Gandhinagar: લક્ઝમબર્ગના નાણામંત્રીની CM ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત
- Gandhinagar: લક્ઝમબર્ગના નાણામંત્રીની CM ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત
- નાણામંત્રી ગિલિસ રોથનીની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત
- ગ્રીન એનર્જી, ગ્રીન ફાયનાન્સિંગ અને ગ્રોથમાં સહયોગ અંગે ચર્ચા
Gandhinagar: ગાંધીનગર ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) અને લક્ઝમબર્ગ (Luxembourg) ના નાણામંત્રી ગિલિસ રોથ (Gilles Roth) D અને તેમના પ્રતિનિધિમંડળ વચ્ચે એક મહત્વપૂર્ણ સૌજન્ય મુલાકાત યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવો અને ખાસ કરીને પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ્સમાં રોકાણની તકો તપાસવાનો હતો.
Gandhinagar: ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ પર ભાર
મુલાકાત દરમિયાન મુખ્યત્વે ગ્રીન એનર્જી (Green Energy), ગ્રીન ફાયનાન્સિંગ (Green Financing) અને સર્વાંગી વિકાસ (Growth) જેવા ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ સાધવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ X જણાવ્યું અમે ગ્રીન બોન્ડ્સ અને ટકાઉ ફાઇનાન્સમાં લક્ઝમબર્ગની વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત કુશળતાનો ઉપયોગ કરીને ગુજરાતના ગ્રીન ગ્રોથ અને ક્લાયમેટ-રેઝિલિઅન્ટ ડેવલપમેન્ટ પહેલને વધુ મજબૂત બનાવવા પર ઉત્પાદક ચર્ચાઓ કરી. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) અને લક્ઝમબર્ગના કમિશન ડી સર્વેલન્સ ડુ સેક્ટર ફાઇનાન્સિયર (CSSF) વચ્ચે વધતા સહકારની પણ નોંધ લીધી, જે GIFT સિટી દ્વારા વૈશ્વિક નાણાકીય જોડાણને વધારી રહ્યું છે.
Pleased to meet Mr. Gilles Roth, Finance Minister of Luxembourg, and his delegation in Gandhinagar.
Under the visionary leadership of Hon’ble PM Shri @narendramodi, Gujarat has emerged as a state known for prudent financial management and is steadily advancing towards leadership… pic.twitter.com/4zOdKhaf05
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 26, 2026
ગિફ્ટ સિટીમાં રોકાણની તૈયારી
લક્ઝમબર્ગના નાણામંત્રીએ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી (GIFT City) ની મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપલબ્ધ વિશ્વસ્તરીય સુવિધાઓની પ્રશંસા કરી હતી. તેમણે ગિફ્ટ સિટીમાં મોટા પાયે રોકાણ કરવાની અને પોતાની નાણાકીય સંસ્થાઓના એકમો સ્થાપવાની ઉત્સુકતા દર્શાવી હતી. આ પ્રક્રિયાને વેગ આપવા માટે IFSCA (International Financial Services Centres Authority) અને લક્ઝમબર્ગની નિયામક સંસ્થા CSSF (Commission de Surveillance du Secteur Financier) વચ્ચે ભારત-લક્ઝમબર્ગના સહયોગ માટેના MOU પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
લક્ઝમબર્ગના નાણામંત્રીની CM ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત
નાણામંત્રી ગિલિસ રોથનીની ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત
ગ્રીન એનર્જી, ગ્રીન ફાયનાન્સિંગ અને ગ્રોથમાં સહયોગ અંગે ચર્ચા
લોંગટર્મ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ અંગે ચર્ચા
લક્ઝમબર્ગે ગિફ્ટ સિટીમાં રોકાણ અંગે દર્શાવી… pic.twitter.com/LFPelZGZqh— Gujarat First (@GujaratFirst) February 26, 2026
વાયબ્રન્ટ ગુજરાત 2027 માટે આમંત્રણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લક્ઝમબર્ગના નાણામંત્રી અને તેમના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ (Delegation) ને આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 (Vibrant Gujarat Global Summit 2027) માં સહભાગી થવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું. પ્રતિભાવમાં લક્ઝમબર્ગના મંત્રીએ પણ ગુજરાત સરકારના પ્રતિનિધિઓને ગ્રાન્ડ ડચી (Grand Duchy) એટલે કે લક્ઝમબર્ગની મુલાકાત લેવા માટે સત્તાવાર આમંત્રણ આપ્યું હતું, જેથી બંને પ્રદેશો વચ્ચેના વ્યાપારી સંબંધો વધુ ગાઢ બની શકે.
આ પણ વાંચોઃ ભાજપનો વિરોધ કરતાં કરતાં ભારતનો વિરોધ..! CM Bhupendrabhai Patel એ કોંગ્રેસને આપ્યો જવાબ
આ પણ વાંચોઃ ઇન્ડિયા AI સમિટમાં ગુજરાતના Amul AI ની ગુંજ સંભળાઈ! CM ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું ટ્વીટ


