Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IT Raid: ગાંધીનગરમાં ત્રણ સ્થળે IT વિભાગના દરોડા, 957 કરોડની આવક ધરાવતા રાજકીય પક્ષના સ્થાપકના ત્યાં રેડ

IT Raid: ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપકના ત્યાં રેડ સંજય ગજેરાના ઘર અને ઓફિસ પર વહેલી સવારથી સર્ચ ADRના અહેવાલ મુજબ દેશની સૌથી વધારે આવક ધરાવતી પાર્ટી IT Raid: ગાંધીનગરમાં ત્રણ સ્થળે IT વિભાગના દરોડા પડ્યા છે. જેમાં...
it raid  ગાંધીનગરમાં ત્રણ સ્થળે it વિભાગના દરોડા  957 કરોડની આવક ધરાવતા રાજકીય પક્ષના સ્થાપકના ત્યાં રેડ
Advertisement
  • IT Raid: ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપકના ત્યાં રેડ
  • સંજય ગજેરાના ઘર અને ઓફિસ પર વહેલી સવારથી સર્ચ
  • ADRના અહેવાલ મુજબ દેશની સૌથી વધારે આવક ધરાવતી પાર્ટી

IT Raid: ગાંધીનગરમાં ત્રણ સ્થળે IT વિભાગના દરોડા પડ્યા છે. જેમાં ભારતીય નેશનલ જનતા દળ પાર્ટીના સ્થાપકના ત્યાં રેડ પડી છે. તેમાં સંજય ગજેરાના ઘર અને ઓફિસ પર વહેલી સવારથી સર્ચ શરૂ થયુ છે. જેમાં 957 કરોડની આવક ધરાવતા પક્ષના સ્થાપકના ત્યાં દરોડા પડતા રાજકીય પક્ષોને ફંડ આપવા મુદ્દે તપાસ શરૂ થઈ છે. ADRના અહેવાલ મુજબ દેશની સૌથી વધારે આવક ધરાવતી પાર્ટી છે.

રાજકીય પક્ષોની ઊંચી આવકને લઈને મોટો વિવાદ ઊભો થયો

ગુજરાતમાં રજિસ્ટર્ડ, પરંતુ માન્યતા પ્રાપ્ત ન હોય તેવા રાજકીય પક્ષોની ઊંચી આવકને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. જેમાં દેશના આવા ટોપ-10 કમાણી કરતા પક્ષોમાં ગુજરાતના પાંચ પક્ષોનો સમાવેશ થાય છે, જે પૈકી ભારતીય નેશનલ જનતા દળ રૂ. 957 કરોડની આવક સાથે ટોચ પર છે. આ જ પક્ષના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને આજે વહેલી સવારે ઈન્કમ ટેક્સની ટીમે દરોડા પાડ્યા છે.

Advertisement

Advertisement

આવકવેરા વિભાગના અધિકરીઓની ટીમે તેમના ઘરે પહોંચી

અહેવાલ પ્રમાણે ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરા શહેરના 26 નંબરના સેક્ટરમાં કિસાન નગરમાં રહે છે. આજે સવારે આવકવેરા વિભાગના અધિકરીઓની ટીમે તેમના ઘરે પહોંચી હતી.

Income Tax e-Filling Portal

IT Raid: ઘરે દસ્તાવેજોની ચકાસણી, સંપત્તિ સહિતના પુરાવાઓની તપાસ

આઈટી ટીમ દ્વારા તેમના ઘરે દસ્તાવેજોની ચકાસણી, સંપત્તિ સહિતના પુરાવાઓની તપાસ કરી રહી છે. રાજકીય પક્ષો ચૂંટણીમાં ઓછા મત મેળવે છે તેમને Registered Unrecognized Political Parties(અમાન્ય) ગણવામાં આવે છે. એટલે કે આ પક્ષ ચૂંટણીમાં પંચમાં નોંધાયેલા તો હોય છે પરંતુ ઓછા મતો મળવાના કારણે માન્યતા મળતી નથી. ગુજરાતમાં આવા નોંધાયેલા પાંચ પક્ષોને છેલ્લા પાંચ વર્ષમાં થયેલી લોકસભા ચૂંટણીઓ અને વિધાનસભા ચૂંટણીમાં 22 હજાર જેટલા મતો મળ્યા હતા. એડીઆર રિપોર્ટ મુજબ 2019-20થી 2023-24 સમય દરમિયાન 5 પક્ષો જેટલા ભેગા થઈને કુલ આવક 2316 કરોડ છે જ્યારે એક વર્ષની આવક 1158 કરોડ છે.

આ પણ વાંચો: Tridashank Yog 2025: મંગળ અને શનિ અદ્ભુત યોગ બનાવશે, જેથી આ રાશિઓને થશે મોટો લાભ

Tags :
Advertisement

.

×