Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Krishna-Rukshmani pilgrimage :માધવપુર તીર્થક્ષેત્રની કાયાપલટ થશે

Krishna-Rukshmani pilgrimage -પોરબંદરના માધવપુર ઘેડ ખાતે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી યાત્રાધામનો વિકાસ:  ગુજરાતમાં ‘વિકાસ ભી, વિરાસત ભી’-Vikas bhi Virasat bhi ના મંત્ર હેઠળ પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આવેલા શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી યાત્રાધામના વિકાસ માટે કુલ અંદાજે ₹ ૯૧ કરોડથી વધુનો ખર્ચ...
krishna rukshmani pilgrimage  માધવપુર તીર્થક્ષેત્રની કાયાપલટ થશે
Advertisement

Krishna-Rukshmani pilgrimage -પોરબંદરના માધવપુર ઘેડ ખાતે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી યાત્રાધામનો વિકાસ: 

વિકાસના સતત નવા કીર્તિમાનો સ્થાપીને ભારતીય ઐતિહાસિક અને ધાર્મિક વિરાસતોની જાળવણી અને સંવર્ધન કરવાના **‘વિકાસ ભી, વિરાસત ભી’**ના મંત્ર સાથે બહુમુખી વિકાસની એક આગવી પેટર્ન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત સહિત ભારતભરમાં અવિરતપણે વિકસી રહી છે.

આ મંત્રને સાકાર કરવા માટે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ, રાજ્યના પવિત્ર-પ્રસિદ્ધ યાત્રાધામો જેવા કે:

  • અંબાજી

  • દ્વારકા

  • પાવાગઢ

  • બહુચરાજી

વગેરે આધ્યાત્મિક તીર્થ સ્થળોનો ભારતભરમાંથી આવતા ભક્તો અને યાત્રાળુઓ માટે ૩૬૦ ડિગ્રીથી સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે.

પોરબંદરના માધવપુર ઘેડ ખાતે શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી યાત્રાધામનો વિકાસ

આ આધ્યાત્મિક તીર્થ સ્થળોની વિકાસ યાત્રાને સતત આગળ વધારતાં, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આવેલા શ્રી કૃષ્ણ-રૂક્ષ્મણી યાત્રાધામના વિકાસ માટે અંદાજે કુલ ₹ ૯૧ કરોડથી વધુના ખર્ચે વિકાસ કામો હાથ ધરવામાં આવી રહ્યા છે.

શ્રી કૃષ્ણ - રૂક્ષ્મણી માતા યાત્રાધામના માસ્ટર પ્લાનમાં માધવપુર ગામમાં એકબીજાથી આશરે એક કિ.મી. જેટલા અંતરે આવેલા વિવિધ સ્થળોને આવરી લઈને તેનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે, જેના પરિણામે આ યાત્રાધામની મુલાકાત લેતા યાત્રાળુઓને અનેકવિધ નવીન સુવિધાઓ ઉપલબ્ધ થશે.

પ્રથમ તબક્કાનું લોકાર્પણ (અંદાજે ₹ ૪૮ કરોડ)

મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રથમ તબક્કામાં અંદાજે ₹ ૪૮ કરોડના ખર્ચે નીચે મુજબના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું:

  • શ્રી રૂક્ષ્મણી માતા મંદિર

  • ચૉરી માયરાની જગ્યા

  • માધવરાયજી મંદિર જતાં રસ્તા પર બીચ ડેવલોપમેન્ટ

  • બ્રહ્મ કુંડ

  • મેળા ગ્રાઉન્ડ

બીજા તબક્કાના વિકાસ કામો (અંદાજે ₹ ૪૩.૭૨ કરોડ)

બીજા તબક્કામાં અંદાજે ₹ ૪૩.૭૨ કરોડના ખર્ચે નીચે મુજબના મુખ્ય કાર્યો હાથ ધરવામાં આવશે:

  • શ્રી માધવરાયજી મંદિરનું પુનઃનિર્માણ.

  • મંદિર પાસે ૩૦૦ મીટર બીચ ડેવલપમેન્ટ અને પાર્કિંગ માટે પરિસરનો વિકાસ.

  • અન્ય પાયાની સુવિધાઓનું નિર્માણ.

અન્ય સ્થળોના વિકાસનો સમાવેશ

  • કાચબા ઉછેર કેન્દ્રથી માધવરાયજીના મંદિર સુધીનો રસ્તો ૦૯ મીટર પહોળો કરવો.

  • બીચ એરિયામાં ફૂડ કિઓસ્ક અને શૌચાલય વગેરેની સુવિધા.

  • પાર્કિંગ અને ફૂડ કોર્ટ.

  • જુદા-જુદા પ્રકારના સ્કલ્પચર, સાઇનેજીસ, ફાઉન્ટેન, સેલ્ફી પોઇન્ટ સહિત લેન્ડસ્કેપિંગ.

ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જણાવાયા મુજબ, આ વિકાસકાર્યો થકી માધવપુરનો સર્વાંગી વિકાસ થશે અને દૂર-દૂરથી આવતા પ્રવાસીઓ-શ્રદ્ધાળુઓની સુવિધામાં અનેકગણો વધારો થશે, જેના પરિણામે ગુજરાત આધ્યાત્મિક પ્રવાસન ક્ષેત્રે વધુ સિદ્ધિઓ સર કરશે.

આ પણ વાંચો : Ahmedabad : વિરમગામ-ધોળકાનાં દર્દીઓનાં પરિવારોએ સ્વજનનું અંગદાન કરી જનસેવાની જ્યોત પ્રજ્વલિત રાખી

Tags :
Advertisement

.

×