ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Khadi product sales : ખાદી ચમકી! ગુજરાતમાં વેચાણનો વિક્રમ

મહાત્મા ગાંધીજીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના વિચારનું જીવંત સ્વરૂપ એવી 'ખાદી' આજે ગુજરાતની ગૌરવ ગાથા અને સ્વાવલંબનનું પ્રતિક બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ચાલી રહેલા 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાનના પગલે ગુજરાત રાજ્યે ખાદી ઉત્પાદનોના વેચાણમાં વિક્રમી સિદ્ધિ હાંસલ કરી છે.
12:56 PM Dec 08, 2025 IST | Kanu Jani
મહાત્મા ગાંધીજીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના વિચારનું જીવંત સ્વરૂપ એવી 'ખાદી' આજે ગુજરાતની ગૌરવ ગાથા અને સ્વાવલંબનનું પ્રતિક બની છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ચાલી રહેલા 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાનના પગલે ગુજરાત રાજ્યે ખાદી ઉત્પાદનોના વેચાણમાં વિક્રમી સિદ્ધિ હાંસલ કરી છે.
  • Khadi product sales :ગુજરાત બન્યું ખાદીનું ગૌરવ: ત્રણ વર્ષમાં રૂ. ૧,૭૦૦ કરોડથી વધુનું વેચાણ

Khadi product sales :મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વમાં ગુજરાત ખાદી વેચાણમાં દેશભરમાં અગ્રેસર બન્યું છે.  મહાત્મા ગાંધીજીના સ્વદેશી અને આત્મનિર્ભરતાના વિચારનું જીવંત સ્વરૂપ એવી 'ખાદી' આજે ગુજરાતની ગૌરવ ગાથા અને સ્વાવલંબનનું પ્રતિક બની છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ચાલી રહેલા 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાનના પગલે ગુજરાત રાજ્યે ખાદી ઉત્પાદનોના વેચાણમાં વિક્રમી સિદ્ધિ હાંસલ કરી છે.

ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ (GKVIB) સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં (વર્ષ ૨૦૨૨-૨૩થી ૨૦૨૪-૨૫) રૂ. ૧,૭૦૦ કરોડથી વધુ ખાદી ઉત્પાદનોનું વેચાણ કરીને સ્વદેશી અભિયાનમાં વિશેષ યોગદાન આપ્યું છે. ખાસ કરીને વર્ષ ૨૦૨૪-૨૫માં અંદાજે રૂ. ૬૮૩ કરોડથી વધુનું વેચાણ નોંધાયું છે, જે દર્શાવે છે કે ગુજરાત સમગ્ર દેશમાં ખાદીનું વેચાણ કરનાર રાજ્ય તરીકે અગ્રેસર બની રહ્યું છે.

Khadi product sales :  હજારો કારીગરોને સતત રોજગારી

ખાદીની વધતી લોકપ્રિયતાને કારણે આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હજારો કાંતનાર અને વણનાર કારીગરોને સતત રોજગારી મળી રહી છે. ખાદી બોર્ડ સાથે સંકળાયેલી સંસ્થાઓ ગ્રામીણ કારીગરોને રોજગારી પૂરી પાડીને તેમજ આ વિરાસતરૂપી કળાને જીવંત રાખીને રાજ્યના આર્થિક-સામાજિક વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહી છે. ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી શ્રી નરેશભાઇ પટેલ અને રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના સબળ નેતૃત્વમાં રાજ્ય સરકાર આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવી રહી છે.

Khadi product sales-ગ્રાહકો માટે ૩૦% ડિસ્કાઉન્ટની યોજના

આધુનિક યુગમાં પણ યુવાઓની પહેલી પસંદ ખાદી બની રહી છે. ખાદીની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન ગ્રાહકોને વિશેષ લાભ આપવામાં આવે છે.

આ સમયગાળામાં ગ્રાહકોને ખાદી ઉત્પાદનો મૂળ કિંમત પર ૩૦ ટકાના ડિસ્કાઉન્ટ ભાવે મળે છે.

આ યોજના હેઠળ ૧૦ ટકા ઉપરાંત વધારાનું ૨૦ ટકા બજાર પ્રોત્સાહન સંસ્થાઓને આપવામાં આવે છે, જે સંસ્થાઓએ છૂટક વેચાણ દરમિયાન ગ્રાહકોને આપવાનું હોય છે.

ગુણવત્તા અને ડિઝાઇન માટે ખાદીની વૈશ્વિક ઓળખ

ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) માન્ય ખાદી સંસ્થાના વેચાણ કેન્દ્રો દ્વારા સુતરાઉ, સિલ્ક, વૂલન અને પોલીવસ્ત્ર ખાદી તેમજ સાડી, ધોતી-કુર્તા, જેકેટ, શાલ, હેન્ડીક્રાફ્ટ જેવી વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે.

ખાદી બોર્ડની યાદીમાં જણાવ્યા મુજબ, આજે ગુજરાતની ખાદી ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશ અને વિદેશમાં પણ પોતાની ગુણવત્તા અને ડિઝાઇન માટે જાણીતી બની છે. દરેક ગુજરાતીના મનમાં ખાદી પ્રત્યે વિશેષ ગૌરવની અને સ્વાભિમાનની લાગણી છે. રાજ્ય સરકાર ખાદી ઉત્પાદન સાથે સંકળાયેલી માન્ય સંસ્થાઓને અન્ય યોજનાઓ દ્વારા પણ વિવિધ સહાય પૂરી પાડીને ખાદીના ઉત્પાદન અને ઉપયોગને સતત પ્રોત્સાહન આપી રહી છે.

આ પણ વાંચો: પ્રમુખસ્વામી મહારાજના પ્રેમમાં ડૂબ્યા 50 હજાર ભક્તો : 75 વર્ષની સેવાયાત્રાને ભાવુક અંજલી

Tags :
CM Bhupendra PatelGKVIBKhadiKhadi product salesKVIC
Next Article