Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jan Aarogya Samiti : આરોગ્ય સેવામાં જનભાગીદારી

Jan Aarogya Samiti : ગુજરાતમાં શહેરી વિસ્તાર માટે જન આરોગ્ય સમિતિની રચના અને રોગી કલ્યાણ સમિતિના પુનર્ગઠનની જાહેરાત. આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયા દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરની નવતર  પહેલ
jan aarogya samiti   આરોગ્ય સેવામાં જનભાગીદારી
Advertisement
  • Jan Aarogya Samiti : ગુજરાતમાં શહેરી વિસ્તાર માટે જન આરોગ્ય સમિતિની રચના અને રોગી કલ્યાણ સમિતિના પુનર્ગઠનની જાહેરાત. આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયા દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરની નવતર  પહેલ.

Jan Aarogya Samiti :ગુજરાતના નાગરિકોને ઘરઆંગણે શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી, ભારત સરકારના આયુષ્માન ભારત કાર્યક્રમ અંતર્ગત 'આયુષ્માન ભારત શહેરી આરોગ્ય કેન્દ્રો'ને હવે 'શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર' તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે પારદર્શિતા અને લોકભાગીદારી વધારવા માટે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા(Praful Pansheriya) એ 'જન આરોગ્ય સમિતિ'ના ગઠન અને રોગી કલ્યાણ સમિતિ-rogi kalyan samit ના પુનર્ગઠન (રી-સ્ટ્રક્ચરિંગ) અંગેની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

rogi kalyan samit : આરોગ્ય સેવાઓ અને વિસ્તરણ

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર માત્ર સારવાર પૂરતા સીમિત નહીં રહે, પરંતુ તે Preventive, Curative, Promotive, Rehabilitative અને Palliative care જેવી વ્યાપક સેવાઓ પૂરી પાડતા મુખ્ય કેન્દ્રો બનશે.

Advertisement

ગુજરાતમાં વર્ષ 2021 થી 20000 થી 25000 ની વસ્તી દીઠ એક 'શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર' Ayushman Aarogya Mandir કાર્યરત કરવામાં આવ્યા છે, જે રાજ્યની આરોગ્ય સુરક્ષાને મજબૂત બનાવે છે. અગાઉ 15 સપ્ટેમ્બર,2022ના રોજ ગ્રામ્ય આરોગ્ય હસ્તકના પેટા આરોગ્ય કેન્દ્રો ખાતે જન આરોગ્ય સમિતિની રચના કરવામાં આવી હતી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે હયાત રોગી કલ્યાણ સમિતિની પુનઃ રચના કરીને જન આરોગ્ય સમિતિ બનાવવામાં આવી હતી.

Advertisement

Jan Aarogya Samiti : જન આરોગ્ય સમિતિનું માળખું અને જોગવાઈઓ

  • અધ્યક્ષ અને સભ્ય સચિવ: સમિતિમાં જે-તે વિસ્તારના સ્થાનિક સંસ્થાના વોર્ડ સભ્ય અધ્યક્ષ તરીકે અને ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર સભ્ય સચિવ તરીકે સેવા આપશે.

  • નાણાકીય જોગવાઈ: સમિતિને સ્વાયત્તતા આપવા માટે વાર્ષિક ધોરણે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (UPHC) સ્તરે રૂ. ૧,૭૫,૦૦૦/- અને શહેરી આયુષ્માન આરોગ્ય મંદિર (UAAM) સ્તરે રૂ. 100000/- ના અનટાઈડ ફંડની જોગવાઈ કરવામાં આવી છે.

  • મહિલા પ્રતિનિધિત્વ: માતૃ-બાળ કલ્યાણના મુદ્દાઓને અગ્રતા આપવા માટે સમિતિમાં ઓછામાં ઓછું ૫૦% મહિલા પ્રતિનિધિત્વ ફરજિયાત કરવામાં આવ્યું છે.

  • સમુદાયની ભાગીદારી: સમિતિમાં SC/ST લઘુમતી સમુદાયો, વુમન સેલ્ફ હેલ્પ ગ્રુપ, રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન અને શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓનો સમાવેશ કરાશે.

  • ખાસ આમંત્રિતો: ક્ષય (TB) ચેમ્પિયન્સ, કેન્સર સર્વાઈવર, દિવ્યાંગ વ્યક્તિઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાયને ખાસ આમંત્રિત તરીકે સ્થાન આપી સામાજિક જવાબદારીનો વ્યાપ વધારવામાં આવશે.

બેઠક અને કાર્યકાળ

  • આ સમિતિની બેઠક દર મહિને યોજવામાં આવશે અને તેની મિનિટ ટુ મિનિટની યોગ્ય નોંધ રાખવામાં આવશે. સમિતિના બિન-સરકારી સભ્યોનો કાર્યકાળ ૨ વર્ષનો રહેશે.
  • આ માળખાથી સ્થાનિક પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવશે અને 'જન આરોગ્ય સમિતિ' દ્વારા આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો થશે તેવો મંત્રીએ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો :Gandhinagar: "PM મોદીની વિકાસની રાજનીતિનો વિજય થયો" CM Bhupendrabhai Patel એ ભાજપની જીતને વધાવી

Tags :
Advertisement

.

×