Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gujarat First Exclusive: કુડાસણ સ્લેબ દુર્ઘટના સમયે ત્રણેય કોન્ટ્રાક્ટર ગાયબ, ગૃહમંત્રી, ધારાસભ્યો, ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે

Kudasan Bosky The Empire Slab Collapse: ગાંધીનગરના કુડાસણ ખાતે 'બોસ્કી ધ એમ્પાયર' નિર્માણાધીન સાઇટ પર સેન્ટિંગ સ્ટ્રક્ચર અને સ્લેબ ધરાશાયી થતાં 10 થી 15 શ્રમિકો દબાયાની આશંકા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળે હાજર છે. NDRF, SDRF અને ફાયર ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન જારી છે, જ્યારે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ સિવિલ હોસ્પિટલ પહોંચી સારવાર વ્યવસ્થાની સમીક્ષા કરી છે.
gujarat first exclusive  કુડાસણ સ્લેબ દુર્ઘટના સમયે ત્રણેય કોન્ટ્રાક્ટર ગાયબ  ગૃહમંત્રી  ધારાસભ્યો  ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે
Advertisement

Kudasan Bosky The Empire Slab Collapse: પાટનગર ગાંધીનગરના કુડાસણ (Kudasan) વિસ્તારમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. કુડાસણ ખાતે નિર્માણાધીન 'બોસ્કી ધ એમ્પાયર' (Bosky The Empire) નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક સેન્ટિંગ સ્ટ્રક્ચર (Centering Structure) સાથે આખો સ્લેબ ધડાકાભેર ધરાશાયી થઈ ગયો હતો. વિશાળ સ્લેબ તૂટી પડતાં સાઇટ પર કામ કરી રહેલા 10 થી 15 જેટલા શ્રમિકો ભારે કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા છે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર 13 લોકો સારવાર હેઠળ જેમાંથી 4 લોકોની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ સત્તાવાર જાનહાનિના અહેવાલ મળ્યા નથી.

Tags :
Advertisement

.

×