Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kajal Vaja Win Silver Medal: ચોરવાડની કાજલ વાજાએ એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીત્યો

જૂનાગઢના ચોરવાડ ગામની કાજલ વાજાએ હોંગકોંગમાં આયોજિત એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 4x100 મીટર રિલેમાં રજત ચંદ્રક જીતી નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો છે. ખેડૂત પુત્રી કાજલે અભ્યાસમાં એક વર્ષનો ડ્રોપ લઈને રમત પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેની આ સફળ પરિણામ સ્વરૂપે તેમને મોટી સિદ્ધિ મળી છે. આ ગૌરવવંતી સિદ્ધિ બદલ રાજ્ય સરકાર અને રમતપ્રેમીઓ તરફથી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
kajal vaja win silver medal  ચોરવાડની કાજલ વાજાએ એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીત્યો
Advertisement

Kajal Vaja Win Silver Medal: ગુજરાતની કાજલ વાજાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે દૃઢ નિશ્ચય અને શિસ્ત હોય તો કોઈપણ મુશ્કેલીને પાર કરી શકાય છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની 19 વર્ષીય કાજલે હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક હાંસલ કર્યો છે. આ સફળતા માત્ર કાજલ માટે જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ છે. કાજલની આ સફર અનેક યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની છે.

નવા રાષ્ટ્રીય રેકોર્ડ સાથે રજત ચંદ્રક પર કબ્જો

આ મહત્વપૂર્ણ સ્પર્ધામાં કાજલે તમિલનાડુ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના સાથી ખેલાડીઓ સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારતીય રિલે ટીમે 4x100 મીટરની દોડ માત્ર 45.05 સેકન્ડમાં પૂર્ણ કરીને રજત ચંદ્રક પોતાના નામે કર્યો હતો. આ પ્રદર્શન સાથે ટીમે 45.08 સેકન્ડનો અગાઉનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને ઇતિહાસ રચ્યો છે. કાજલ અને તેની ટીમે પોતાની ઝડપ, ટીમવર્ક અને શ્રેષ્ઠ બેટન એક્સચેન્જની કલા દ્વારા આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો દબદબો સ્થાપિત કર્યો છે.

Advertisement

પડકારોને હંફાવીને સપનાઓને આપી પાંખ

Advertisement

કાજલની આ સિદ્ધિ તેની આર્થિક પૃષ્ઠભૂમિને જોતા અત્યંત પ્રેરણાદાયી છે. તેના પિતા હીરાભાઈ વાજા ચોરવાડના એક સામાન્ય ખેડૂત છે. આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં, કાજલે પોતાના રમતગમતના સપના સાથે બાંધછોડ કરી ન હતી. આ વર્ષે ધોરણ-12ની પરીક્ષા માટે તેણે એક વર્ષનો ડ્રોપ લઈને રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો કઠિન નિર્ણય લીધો હતો. તેની આ તનતોડ મહેનત આજે રંગ લાવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ કાજલ અને ભારતીય રિલે ટીમના આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ટ્વિટ કરીને તેમને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચોઃ Asiatic Lions News: ગીરમાં સિંહોના સંક્રમણ પર કાબૂ, છેલ્લા 3 દિવસમાં શૂન્ય મૃત્યુ સાથે સ્થિતિ નિયંત્રણમાં

Tags :
Advertisement

.

×