Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

International Nurses Day : સેવાને મળી ‘જ્ઞાન’ની પાંખ : નર્સિંગમાં નવી ક્રાંતિ

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે ગુજરાત સરકારની મોટી જાહેરાત. રાજ્યમાં 8 નવા સ્પેશિયલાઇઝ્ડ નર્સિંગ કોર્સ શરૂ કરી નર્સોને અત્યાધુનિક તાલીમ આપવામાં આવશે, જેનાથી દર્દીઓને સુપર-સ્પેશિયાલિટી સારવાર મળશે.
international nurses day   સેવાને મળી ‘જ્ઞાન’ની પાંખ   નર્સિંગમાં નવી ક્રાંતિ
Advertisement
  • International Nurses Day :આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે ગુજરાત સરકારની મોટી જાહેરાત. રાજ્યમાં 8 નવા સ્પેશિયલાઇઝ્ડ નર્સિંગ કોર્સ (Specialised Nursing Courses) શરૂ કરી નર્સોને અત્યાધુનિક તાલીમ આપવામાં આવશે, જેનાથી દર્દીઓને સુપર-સ્પેશિયાલિટી સારવાર મળશે.

International Nurses Day :કહેવાય છે કે, "તબીબ બીમારીની સારવાર કરે છે, પરંતુ નર્સ (Nurse) દર્દીની સારવાર કરે છે". નર્સિંગ (Nursing) એ માત્ર એક વ્યવસાય નથી, પરંતુ સેવા, સમર્પણ અને પવિત્રતાનો પર્યાય છે. હોસ્પિટલ (Hospital) ના સફેદ વસ્ત્રોમાં સજ્જ આ નર્સો દર્દી માટે આશાનું કિરણ બનીને રહે છે. ફ્લોરેન્સ નાઈટીંગેલ (Florence Nightingale) ના વારસાને આગળ ધપાવતા આ પ્રોફેશનલ્સ (Professionals) પોતાની રાત-દિવસની પરવા કર્યા વગર માનવતાની અવિરત સેવા કરે છે.

કોરોના (Corona) કાળ હોય, કુદરતી આફત હોય કે અન્ય કોઈ કટોકટી, ગુજરાતની નર્સોએ હંમેશા અગ્રેસર રહીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ નિષ્ઠાપૂર્ણ સેવાઓને બિરદાવવા અને તેમને આધુનિક તબીબી જ્ઞાન તથા કૌશલ્યોથી સજ્જ કરવા માટે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ (International Nurses Day) એક મહત્વનો અવસર છે. જ્યારે સેવાની ભાવના સાથે આધુનિક જ્ઞાનનો સંગમ થાય છે, ત્યારે જ આરોગ્ય ક્ષેત્રે સાચી ક્રાંતિ આવે છે.

Advertisement

International Nurses Day :8 વિશેષ સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સ (Specialised Diploma Courses)

રાજ્યમાં નર્સોની કાર્યક્ષમતા વધારવા માટે 8 નવા 'પોસ્ટ બેઝિક ડિપ્લોમા' (Post Basic Diploma) કોર્સ શરૂ કરાયા છે. આ કોર્સ સરકારી નર્સિંગ કોલેજો, મેડિકલ કોલેજો, GMERS અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત સંસ્થાઓમાં ઉપલબ્ધ થશે.

Advertisement

મુખ્ય સ્પેશિયલાઇઝ્ડ કોર્સની યાદી:

  • ક્રિટિકલ કેર નર્સિંગ (Critical Care Nursing): ગંભીર સારવાર માટે.

  • ઇમરજન્સી એન્ડ ડિઝાસ્ટર નર્સિંગ (Emergency & Disaster Nursing): તાત્કાલિક અને આપત્તિ વ્યવસ્થાપન માટે.

  • નિયોનેટલ નર્સિંગ (Neonatal Nursing): નવજાત શિશુની સંભાળ માટે.

  • કાર્ડિયોલોજી નર્સિંગ (Cardiology Nursing): હૃદયરોગની સારવાર માટે.

  • ઓન્કોલોજી નર્સિંગ (Oncology Nursing): કેન્સરની સારવાર માટે.

  • સાયકિયાટ્રિક નર્સિંગ (Psychiatric Nursing): માનસિક સ્વાસ્થ્ય માટે.

  • ઓર્થો એન્ડ રિહેબિલિટેશન નર્સિંગ (Orthopedic & Rehabilitation Nursing): હાડકાના રોગો અને પુનર્વસન માટે.

  • બર્ન્સ એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ નર્સિંગ (Burns & Reconstructive Nursing): દાઝેલા દર્દીઓની પ્લાસ્ટિક સર્જરી જેવી સારવાર માટે.

International Nurses Day : નર્સ પ્રેક્ટિશનર મિડવીફરી - NPM (Nurse Practitioner Midwifery)

માતૃ અને શિશુ મૃત્યુદરમાં ઘટાડો કરવાના લક્ષ્ય સાથે ૬ સરકારી કોલેજોમાં ૧૮ માસનો વિશેષ કોર્સ શરૂ કરાયો છે. આ કોર્સ GNM અથવા B.Sc. Nursing પછી કરી શકાય છે, જેમાં હાલ ૧૨૦ બેઠકો (Seats) ઉપલબ્ધ છે.

નિષ્ણાત તરીકેની નવી ઓળખ

આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ (International Nurses Day) નિમિત્તે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, આ શૈક્ષણિક પહેલથી નર્સિંગ સ્ટાફ હવે માત્ર સેવક જ નહીં, પણ તબીબી ક્ષેત્રના 'સ્પેશ્યાલિસ્ટ' (Specialist) તરીકે ઉભરી આવશે.

ગુજરાત સરકારની આ પહેલથી રાજ્યના નાગરિકોને સુપર-સ્પેશિયાલિટી (Super-speciality) કક્ષાની નર્સિંગ સેવાઓ પ્રાપ્ત થશે. જ્યારે સેવાની ભાવના સાથે આધુનિક જ્ઞાનનો સંગમ થાય છે, ત્યારે જ આરોગ્ય ક્ષેત્રે સાચી ક્રાંતિ આવે છે.

આ પણ વાંચો : Asian Weightlifting Championship :ગાંધીનગરમાં ગુંજ્યો ભારતનો ડંકો

Tags :
Advertisement

.

×