Delhi Blast બાદ ગુજરાતના તમામ જિલ્લામાં સઘન ચેકીંગ, જાણો ક્યા કેવો છે માહોલ
- Delhi Blast: શંકાસ્પદ જણાતા મુસાફરોના સામાનની પણ તપાસ થઇ
- રાજકોટમાં સતત બીજા દિવસે ચેકિંગ હાથ ધરાયું
- રાજસ્થાનમાંથી આવતા તમામ વાહનોમાં તપાસ હાથ ધરાઈ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતના તમામ જિલ્લામાં સઘન ચેકીંગ હાથ ધરાયું છે. જેમાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર સઘન વાહન ચેકીંગ છે. તથા વાવ થરાદની માવસરી બોર્ડર પર વાહનોની તપાસ થઇ રહી છે. રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું ચેકીંગ થઇ રહ્યું છે. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ અરવલ્લી જિલ્લા પોલીસ એલર્ટ છે. તેમાં જિલ્લાને જોડતી આંતરરાજ્ય બોર્ડર ઉપર સુરક્ષા વધારાઈ છે. તથા શામળાજી-રતનપુર બોર્ડર ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે.
રાજસ્થાનમાંથી આવતા તમામ વાહનોમાં તપાસ હાથ ધરાઈ
રાજસ્થાનમાંથી આવતા તમામ વાહનોમાં તપાસ હાથ ધરાઈ છે. ખાનગી ગાડીઓમાં આવતા મુસાફરોની પણ સઘન તપાસ થઇ રહી છે. ઘટના બાદ રાઉન્ડ ધી ક્લોક ચેકીંગ કરાઈ રહ્યું છે. જિલ્લાની બોર્ડરને જોડતી અન્ય ચેકપોસ્ટ પર પણ તપાસ તેજ છે. તથા દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતના મોટા ધાર્મિક સ્થળોએ સુરક્ષા વધારી છે. રાજ્ય સરકાર દ્વારા સોમનાથમાં કડક સુરક્ષાના આદેશ કરાયા છે. જેમાં વિશ્વ વિખ્યાત સોમનાથ મંદિરે સઘન ચેકીંગ હાથ ધરાયું છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિત સુરક્ષાકર્મીઓ દ્વારા ચેકીંગ થયુ છે. સોમનાથ આવનાર યાત્રીઓનું કડક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક પોલીસ દ્વારા પણ રસ્તામાં વાહન ચેકીંગ હાથ ધરાયું છે.
Delhi Blast બાદ ગુજરાતમાં હાઈએલર્ટ જારી, મંદિરોની સુરક્ષામાં વધારો કરાયો | Gujarat First
Delhi Blast બાદ Gujarat માં High Alert
Dwarka, Somnath, Ambaji મંદિરમાં હાઇએલર્ટ
અંબાજી ખાતે સમગ્ર પરિસરમાં ચેકીંગ હાથ ધરાયું
યાત્રાધામ શામળાજી ખાતે સુરક્ષા સતર્ક કરાઈ
અમદાવાદ, ગાંધીનગર,… pic.twitter.com/MltTtXoegK— Gujarat First (@GujaratFirst) November 11, 2025
Delhi Blast: રાજકોટમાં સતત બીજા દિવસે ચેકિંગ હાથ ધરાયું
રાજકોટમાં સતત બીજા દિવસે ચેકિંગ હાથ ધરાયું છે. રાજકોટ રેલવે સ્ટેશનમાં પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ સહિતની અલગ-અલગ ટીમ દ્વારા ચેકિંગ છે. તેમાં લાવારિસ બેગ કે પાર્કિંગમાં અને વાહનોમાં ચેકિંગ થઇ રહ્યું છે. અરવલ્લીના યાત્રાધામમાં સુરક્ષામાં વધારો કરાયો છે. યાત્રાધામ શામળાજી ખાતે સુરક્ષા સતર્ક કરાઈ છે. જેમાં હથિયારધારી એસઆરપી તેમજ શામળાજી પોલીસ તૈનાત છે. મંદિરમાં દર્શન માટે આવતા ભક્તો માટે સુરક્ષા સઘન છે. તથા સુરતના સ્ટેશન વિસ્તારમાં પોલીસનું સઘન ચેકીંગ છે. દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ પોલીસ એક્શનમાં છે. જેમાં શંકાસ્પદ જણાતા વાહનોમાં ઝીણવટભરી તપાસ થઇ રહી છે.
