Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IAS Transfer : અશ્વિની કુમાર, એમ. થેન્નારાસન સહિત 13 IAS અધિકારીની બદલી, 9 DYSO નું પણ ટ્રાન્સફર

આ સાથે જ 9 નાયબ સેક્શન અધિકારી (DYSO) ની બદલીનાં પણ આદેશ કરાયા છે.
ias transfer   અશ્વિની કુમાર  એમ  થેન્નારાસન સહિત 13 ias અધિકારીની બદલી  9 dyso નું પણ ટ્રાન્સફર
Advertisement
  1. રાજ્યમાં 13 જેટલા IAS અધિકારીઓની બદલીનાં આદેશ કરાયા (IAS Transfer)
  2. સાથે જ સચિવાલયમાં 9 DYSO ની બદલીનાં પણ આદેશ
  3. IAS અશ્વિની કુમાર, IAS એમ. થેન્નારાસનની બદલીનાં આદેશ કરાયા
  4. IAS મિલિંદ તોરવણે, IAS પ્રભાવ જોશી સહિતના અધિકારીઓની બદલી કરાઈ

IAS Transfer : રાજ્યમાં સરકારી અધિકારીઓની બદલીને લઈ મોટા સમાચાર આવ્યા છે. રાજ્યમાં 13 જેટલા IAS અધિકારીઓની બદલીનાં આદેશ કરાયા છે. અશ્વિની કુમાર (Ashwani Kumar) સરકારની શહેરી વિકાસ વિભાગમાંથી બદલી કરાઈ છે અને તેમને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનાં અગ્ર સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ 9 નાયબ સેક્શન અધિકારી (DYSO) ની બદલીનાં પણ આદેશ કરાયા છે.

Advertisement

આ પણ વાંચો - Rain in Botad : બોટાદમાં પૂર! કાર તણાઈ જતાં 2 નાં મોત, યુવાનોનો જોખમી Video વાઇરલ

Advertisement

રાજ્યમાં 13 જેટલા IAS અધિકારીઓની બદલીના આદેશ

રાજ્યમાં 13 જેટલા IAS અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. માહિતી અનુસાર, સરકારનાં શહેરી વિકાસ વિભાગમાંથી IAS અશ્વિની કુમારની રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનાં વિભાગનાં અગ્ર સચિવ તરીકે નિયુક્તિ કરાઈ છે. જ્યારે IAS રમેશચંદ મીણાને (Rameshchand Meena) બંદરો અને પરિવહન વિભાગનાં અગ્ર સચિવ પદનો વધારાનો હવાલો સોંપાયો. ઉપરાંત, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવ IAS એમ. થેન્નારાસનની (IAS M. Thennarasan) શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મુખ્ય સચિવ બનાવાયા છે. મેનેજિંગ ડિરેક્ટર, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ., ગાંધીનગર, IAS મિલિંદ શિવરામ તોરાવાણેની (IAS Milind Shivaram Torawane) પંચાયત, ગ્રામીણ ગૃહનિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ કરાઈ છે.

આ પણ વાંચો - Ahmedabad Plane Crash : શૈક્ષણિક સત્ર ફરી ક્યારે શરૂ થશે ? BJ મેડિકલ કોલેજનાં ડીને આપી માહિતી

9 નાયબ સેક્શન અધિકારીની બદલીનાં પણ આદેશ

ઉપરાંત, IAS જેનુ દેવનને (IAS Jenu Devan) બદલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, વડોદરાનાં મેનેજિંગ ડિરેક્ટર પદનો વધારાનો હવાલો સોંપાયો છે. જ્યારે IAS પ્રભાવ જોશી (IAS Prabha Joshi) કલેક્ટર, રાજકોટની બદલી ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડનાં એમડી તરીકે થઈ છે. આ સાથે અન્ય IAS અધિકારીઓની બદલીની (IAS Transfer) પણ જાહેરાત કરાઈ છે. આ સિવાય સચિવાલય સંવર્ગમાં પણ બદલીઓનાં આદેશ કરાયા છે. 9 નાયબ સેક્શન અધિકારી (DYSO) ની બદલી કરાઈ છે.

આ પણ વાંચો - Rain in Gujarat : આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, અહીં રેડ એલર્ટ, પ્રવાહમાં ફસાયા વૃદ્ધ, Video વાઇરલ

Tags :
Advertisement

.

×