Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

બજેટ રજૂ કર્યા બાદ નાણામંત્રી Kanubhai Desai ની પ્રતિક્રિયા: ગુજરાત બનશે વૈશ્વિક લીડર!

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટને ગુજરાતની સમૃદ્ધિનું સક્ષમ દ્વાર ગણાવ્યું છે. ભારત ચોથી મોટી અર્થવ્યવસ્થા બન્યાની ખુશી સાથે, તેમણે કોમનવેલ્થ ગેમ્સની યજમાનીથી લઈને આદિવાસીઓના પાયાના વિકાસ સુધીની અનેક વાતો કરી છે. માથાદીઠ આવક વધારવી અને છેવાડાના માનવીને મુખ્યધારામાં લાવવા માટેનું સરકારનું આયોજન કેવું છે? જાણો કનુભાઈ દેસાઈના શબ્દોમાં બજેટનો અસલી સાર.
બજેટ રજૂ કર્યા બાદ નાણામંત્રી kanubhai desai ની પ્રતિક્રિયા  ગુજરાત બનશે વૈશ્વિક લીડર
Advertisement
  • ભારત ચોથી મોટી અર્થવ્યવસ્થા, ગુજરાત બનશે ગ્લોબલ હબ (Kanubhai Desai Budget Reaction)
  • નાણામંત્રીએ બજેટ રજૂ કર્યા બાદ વડાપ્રધાન મોદીને પાઠવ્યા અભિનંદન
  • કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ગુજરાત સજ્જ હોવાની કરી ગર્જના
  • આદિજાતિ કલ્યાણ માટે આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડનું મોટું આયોજન
  • રોજગારી અને માથાદીઠ આવક વધારી જનતાને સમૃદ્ધ બનાવવાનું લક્ષ્ય

Kanubhai Desai Budget Reaction: ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ (Kanu Desai) વર્ષ 2026-27 માટેનું 4.08 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યા બાદ પોતાની મહત્વની પ્રતિક્રિયા આપી છે. તેમણે આ બજેટને માત્ર આંકડાઓનો દસ્તાવેજ નહીં, પરંતુ વડાપ્રધાનભાઈ નરેન્દ્ર મોદીના (Narendra Modi) 'વિકસિત ભારત' (Viksit Bharat) ના સંકલ્પને સાકાર કરનારું બ્લુપ્રિન્ટ ગણાવ્યું છે.

Kanubhai Desai Budget Reaction: ભારત વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા

બજેટ રજૂ કરતા કનુભાઈએ હર્ષ વ્યક્ત કર્યો હતો કે ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા (World's 4th Largest Economy) બની ગયું છે. તેમણે આ સિદ્ધિ બદલ વડાપ્રધાન મોદીને ગુજરાતની જનતા વતી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના (Bhupendra Patel) નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રા અવિરત આગળ વધી રહી છે અને રાજ્યની આર્થિક પ્રગતિમાં જીએસટી (GST) સુધારા તેમજ શ્રમ કાયદામાં ફેરફારોએ નાગરિકોની સામાજિક સુરક્ષામાં વધારો કર્યો છે.

Advertisement

Advertisement

કોમનવેલ્થ ગેમ્સ અને રમતગમતનું નવું હબ

નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે ગુજરાત હવે વૈશ્વિક યજમાની માટે તૈયાર છે. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે રમતગમત વિભાગ (Sports Department) ને ખાસ બજેટ ફાળવવામાં આવ્યું છે. રમતગમત માટે કુલ 2,006 કરોડની જોગવાઈ સાથે અમદાવાદને 'ઓલિમ્પિક રેડી' સિટી બનાવવાની નેમ છે, જેમાં SVP સ્પોર્ટ્સ એન્કલેવ માટે 500 કરોડની ફાળવણી મુખ્ય છે.

જનજાતિય કલ્યાણ અને રોજગારી પર ભાર

"કોઈ પાછળ ન રહે અને કોઈ વંચિત ન રહે" તેવા મંત્ર સાથે કનુભાઈએ જાહેરાત કરી કે જનજાતિય કલ્યાણ (Tribal Welfare) માટે આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડનું આયોજન છે. 'પીએમ જનમન' (PM JANMAN) યોજનામાં ગુજરાત બેસ્ટ પર્ફોમિંગ રાજ્ય રહ્યું છે. આ ઉપરાંત, વાઈબ્રન્ટ ગુજરાત (Vibrant Gujarat) સમિટની સફળતાને છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા સરકારે પ્રાદેશિક સંમેલનો શરૂ કર્યા છે, જેનો મુખ્ય ધ્યેય રોજગારી સર્જન અને માથાદીઠ આવકમાં વધારો કરવાનો છે.

આ પણ વાંચો : Gujarat Budget 2026 Highlights : વન, ઊર્જા અને સુરક્ષા પર સરકારનું વિશેષ ધ્યાન, જાણો કયા વિભાગને શું મળ્યું?

Tags :
Advertisement

.

×