Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Kshatriya Thakor Samaj: ગેનીબેને કહ્યું- 'આપણો સમાજ હવે પટાવાળા અને સિક્યુરિટીથી બહાર નીકળી IAS-IPS બને'

Kshatriya Thakor Samaj: અલ્પેશ ઠાકોરને માન આપીને સમાજના આગેવાનો એકત્ર થયા છે અંધશ્રદ્ધા, કુપોષણ, શિક્ષણના અભાવ, કુરિવાજો જેવા પરિબળો સામે લડવાનું છે ઠંડીમાં અડધી રાત્રે કરેલો પરિશ્રમ વ્યર્થ નહી જાય - ગેનીબેન ઠાકોર Kshatriya Thakor Samaj: અભ્યુદય સંમેલનમાં સાંસદ...
kshatriya thakor samaj  ગેનીબેને કહ્યું   આપણો સમાજ હવે પટાવાળા અને સિક્યુરિટીથી બહાર નીકળી ias ips બને
Advertisement
  • Kshatriya Thakor Samaj: અલ્પેશ ઠાકોરને માન આપીને સમાજના આગેવાનો એકત્ર થયા છે
  • અંધશ્રદ્ધા, કુપોષણ, શિક્ષણના અભાવ, કુરિવાજો જેવા પરિબળો સામે લડવાનું છે
  • ઠંડીમાં અડધી રાત્રે કરેલો પરિશ્રમ વ્યર્થ નહી જાય - ગેનીબેન ઠાકોર

Kshatriya Thakor Samaj: અભ્યુદય સંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે સંબોધન કરતા જણાવ્યું છે કે અલ્પેશ ઠાકોરને માન આપીને સમાજના આગેવાનો એકત્ર થયા છે. આપડે ઘણા પરિબળો સામે લડવાનું છે. અંધશ્રદ્ધા, કુપોષણ, શિક્ષણના અભાવ, કુરિવાજો જેવા પરિબળો સામે લડવાનું છે. જે સમાજોએ પોતાના સમાજની ચિંતા કરી તે સમાજ આગળ વધ્યો. વિકસિત સમાજો પરથી આપડા સમાજે પ્રેરણા લેવી જોઈએ. ગુજરાતના ચારેય દિશાના પાયાઓ ભેગા થાય તો સમાજ એક થઈ જશે. સમય કોઈની રાહ જોતો નથી.

સમય સાથે સમાજે તાલ મેળવવો પડશે

સમય સાથે સમાજે તાલ મેળવવો પડશે. મજબૂત શૈક્ષણિક સંસ્થાઓ બનાવવી પડશે. સ્કીલ નિર્માણ પામે તેવી સંસ્થાઓ નિર્માણ કરવી પડશે. 21 સદી પ્રમાણે નુ એજ્યુકેશન મેળવવું પડશે. પટાવાળા, સિક્યોરિટીમાંથી સમાજે આગળ વધવું પડશે. ઠાકોર સમાજનો દીકરો IAS અધિકારી બને તેવી વ્યવસ્થાઓ કરવી પડશે. દરેક પક્ષના આગેવાનોએ એકતાના દર્શન કરાવ્યા છે. અડધી રાત્રે સમાજના આગેવાનો સમાજની ચિંતા કરવા ભેગા થયા છીએ. તન, મન, ધનથી સમાજ સેવા કરવી જોઈએ. આ સમાજ સેવાન થાય તો કઇ નહી પણ કોઈને નડીએ નહી તે મોટી સમાજ સેવા છે. સમાજને હું નેતાઓ વતી ખાતરી આપું છુ.

Advertisement

Advertisement

Kshatriya Thakor Samaj: ઠંડીમાં અડધી રાત્રે કરેલો પરિશ્રમ વ્યર્થ નહી જાય

ઠંડીમાં અડધી રાત્રે કરેલો પરિશ્રમ વ્યર્થ નહી જાય. સમાજ માટેની જમીનનું ખાતમુહૂર્ત આજે થશે. જલ્દી જ ત્યાં એક સંકુલ નિર્માણ પામશે. રાજકારણએ વ્યક્તિગત વિષય છે. સમાજનું કામ એ સામાજિક કામ છે. તંત્રકે વ્યક્તિ દ્વારા સમાજના કોઈ વ્યક્તિને અન્યાય થાય ત્યારે બધાએ એક થવું પડશે. સમાજની સૌથી મોટી સમસ્યા બાળ લગ્ન પણ છે.

ઠાકોરની દીકરીઓ માટેની શૈક્ષણિક વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે

ઠાકોરની દીકરીઓ માટેની શૈક્ષણિક વ્યવસ્થાઓ ઊભી કરવી પડશે. રાજકીય લોકો એક થાય એવું સમાજ કહેતો. તેની શરૂઆત બનાસકાંઠાના દિયોદરથી થઈ છે. ઉતર ગુજરાતે ઠાકોર સમાજનું બંધારણ તૈયાર કર્યું છે. એક સમાજ એક રિવાજનો અમારો નારો છે. ડીજે અંગેની વિક્રમ ઠાકોરે માગણી મૂકી છે. બંધારણ એ ગેનીબેને નહી બનાવ્યું પણ સમાજે બનાવ્યું છે. એક વર્ષ બાદ સમાજના બંધારણ અંગે ફરી ચર્ચા થશે. એક વર્ષ બાદ જ બંધારણમાં ફેરફાર થઇ શકશે હાલ કઈ નહી થઈ શકે.

આ પણ વાંચો: LIVE: Kshatriya Thakor Samaj: સમાજ રાતના 3 વાગ્યે જાગ્યો હોય તેને કોઈ પાછો નહી પાડે - અલ્પેશ ઠાકોર

Tags :
Advertisement

.

×