Gandhinagar:વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર,આગામી વર્ષથી પાઠ્યપુસ્તકોમાં થશે ફેરફાર
- આવતા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં થશે બદલાવ
- ધો-1માં ગુજરાતી, ધો-6માં અંગ્રેજીનું પુસ્તક બદલાશે
- ધો-7માં સંસ્કૃત માધ્યમમાં ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત બદલાશે
- ધો-7માં સર્વાંગી શિક્ષણ, મરાઠીના પુસ્તક બદલાશે
- ધો-8માં ગુજરાતી, ગણિત અને વિજ્ઞાનના પુસ્તક બદલાશે
- ધો-12માં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરાશે
Gandhinagar: ગુજરાતમાં આજથી GSEB બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે.બોર્ડ પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા જ વિદ્યાર્થી (students)ઓ માટે વધુ એક સમાચાર સામે આવ્યા છે.રાજ્ય શાળા પાઠ્યપુસ્તક (textbooks) મંડળે નવા શૈક્ષણિક વર્ષને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.જે અંતર્ગત નવા શૈક્ષણિક વર્ષમાં નવા પુસ્તકો આવશે.એટલે કે આગામી શૈક્ષણિક વર્ષથી કેટલાક વિષયોના (subject) અભ્યાસક્રમમાં નવા પુસ્તકોને સામેલ કરાયા છે.
વિદ્યાર્થીઓ શાળાએ જતા પહેલા રાખો ધ્યાન
એપ્રિલ મહિનામાં વાર્ષિક પરિક્ષા બાદ વિદ્યાર્થીઓ શાળાએ જતા પહેલા આ બાબતનું અવશ્ય ધ્યાન રાખે. રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના નિર્ણય મુજબ નવા શૈક્ષણિક વર્ષને લઈને નવો અભ્યાસક્રમ નક્કી કરાયો છે. નવા અભ્યાસક્રમમાં કુલ 14 પુસ્તકો નવા તૈયાર કરાયા. જેમાં સંસ્કૃત માધ્યમના 6 પુસ્તકો નવા તૈયાર કરાયા છે જ્યારે ધોરણ 1 અને 8માં ગુજરાતીનું નવું પુસ્તક આવશે. ધોરણ 8માં ગણિત અને વિજ્ઞાનનું નવું પુસ્તક આવશે. તો ધોરણ 12માં અર્થશાસ્ત્રના વિષયમાં નવું પુસ્તક આવશે. આ ઉપરાંત ધોરણ 6માં અંગ્રેજી વિષયનું પુસ્તક બદલવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 7ના સંસ્કૃત માધ્યમમાં ગણિત અને વિજ્ઞાનનું પુસ્તક નવું આવશે. તેમજ સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ અને સંસ્કૃતમાં પણ નવા પુસ્તક આવશે.
આ પણ વાંચો - Fake Currency Scam : 1 લાખ આપો 5 લાખ લઈ જાઓ..! સો. મીડિયા પર Video જોઈ ભેરવાઈ ન જતા!
નવા વર્ષે નવું પુસ્તક
નોંધનીય છે કે રાજ્યની અનેક શાળાઓમાં GSEB બોર્ડ અને CBSE બોર્ડ મુજબ ધોરણ-1થી ધોરણ-12ના અભ્યાસક્રમમાં વિવિધ વિષયોનો સમાવેશ કરાયો છે. ગુજરાતમાં માતૃભાષાને પ્રથમ સ્થાન તેમ અનેક શાળાઓમાં GSEB બોર્ડ મુજબ જુદા-જુદા વિષયોના અભ્યાસક્રમને સામેલ કરવામાં આવ્યા છે. સમય સાથે કેટલીક બાબતોમાં પરિવર્તન આવે છે. અને એટલે જ શિક્ષણ વિભાગ દ્વારા જુદા-જુદા ધોરણના અભ્યાસક્રમમાં નવા પુસ્તકોને સામેલ કરવાનો નિર્ણય કરવામં આવ્યો છે. વિદ્યાર્થીઓએ નવા શૈક્ષણિક વર્ષ પહેલા જ પોતાના સંબંધિત વિષયોના થયેલ પુસ્તકમાં બદલાવની નોંધ લઈ શાળા તેમજ બુક સ્ટોર્સ પાસેથી નવું પુસ્તક લેવાનું રહેશે.