Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

HPV Vaccination : ગુજરાતમાં મફત HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ

ગુજરાત સરકાર દ્વારા ૧૪ વર્ષની કિશોરીઓ માટે મફત HPV રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. સર્વાઇકલ કેન્સરના જોખમ અને રસીની સુરક્ષા અંગે નિષ્ણાત તબીબોનો અભિપ્રાય અને સરકારની ખાસ નીતિઓ વિશે સંપૂર્ણ માહિતી અહીં વાંચો. અફવાઓથી બચો અને દીકરીને સુરક્ષિત કરો.
hpv vaccination   ગુજરાતમાં મફત hpv રસીકરણ અભિયાનનો પ્રારંભ
Advertisement
  • HPV Vaccination  : સર્વાઇકલ કેન્સર મુક્ત ગુજરાત તરફ મક્કમ ડગલાં – HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ મહિલા કલ્યાણ અને સ્વાસ્થ્ય – સરકારની પ્રાથમિકતા
  • ગુજરાત સરકાર દ્વારા ૧૪ વર્ષની કિશોરીઓ માટે મફત HPV રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. સર્વાઇકલ કેન્સર-Cervical Cancer ના જોખમ અને રસીની સુરક્ષા અંગે નિષ્ણાત તબીબોનો અભિપ્રાય અને સરકારની ખાસ નીતિઓ વિશે સંપૂર્ણ માહિતી અહીં વાંચો. અફવાઓથી બચો અને દીકરીને સુરક્ષિત કરો.

HPV Vaccination : કોઈપણ રાષ્ટ્ર કે રાજ્યના સર્વાંગી વિકાસનો આધાર ત્યાંની મહિલાઓના સ્વાસ્થ્ય અને સશક્તિકરણ પર રહેલો છે. ગુજરાત સરકાર 'સ્વસ્થ નારી, સશક્ત ગુજરાત'ના મંત્ર સાથે મહિલા કલ્યાણ માટે અનેકવિધ નીતિઓ અમલમાં મૂકી રહી છે. સગર્ભા માતાઓ માટે 'કસ્તુરબા પોષણ સહાય યોજના' હોય કે નવજાત બાળકની સુરક્ષા માટે 'મમતા દિવસ'ની ઉજવણી, સરકાર હંમેશા મહિલાઓના જીવનના દરેક તબક્કે આરોગ્ય સુરક્ષા પૂરી પાડવા કટિબદ્ધ છે.

હવે, મહિલાઓમાં જોવા મળતા જીવલેણ સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) ને જડમૂળથી નાબૂદ કરવા માટે સરકારે HPV Vaccination (Human Papillomavirus રસીકરણને પોતાના મુખ્ય એજન્ડામાં સામેલ કર્યું છે. આ નીતિ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આવનારી પેઢીની દીકરીઓને કેન્સર જેવા અસાધ્ય રોગો સામે વહેલી તકે 'રક્ષક કવચ' પૂરું પાડવાનો છે.

Advertisement

HPV Vaccination : રાજ્યવ્યાપી HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ

વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)એ અજમેરથી શરૂ કરાવેલા દેશવ્યાપી અભિયાનને વેગ આપતા, ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) અને આરોગ્ય રાજ્યમંત્રી  પ્રફુલ્લભાઈ પાનસેરીયા(Praful Pansheriya)એ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતેથી રાજ્યવ્યાપી HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.

Advertisement

અભિયાનનું લક્ષ્ય અને સરકારી જોગવાઈ

રાજ્ય સરકાર દ્વારા અંદાજે ૫.૫૦ લાખ કિશોરીઓને સુરક્ષિત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. બજારમાં આ રસીના એક ડોઝની કિંમત આશરે રૂ. ૩,૦૦૦ જેટલી હોવા છતાં, ગુજરાત સરકાર રૂ. ૧૫૦ કરોડના ખર્ચે આ રસી તદ્દન વિનામૂલ્યે આપી રહી છે.

કેન્સરના ચિંતાજનક આંકડા અને રસીની જરૂરિયાત

ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) ના નિષ્ણાતોના મતે:

  • ભારતમાં દર 4 મિનિટે એક મહિલામાં આ કેન્સરનું નિદાન થાય છે.

  • દર 7 મિનિટે એક મહિલા આ રોગને કારણે જીવ ગુમાવે છે.

  • દુર્ભાગ્યે, 70-80% દર્દીઓ બીજા કે ત્રીજા સ્ટેજમાં હોસ્પિટલ પહોંચે છે, જેના કારણે મૃત્યુદર ઊંચો રહે છે.

  • HPV 16 અને 18 વાયરસ આ કેન્સર માટે જવાબદાર છે, જેની સામે ૧૪ વર્ષની વયે અપાતી રસી સૌથી વધુ અસરકારક સાબિત થાય છે.

અફવાઓથી દૂર રહેવા તબીબોની અપીલ

સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી નકારાત્મક ટિપ્પણીઓને ફગાવી દેતા નિષ્ણાતોએ જણાવ્યું છે કે:

  • આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને વિશ્વના ૧૦૦થી વધુ દેશોમાં (જેમ કે ઓસ્ટ્રેલિયા, યુકે, કેનેડા) સફળતાપૂર્વક અપાય છે.

  • WHO, ICMR અને અમેરિકાની FDA જેવી સંસ્થાઓએ આ રસીને પ્રમાણિત કરી છે.

  • વંધ્યત્વ કે અન્ય આડઅસરોની વાતો તદ્દન પાયાવિહોણી છે.

રાજ્યની સજ્જતા અને ટેકનોલોજીનો ઉપયોગ

સરકારે રસીની ગુણવત્તા જાળવવા માટે +2 °C થી +8° C તાપમાન ધરાવતા ૨૨૯૭ કોલ્ડ ચેઈન પોઈન્ટ કાર્યરત કર્યા છે. આ ઉપરાંત, TeCHO+ અને SAFE-VAC જેવા પોર્ટલ દ્વારા રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ ઇમરજન્સી માટે દરેક રસીકરણ કેન્દ્ર પર ડોક્ટરોની ટીમ તૈનાત રાખવામાં આવી છે.

2030 સુધીનો વૈશ્વિક લક્ષ્યાંક

WHO ના 90-70-90  ના લક્ષ્યાંક મુજબ,2030 સુધીમાં 90% કિશોરીઓનું રસીકરણ અને70% મહિલાઓનું સ્ક્રીનિંગ કરવાનો નિર્ધાર છે, જેમાં ગુજરાત અગ્રેસર રહેવા માંગે છે.

આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર વાલીઓને નમ્ર અપીલ કરે છે કે તેઓ પોતાની ૧૪ વર્ષની દીકરીઓને આ રસી અવશ્ય અપાવે. આ માત્ર એક રસી નથી, પરંતુ દીકરીના સુરક્ષિત અને સ્વસ્થ ભવિષ્યની ગેરંટી છે.

“સર્વાઇકલ કેન્સરથી દીકરીને બચાવીએ, સમયસર HPV રસી મુકાવીએ.”

આ પણ વાંચો : Dahod: દાહોદમાં કાળમુખી ક્રૂઝરનો કહેર, સાયકલ સવાર વૃદ્ધને અડધો કિલોમીટર ઢસડ્યા, કમકમાટીભર્યું મોત!

Tags :
Advertisement

.

×