Gandhinagar માં યોજાશે ઠાકોર સમાજનું મહાસંમેલન, અલ્પેશભાઈ ઠાકોરે શું કહયું ?
- સંગાંધીનગર (Gandhinagar) માં 26 જાન્યુઆરીએ ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન
- અલ્પેશભાઈ ઠાકોરના નેતૃત્વમાં યોજાશે ઐતિહાસિક સંમેલન
- અભ્યુદય મહાસંમેલનને ગેનીબેન ઠાકોરનું સમર્થન
- ગાંધીનગરના રામકથા મેદાનમાં ઉમટશે 2 લાખનું મેદની!
Gandhinagar: રાજ્યના ઠાકોર સમાજ (Thakor community) ના લોકો માટે 26 જાન્યુઆરીનો દિવસ ખાસ બનવા જઈ રહ્યો છે. 26 જાન્યુઆરીએ રાત્રે 3 વાગ્યે ઠાકોર સમાજનું સંમેલન મળશે. ગાંધીનગર (Gandhinagar) ના રામકથા મેદાનમાં ઠાકોર સમાજનું વિશાળ મહાસંમેલન ‘અભ્યુદય – અંધકાર સામે પ્રકાશનો સંકલ્પ’ યોજાશે. આ સંમેલનની તૈયારીઓ ઝડપથી ચાલુ થઈ ગઈ છે અને આયોજકો દ્વારા 2 લાખથી વધુ લોકોની ઉપસ્થિતિની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Gandhinagar માં યોજાશે ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન
ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર (MLA Alpesh Thakor) ની આગેવાની હેઠળ આયોજિત આ મહાસંમેલનને બનાસકાંઠા લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર (MP Geniben Thakor) નું પણ પૂર્ણ સમર્થન મળ્યું છે. તેમણે ઠાકોર સમાજના તમામ લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અને આ કાર્યક્રમને સફળ બનાવવા આહ્વાન કર્યું છે.સાંસદ ગેનીબેન ઠાકોર પણ મહાસંમેલનમાં હાજર રહેશે અને સંમેલન મારફતે સમાજમાં એકતા અને સંગઠનનો સંદેશ આપવામાં આવશે
મહાસંમેલનનો મુખ્ય હેતુ શું છે ?
આ મહાસંમેલનનો મુખ્ય હેતુ સમાજમાં સકારાત્મક જાગૃતિ લાવવાનો, યુવાનોમાં આત્મવિશ્વાસ જગાડવાનો તથા શિક્ષણ, સંસ્કાર અને મૂલ્યોને મજબૂત કરવાનો છે. આયોજકોએ જણાવ્યું કે આ સંમેલન દ્વારા અંધકાર અને અજ્ઞાન સામે પ્રકાશ અને જ્ઞાનનો સંકલ્પ લેવામાં આવશે.
સમાજના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે
આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી વ્યાખ્યાનો, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સમાજના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે.આયોજન સમિતિએ તાજેતરમાં પત્રકાર પરિષદ યોજીને મહાસંમેલનની રૂપરેખા, વિચારધારા તથા સમાજ માટેના સંદેશ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમ ઠાકોર સમાજના એકતા અને ઉત્થાનનું પ્રતીક બનશે તેવી અપેક્ષા છે.
Alpesh Thakor statement Thakor Samaj Sammelan
રાત્રે 3 વાગ્યે કેમ મળશે ઠાકોર સમાજ? અલ્પેશભાઈ ઠાકોરે આપ્યું ચોંકાવનારું કારણ!@AlpeshThakor_ #AlpeshThakor #ThakorSamaj #Gandhinagar #SaraswatiDham #Education #Unity #GujaratPolitics #GujaratFirst #SocialReform pic.twitter.com/lyhyNd4Vo5— Gujarat First (@GujaratFirst) January 24, 2026
ઠાકોર સમાજના સંમેલનને લઇ અલ્પેશભાઇ ઠાકોરનું નિવેદન
ઠાકોર સમાજના સંમેલનને લઇ અલ્પેશભાઇ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે અલ્પેશભાઇએ કહ્યું કે, મોટી સંખ્યામાં લોકો વ્યક્તિ મુક્તિ તરફ વળ્યા છે. ઠાકોર સમાજ હવે શિક્ષણ તરફ આગળ વધી રહ્યો છે.સરકારે અમને જમીન આપી તે માટે સૌ કોઇનો આભાર.7 હજારથી વધારે લોકો આ સંમેલનમાં જોડાશે. અમને દરેક સમાજના લોકોનું સમર્થન મળ્યું છે. અમે અધ્યતન સંકુલ બનાવવા જઇ રહ્યા છીએ.
મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા આહ્વાન
ઠાકોર સમાજના લોકોને આહ્વાન કરવામાં આવ્યું છે કે તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બને. આ સંમેલન રાજ્યમાં સમાજના વિકાસ અને જાગૃતિ માટે મહત્વનું પગલું સાબિત થશે.આગામી 26 જાન્યુઆરીએ યોજાનારું આ સંમેલન ગુજરાતના સામાજિક અને રાજકીય સમીકરણોમાં કેવો પ્રભાવ પાડે છે, તેના પર રાજ્યભરની નજર રહેશે.
આ પણ વાંચો: Gandhinagar: વસ્તી ગણતરીની કામગીરીને લઈને શિક્ષક સંઘે નોંધાવ્યો વિરોધ, 13 મુદ્દાઓ પર રજૂઆત


