Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Khyati Hospital Scam : આરોપી મિલાપ પટેલની તપાસમાં ચોંકાવનારા ખુલાસા! આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ

આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મિલાપ પટેલને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરાશે.
khyati hospital scam   આરોપી મિલાપ પટેલની તપાસમાં ચોંકાવનારા ખુલાસા  આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ
Advertisement
  1. અમદાવાદનાં ખ્યાતિકાંડમાં આરોગ્ય વિભાગનો કર્મચારી સકંજામાં (Khyati Hospital Scam)
  2. લાખોની સંખ્યામાં ખોટા આયુષ્યમાન કાર્ડ એપ્રૂવ કર્યા હોવાનો આરોપ
  3. મિલાપ પટેલની Gandhinagar માંથી કરાઈ ધરપકડ

અમદાવાદનાં બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ (Khyati Hospital Scam) મામલે ગત રોજ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી ગાંધીનગર આરોગ્ય વિભાગનાં કમર્ચારી મિલાપ પટેલની ધરપકડ કરી હતી. મિલાપની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થયા છે. હાલ, તપાસ ચાલુ છે. આજે ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા મિલાપ પટેલ સહિત 3 લોકોને કોર્ટમાં રજૂ કરી 14 દિવસનાં રિમાન્ડની માગ કરી છે.

કોર્ટમાં મિલાપ પટેલે કરી આ રજૂઆત

અમદાવાદનાં (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે વધુ એક આરોપી મિલાપ પટેલની ગત રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મિલાપ પટેલ સહિત 3 લોકોને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરાશે. માહિતી અનુસાર, કોર્ટે આરોપીઓને પૂછ્યું હતું કે, કંઈક કહેવું છે. દરમિયાન, મિલાપ પટેલે રજૂઆત કરી હતી કે, ક્રાઇમ બ્રાન્ચે 25 તારીખે સાંજે પૂછપરછ માટે બોલાવ્યો હતો. 25, 26, અને 27 તારીખે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કાયદાકીય પ્રક્રિયાથી વિપરીત રીતે કામગીરી કર્યા હોવાની વકીલે રજૂઆત કરી હતી.

Advertisement

Advertisement

કોર્ટમાં સરકારી વકીલની દલીલ

બીજી તરફ સરકારી વકીલે રજૂઆત કરતા જણાવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલમાં (Khyati Hospital Scam) જે લોકો આવતા એમની પાસે PMJAY કાર્ડ ન હોવાથી તેમના માટે કામગીરી કરવામાં આવતી હતી. નિખિલ પારેખનું કામ એપ્રૂવલમાં આપવાનું હતું. જ્યારે, નિમેશ ડોડીયા (Nimesh Dodia) પણ કાર્ડ બનાવવાની સિસ્ટમમાં છેડછાડ કરતો હતો. ખ્યાતિ હોસ્પિટલમાં થતાં કામગીરીને કારણે ભારણ વધુ હતું. આરોપી ચિરાગ રાજપૂતે (Chirag Rajput) કહ્યું કે, હવે ભારણ વધુ છે એટલે કંઈક કરવું પડશે. કાર્ડ માટે અપ્રૂવલ આપવામાં આવતું હતું અને તેનાં બદલામાં નાણાકીય આપ-લે થતી હતી. સરકારી વકીલે જણાવ્યું કે, આ તમામ આરોપીઓનાં કોમન લોકેશન મળી આવ્યા છે. ડો. શૈલેષના કહેવાથી આ કાંડ થતો હતો.

