Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Kheti Madadnish recruitment : પારદર્શક ભરતી: 415 યુવાઓ બન્યા કૃષિ વિભાગના નવા 'કર્મયોગી'

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે ગુજરાતના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં 415 નવા 'ખેતી મદદનીશ' યુવાઓને નિમણૂક પત્રો એનાયત કર્યા અને પ્રાકૃતિક ખેતી અંગેનું આહ્વાન પણ કર્યું.
kheti madadnish recruitment   પારદર્શક ભરતી  415 યુવાઓ બન્યા કૃષિ વિભાગના નવા  કર્મયોગી
Advertisement

Kheti Madadnish recruitment :  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં 415 નવા 'ખેતી મદદનીશ' યુવાઓને નિમણૂક પત્રો એનાયત કર્યા અને પ્રાકૃતિક ખેતી અંગેનું આહ્વાન પણ કર્યું. 

ગુજરાત રાજ્ય હંમેશા કૃષિ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે અને રાજ્યના ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં વધુ એક મજબૂત કદમ ઉઠાવતા રાજ્ય સરકાર દ્વારા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં નવા યુવા ધનનો ઉમેરો કરવામાં આવ્યો છે. ખેડૂતોના કલ્યાણ, કૃષિ ક્ષેત્રના આધુનિકીકરણ અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુસર તાજેતરમાં ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી રાજ્યના કૃષિ વિભાગ અને ખેડૂતોને નવી ઊર્જા મળશે.

Advertisement

ગુજરાત રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગમાં 415 જેટલા યુવા કર્મયોગીઓનો નવો વર્કફોર્સ જોડાયો છે. ગાંધીનગર ખાતે યોજાયેલા એક સાદગીપૂર્ણ અને ગૌરવશાળી સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra ) ખેતી મદદનીશ સંવર્ગના ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી(PM Narendra Modi)ની અપીલને અનુરૂપ, પ્રતિક રૂપે ૨૧ યુવાઓને રૂબરૂમાં નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના તમામ પસંદગી પામેલા યુવાઓને ઈ-મેલ મારફતે નિમણૂક પત્રો મોકલી આપવામાં આવ્યા છે.

Advertisement

Kheti Madadnish recruitment : માત્ર મેરિટના આધારે ભરતી

  • પારદર્શક ભરતી: કોઈપણ વચેટિયા કે ભલામણ વિના માત્ર મેરિટના આધારે ૪૧૫ યુવાઓની ખેતી મદદનીશ તરીકે પસંદગી.

  • પ્રાકૃતિક ખેતી પર ભાર: ખેડૂતોને રાસાયણિક ખાતરના સ્થાને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા નવનિયુક્ત યુવાઓને માર્ગદર્શન.

  • ‘ખેતી બચાવો અભિયાન’: જમીનને બચાવવા માટે જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવા કૃષિ મંત્રીની અપીલ.

Kheti Madadnish recruitment : અન્નદાતાઓને મદદરૂપ થવાની ઈશ્વરીય તક

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ નવનિયુક્ત યુવાઓને પ્રેરણા આપતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળીને સમાજને સ્વાસ્થ્યપ્રદ જીવન આપવાની આ એક ઈશ્વરીય તક છે. ખાતરની અછતના પરિપ્રેક્ષ્યમાં આયાત ઘટાડવા અને દેશને આત્મનિર્ભર બનાવવા વડાપ્રધાનની અપીલને ખેડૂતો સુધી પહોંચાડવાની મોટી જવાબદારી આ યુવાઓના શિરે છે. તેમણે યુવાઓને કાર્યપદ્ધતિમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા અને સતત અપગ્રેડ થઈને 'વિકસિત ભારત'ના નિર્માણમાં 'વિકસિત અને આત્મનિર્ભર ગુજરાત' થકી યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

કૃષિ ક્ષેત્ર દેશના અર્થતંત્રનો પાયો છે

કાર્યક્રમમાં ઉપસ્થિત કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણી(Jitubhai Vaghani) એ પારદર્શક ભરતી પ્રક્રિયાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પારદર્શક નીતિને કારણે યુવાનો પોતાની મહેનતથી સરકારી સેવામાં જોડાઈ રહ્યા છે. ખેડૂતોની સેવા એ માત્ર નોકરી નથી પરંતુ પરોપકારનું કાર્ય છે. ‘ખેતી બચાઓ અભિયાન’નો ઉલ્લેખ કરતા મંત્રીએ યુવાઓને ખેડૂતોમાં કાઉન્સિલિંગ કરી જંતુનાશકોનો બેફામ ઉપયોગ અટકાવવા જણાવ્યું હતું. તેમણે યુવાઓને નોકરીના શરૂઆતના સમયમાં બદલી શોધવાને બદલે ફિલ્ડ વર્ક કરી બહોળો અનુભવ મેળવવાની સલાહ આપી હતી.

પારદર્શક ભરતી પ્રક્રિયાનું આયોજન

આ પ્રસંગે કૃષિ અગ્ર સચિવ શ્રી આર. સી. મીણાએ ભરતી પ્રક્રિયાની પારદર્શક પદ્ધતિ વિશે માહિતી આપી નવનિયુક્ત ઉમેદવારોને વિભાગમાં આવકાર્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે સહિત કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ તથા ખેતી નિયામક કચેરીના વરિષ્ઠ અધિકારીઓ અને યુવાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

આમ, આ નિમણૂક પત્ર વિતરણ સમારોહ માત્ર એક ઔપચારિક કાર્યક્રમ ન બની રહેતાં, રાજ્યના કૃષિ ક્ષેત્રે 'પ્રાકૃતિક ખેતી' અને 'આત્મનિર્ભરતા' તરફના એક મોટા પરિવર્તનનો પ્રારંભ બન્યો છે. આ 415 નવનિયુક્ત યુવા કર્મયોગીઓ પોતાના જ્ઞાન, મહેનત અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી છેવાડાના ખેડૂતો સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડશે અને ગુજરાતના કૃષિ વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જશે તેવી દૃઢ આશા છે. પારદર્શક રીતે પસંદગી પામેલું આ યુવાધન ખરા અર્થમાં 'કર્મયોગી' બનીને અન્નદાતાઓની સેવામાં અગ્રેસર રહેશે.

You Tube link :https://youtu.be/hT_rTQV1YQA

આ પણ વાંચો: Ahmedabad : બિસ્કિટની આડમાં યુવાધનની બરબાદી! એક ખેપિયા પાસેથી 14 કરોડનું ડ્રગ્સ જપ્ત

Tags :
Advertisement

.

×