગરમાં (Mahisagar) 300 જેટલા આરોગ્ય કર્મચારીઓને મનસ્વી રીતે છૂટા કરાયાનો ગંભીર આરોપ થયો છે. માત્ર એક જ દિવસની નોટિસ આપીને નિયમ વિરુદ્ધ તેમને છૂટા કરાયાનો આરોપ છે. આ મામલે જો પુનઃ વિચારણા કરવામાં નહીં આવે તો કૉર્ટમાં જવાની કર્મચારીઓએ તૈયારી દર્શાવી છે. આ અંગે જિલ્લા પંચાયત ખાતે આરોગ્યકર્મીઓએ ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો. જણાવી દઈએ કે, આરોગ્ય કર્મચારીઓ હડતાળમાં (Health Workers' Strike) જોડાતા તેમની વિરુદ્ધ આકરા પગલાં લેવાયા છે.

આ પણ વાંચો - Dileep Sanghani : ફિશરીઝ કૌભાંડમાં ક્લીનચીટ મળ્યા બાદ કહ્યું- રાજકીય નિર્ણયો, અફવાઓનાં આધારે..!

Tags :
Advertisement

.

×