આ પણ વાંચો - Ahmedabad: ‘ગલીએ ગલીએ વેચાઈ રહ્યાં છે નશાકારક દ્રવ્યો’ સ્પે. NDPS કોર્ટે ડ્રગ્સ મામલે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો

ડો. શૈલેષ અને ખ્યાતિ હોસ્પિટલનાં સંચાલક મેળાપીપણામાં કામ કરતા હતા ? : કોર્ટ

સુનાવણીમાં કોર્ટે પૂછ્યું કે, ડો. શૈલેષ અને ખ્યાતિ હોસ્પિટલનાં સંચાલક મેળાપીપણામાં કામ કરતા હતા ? ત્યારે મિલાપ પટેલનાં વકીલે કોર્ટમાં રજૂઆત કરી કે, ડો. શૈલેષનાં કહેવાથી તે ગ્રૂપમાં એડ થયો હતો. તેનું કામ પણ આ PMJAY માં તપાસ કરવાનું હતું. પોલીસ તપાસ પહેલા તપાસ કરીને મિલાપ પટેલે સરકારને રિપોર્ટ આપેલો છે. આ ઘટના પહેલા 8 માં મહિનામાં પણ મિલાપ પટેલે સરકારને એક રિપોર્ટ આપ્યા હોવાની રજૂઆત વકીલ દ્વારા કરાઈ હતી. જે પ્રકારે ગેરરીતિ થતી હતી તે અંગેનો અહેવાલ પણ સરકારને આપવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, આ મામલે 3 આરોપીઓનાં 3 દિવસનાં રિમાન્ડ મંજૂર થયા છે.

આરોપીએ લાખો ખોટા આયુષ્યમાન કાર્ડ એપ્રૂવ કર્યાનો આરોપ

અમદાવાદનાં (Ahmedabad) ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે વધુ એક આરોપી મિલાપ પટેલની ગત રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. મિલાપ પટેલને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરાશે. આરોપી ગાંધીનગર (Gandhinagar) આરોગ્ય વિભાગનો કમર્ચારીની ગાંધીનગરમાંથી જ ધરપકડ કરાઈ હતી. મિલાપ પટેલની પૂછપરછમાં વધુ મોટા ઘટસ્ફોટ થવાની વકી છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, આરોપીએ લાખોની સંખ્યામાં ખોટા આયુષ્માન કાર્ડ એપ્રૂવ કર્યા હતા. 10 દિવસ પહેલાં પકડાયેલી ગેંગ સાથે પણ મિલાપનું કનેક્શન નીકળ્યું છે.

આ પણ વાંચો - Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા

આરોગ્ય વિભાગની કામગીરી સામે અનેક સવાલ

પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી મિલાપ પટેલ (Milap Patel) વર્ષ 2017 થી કોન્ટ્રાક્ટનાં આધારે કામગીરી કરતો હતો. હજુ પણ બે કર્મચારીઓ ક્રાઈમ બ્રાંચની રડારમાં છે. આ અંગે ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું કે, નિમેષ ડોડીયાએ મિલાપ પટેલનો સંપર્ક કર્યો હતો. નિમેષ ડોડીયાએ કાર્ડ દીઠ રૂ. 500 આપવાની વાત કરી હતી. નિમેષે અત્યાર સુધી 3 હજારથી વધુ કાર્ડ (Ayushman Cards) બનાવડાવ્યા છે. જો કે, આ ઘટના ઘટસ્ફોટ બાદ લોકો વચ્ચે આરોગ્ય વિભાગની (Health Department) કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે કે...

> આરોગ્ય વિભાગને જાગતા મહિનાઓ લાગી ગયા!
> શું ભીનું સંકેલવા આરોગ્ય વિભાગ કરી રહ્યું હતું તાગડધિન્ના ?
> કોને બચાવવા આરોગ્ય વિભાગ નીકળ્યો હતો ?
> હજુ સુધી ખ્યાતિનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ ક્યાં ?
> હજુ સુધી કાર્તિક પટેલની કેમ નથી થઇ ધરપકડ ?
> ખ્યાતિ કાંડનો રાક્ષસ કાર્તિક પટેલ કેમ હજુ પોલીસ પકડથી બહાર ?

આ પણ વાંચો - BZ Group Scam : મયુર દરજીની અરજી પર સુનાવણી, રૂ. 4 કરોડથી વધુ ઉઘરાવ્યાંનો ઘટસ્ફોટ!

Tags :
Advertisement

.

×