Gujarat : મની લોન્ડરિંગ કેસમાં પત્રકાર મહેશ લાંગાની મુશ્કેલીઓ વધી
- 7 ઓક્ટોબરે મહેશ લાંગા સહિતના સામે FIR થઈ હતી
- પોલીસ તપાસમાં ઘરમાંથી 20 લાખ રોકડ અને કિંમતી દસ્તાવેજો મળ્યાં હતા
- 220થી વધુ બેનામી-નકલી કંપનીઓની બનાવવામાં આવી
Gujarat : મની લોન્ડરિંગ કેસમાં પત્રકાર મહેશ લાંગાની ધરપકડ કરવામાં આવી છે. જેમાં EDએ મની લોન્ડરિંગ કેસમાં 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. શેલ કંપનીઓ બનાવીને નાણાંની હેરાફેરીનો કેસ છે. જેમાં અગાઉ અમદાવાદ, રાજકોટ પોલીસે ધરપકડ કરી હતી. પત્રકાર મહેશ લાંગા લાંબા સમયથી જેલમાં બંધ છે. જેમાં 220થી વધુ નકલી કંપની બનાવી GST કૌભાંડ આચર્યુ હતુ.
7 ઓક્ટોબરે મહેશ લાંગા સહિતના સામે FIR થઈ હતી
7 ઓક્ટોબરે મહેશ લાંગા સહિતના સામે FIR થઈ હતી. જેમાં તપાસમાં 20 લાખ રોકડ, અનેક દસ્તાવેજ મળ્યાં હતા. પત્રકાર મહેશ લાંગાની મની લોન્ડ્રિગ કેસમાં મુશ્કેલીઓ વધી છે. ઈડીની ટીમે મહેશ લાંગાની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. અમદાવાદની મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરીને 4 દિવસની કસ્ટડી મેળવી હતી. 220થી વધુ શેલ કંપનીઓ બનાવીને હવાલાથી રૂપિયાની હેરાફેરીનો મહેશ લાંગા પર આરોપ છે. અગાઉ અમદાવાદ અને રાજકોટ પોલીસે મહેશ લાંગાની ધરપકડ કરી હતી. મહેશ લાંગા હાલમાં જેલમાં બંધ છે. જેમાં GST ફ્રોડ કેસમાં 7 ઓક્ટોબર 2024ના રોજ મહેશ લાંગા સહિતના અન્યો સામે ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસ તપાસમાં ઘરમાંથી 20 લાખ રોકડ અને કિંમતી દસ્તાવેજો મળ્યાં હતા
પોલીસ તપાસમાં ઘરમાંથી 20 લાખ રોકડ અને કિંમતી દસ્તાવેજો મળ્યાં હતા. છેલ્લા બે વર્ષમાં 20 કરોડનું કૌભાંડ આચર્યાનું તપાસમાં સામે આવ્યુ હતુ. હવે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ED સમગ્ર કેસની તપાસ કરી રહી છે. ગુજરાતના પત્રકાર મહેશ લાંગાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 8 ઓક્ટોબર 2024 મંગળવારે સવારે અન્ય ત્રણ સાથે ધરપકડ કરવામાં આવી હતી. ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સ-DGGI દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે 13 કંપનીઓ અને તેમના માલિકો પર કથિત ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) છેતરપિંડી માટે કેસ નોંધાયાના એક દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અજિત રાજિયને મહેશ લાંગાની ધરપકડ અંગે કહ્યું હતું, "અમે તેની પાસેથી 20 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ, કેટલાક સોનું અને જમીનના કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે."
220થી વધુ બેનામી-નકલી કંપનીઓની બનાવવામાં આવી
પોલીસનો આરોપ છે કે GSTની છેતરપિંડીથી સરકારી તિજોરીને નુકસાન થયું છે કારણ કે આરોપીઓએ નકલી બિલ દ્વારા નકલી ITCનો લાભ લીધો હતો અને પાસ કર્યો હતો. FIRમાં આરોપ છે કે આ રેકેટમાં ઉપયોગમાં લેવાયેલા બનાવટી દસ્તાવેજોના આધારે 220થી વધુ બેનામી-નકલી કંપનીઓની બનાવવામાં આવી છે.