મંકીપોક્સના શંકાસ્પદ કેસ વચ્ચે ગુજરાતમાં જાણો કોરોનાની સ્થિતિ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 871 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 1031 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.63 ટકા થઈ ગયો છે.રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 6246 એક્ટિવ કેસ છે. જેમાંથી 23 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6223 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,41,363 દર્àª
04:44 PM Aug 04, 2022 IST
|
Vipul Pandya
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 871 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 1031 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.63 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 6246 એક્ટિવ કેસ છે. જેમાંથી 23 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6223 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,41,363 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,972 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 281 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશન 71, મહેસાણા 44, સુરત 42, રાજકોટ કોર્પોરેશન 38, ગાંધીનગર 36, રાજકોટ 35, સુરત કોર્પોરેશન 30, અમરેલી 29, ગાંધીનગર 36, સુરત કોર્પોરેશન 30, અમરેલી 29, ગાંધીનગર કોર્પોરેશન 28, કચ્છ 27, બનાસકાંઠા 21, નવસારી 18, પાટણ 18, આણંદ 16, વડોદરા 14, મોરબી 13, વલસાડ 13, જામનગર કોર્પોરેશન 11, અરવલ્લી 10, પોરબંદર 10, સાબરકાંઠા 10, સુરેન્દ્રનગર 8 એમ કુલ 871 કેસ નોંધાયા છે.
જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે 5,22,127 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 2342 ને રસીનો પ્રથમ અને 6873 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.15-17 વર્ષના લોકો પૈકી 105 ને રસીનો પ્રથમ અને 1902 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 54107 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 2129 ને રસીનો પ્રથમ અને 5473 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 449196 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ11,78,64,307 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.
Next Article