Home Minister Amit Shah Gujarat Visit : 28-29 મેના ગુજરાત પ્રવાસે આવશે અમિતભાઈ શાહ, અનેક વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ
Home Minister Amit Shah Gujarat Visit : ગાંધીનગર લોકસભા ક્ષેત્ર (Gandhinagar Lok Sabha Constituency) ના સાંસદ અને દેશના કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી (Union Home and Cooperation Minister) અમિતભાઈ શાહ (Amit Shah) આગામી 28 અને 29 મે દરમિયાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના 2 દિવસીય પ્રવાસ દરમિયાન અનેક વિકાસ પ્રકલ્પો (Development Projects) ના લોકાર્પણ (Inauguration) અને ખાતમુહૂર્ત (Foundation Stone Ceremony) યોજાવાના છે. સાથે જ વિવિધ સમીક્ષા બેઠકો (Review Meetings) અને સંગઠનાત્મક કાર્યક્રમો (Organizational Meetings) પણ યોજાશે. ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી છે.
વિકાસ કાર્યોને મળશે નવી ગતિ
અહેવાલ અનુસાર, અમિતભાઈ શાહ 28 મેના રોજ પોતાના સંસદીય ક્ષેત્રમાં અનેક જાહેર કાર્યક્રમોમાં હાજરી આપશે. વડસર ખાતે આનંદમ પરિવાર CSR ફંડ (CSR Fund) દ્વારા નિર્માણ કરાયેલા જેડવા તળાવ (Jedva Lake) નું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે. ઉપરાંત વડસર, જલુંદ અને સરઢવ ગામોમાં ટોયોટા કીલોસ્કર મોટર્સ લિમિટેડ (Toyota Kirloskar Motors Limited) ના CSR ફંડ દ્વારા બનાવાયેલા નવા વાંચનાલયો (Libraries) નું પણ ઉદ્ઘાટન થશે. વળી ખાત્રજ ખાતે અરવિંદ ફાઉન્ડેશન (Arvind Foundation) દ્વારા હાથ ધરાયેલા તળાવ બ્યુટિફિકેશન (Lake Beautification) પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે. આ સાથે ગ્રામ પંચાયત કચેરી (Gram Panchayat Office) નું લોકાર્પણ પણ યોજાશે.
શાળાઓ અને ગામ વિકાસ પ્રકલ્પોને પ્રાથમિકતા
મોટી ભોયણ ખાતે પે સેન્ટર પ્રાથમિક શાળા (Pay Center Primary School) નું લોકાર્પણ પણ કાર્યક્રમમાં સામેલ છે. ઉપરાંત સોનીપુર ખાતે ગામ તળાવ (Village Lake) વિકાસ સાથે કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા વિસ્તારોના અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજાશે. વિશેષ બાબત એ છે કે સોનીપુર ગામમાં ભાજપાના સિનિયર કાર્યકર્તા અને પૂર્વ સરપંચ ગાંડાજી ઠાકોર (Gandaji Thakor) ના નિવાસસ્થાને અમિતભાઈ શાહ બપોરનું ભોજન પણ ગ્રહણ કરશે, જેને લઈને સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક - Home Minister Amit Shah Gujarat Visit
વિવિધ જાહેર કાર્યક્રમો બાદ ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપા કાર્યાલય “શ્રી કમલમ” (Shri Kamalam) ખાતે પ્રદેશ ભાજપાના મુખ્ય પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં સંગઠન મજબૂતી અને આગામી રાજકીય કાર્યક્રમોને લઈને ચર્ચા થવાની શક્યતા છે. ત્યારબાદ ચાંદખેડા ખાતે CBSE પ્રાદેશિક કચેરી (CBSE Regional Office) નું લોકાર્પણ કરવામાં આવશે. ઉપરાંત સોલા ઉમિયાધામ કેમ્પસ (Umiya Dham Campus) ખાતે નવનિર્મિત હોસ્ટેલ બિલ્ડિંગ (Hostel Building) નું પણ ઉદ્ઘાટન થશે.
અમદાવાદમાં “ભારત માતા” સ્કલ્પચરનું લોકાર્પણ
સાંજના સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નવા વાડજ ખાતે નિર્મિત “ભારત માતા” (Bharat Mata Sculpture) સ્કલ્પચરનું લોકાર્પણ પણ અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમ બાદ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ઓલિમ્પિક (Olympics), કોમનવેલ્થ (Commonwealth Games) અને વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ (World Police and Fire Games) ની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે, 28 મેના તમામ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ અમિતભાઈ શાહ મોડી સાંજે કચ્છ (Kutch) ના ભુજ (Bhuj) માટે રવાના થશે.