શંકાસ્પદ જણાતા મુસાફરોના સામાનની પણ તપાસ થઇ
વાહન ચાલકોના ઓળખ પુરાવા સહિતની વિગતોની તપાસવામાં આવી રહી છે. રાજ્ય બહારના વાહનોમાં ખાસ તપાસ હાથ ધરાઈ છે. શંકાસ્પદ જણાતા મુસાફરોના સામાનની પણ તપાસ થઇ છે. દિલ્હી બોમ્બ બ્લાસ્ટ મામલે ગુજરાતમાં હાઈ એલર્ટ છે. જેમાં અંબાજી મંદિરમાં કડક સુરક્ષા વ્યવસ્થા જોવા મળી છે. અંબાજી મંદિરમાં ભક્તોને સુરક્ષા કર્મીઓ ચેકિંગ કરી રહ્યા છે. સુરક્ષા કર્મીઓ મેટલ ડિટેક્ટર દ્વારા સઘન ચેકિંગ કરી રહ્યા છે. અંબાજી મંદિર ખાતે 24 કલાક LMG સુરક્ષા ગાર્ડ તૈનાત છે. દરેક ગેટ ઉપર ભારે સુરક્ષા વ્યવસ્થા જોવા મળી છે. તથા BDS ટીમ અને ડોગ સ્ક્વોડ ટીમ પણ સઘન ચેકિંગ છે. હાલમાં અંબાજી મંદિરમાં સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં બ્લાસ્ટ મામલે વડોદરા રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ
દિલ્હીમાં બ્લાસ્ટ મામલે વડોદરા રેલવે સ્ટેશન પર સઘન ચેકિંગ છે. રેલવે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મુસાફરોના સામાનની પોલીસ તપાસ કરી રહી છે. તથા રેલવે સ્ટેશનના એન્ટ્રી એક્ઝિટ ગેટ પર પોલીસનું ચેકિંગ છે. પોલીસની ટીમો અલગ અલગ પ્લેટફોર્મ પર ચેકીંગ કરી રહી છે. તથા અમદાવાદ એરપોર્ટની સુરક્ષામાં વધારો કરાયો છે. જેમાં એરપોર્ટ પર CISF જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર મુસાફરોનું પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. મોટાભાગના શહેરોની સુરક્ષા વધારવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરાયું છે.
નર્મદા જિલ્લામાં પોલીસનું સઘન ચેકીંગ શરૂ થયુ
દિલ્હીમાં બ્લાસ્ટ બાદ નર્મદા જિલ્લામાં પોલીસનું સઘન ચેકીંગ શરૂ થયુ છે. SOU ખાતે આવતા પ્રવાસીઓનું પોલીસે ચેકીંગ હાથ ધર્યું છે. કેવડિયા ખાતે ભારત પર્વની ઉજવણી ચાલી રહી છે. જેમાં ભારત પર્વની ઊજવણીમાં અલગ અલગ રાજ્યોના મહેમાનો આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકીંગ છે. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નવી ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેમાં નર્મદા પોલીસ, SRP અને CRPFના જવાનો દ્વારા સુરક્ષામાં વધારવામાં આવી છે.
આ પણ વાંચો: LIVE: Delhi Blast: દિલ્હીમાં કાર વિસ્ફોટમાં એમોનિયમ નાઈટ્રેટ, ફ્યૂઅલ અને ડેટોનેટરનો ઉપયોગ કરાયો હતો


