Gujcet Exam 2025 ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર, ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ
- ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનાં વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર (Gujcet Exam 2025)
- ધોરણ 12 બાદ ગુજકેટ પરીક્ષાનાં ફોર્મ ભરવા માટેની તારીખ લંબાવાઈ
- હવે વિદ્યાર્થીઓ 7 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશે
- અગાઉ 31 ડિસેમ્બર ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી
Gujcet Exam 2025 : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ધોરણ 12 બાદ ગુજકેટ પરીક્ષાનાં ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખ લંબાવાઈ છે. હવે, વિદ્યાર્થીઓ 7 જાન્યુઆરી, 2025 સુધી ફોર્મ ભરી શકશે. જણાવી દઈએ કે, અગાઉ ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2024 નક્કિ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Ahmedabad : 31 st ડિસે.ની ઉજવણીમાં યુવતીઓની સુરક્ષાને લઈ મહિલા પોલીસ વિભાગ એક્શનમાં
હવે વિદ્યાર્થીઓ 7 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશે
રાજ્યમાં ગુજકેટ પરીક્ષાની (Gujcet Exam 2025) તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજકેટ પરીક્ષાનાં ઓનલાઇન ફોર્મ ભરવા માટેની તારીખ લંબાવવામાં આવી છે. માહિતી અનુસાર, ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અધિકારિક રીતે આ અંગેની જાહેરાત કરવામાં આવી છે, જે મુજબ હવે ધોરણ 12 બાદ વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષાનાં ફોર્મ 7 જાન્યુઆરી, 2025 સુધી ભરી શકશે.
આ પણ વાંચો - Gujarat: રાજ્યમાં વધુ 240 ASIને PSI તરીકે બઢતી, ચાલુ વર્ષે કુલ 6770 કર્મચારીઓને પ્રમોશન મળ્યું
અગાઉ અંતિમ તારીખ 31 ડિસેમ્બર નક્કિ કરાઈ હતી
જણાવી દઈએ કે, અગાઉ ગુજકેટ પરીક્ષાનાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર નક્કિ કરવામાં આવી હતી. જો કે, હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ જાહેરાતથી, જે વિદ્યાર્થીઓ હજું સુધી ફોર્મ ભરી શક્યા નથી તેમને મોટી રાહત થશે. વિદ્યાર્થીઓ ગુજરાત સરકારની www.gseb.org પર જઇને અથવા તો gujcet.gseb.org પરથી આ અંગે વધુ માહિતી મેળવી શકે છે.
આ પણ વાંચો - GPSCની તૈયારી કરતા ઉમેદવારો માટે આનંદના સમાચાર, 15 દિવસમાં કરાશે વર્ગ 1-2ની ભરતીની જાહેરાત