Gandhinagar: 'દીકરીઓના લગ્નમાં માતા-પિતાની સહી ફરજિયાત કરો', બ્રહ્મ સમાજની CM સમક્ષ માંગ
- Gandhinagar: 'ભાગેડુ લગ્ન' મુદ્દે બ્રહ્મ સમાજના આગેવાનો મેદાને
- લગ્ન નોંધણીમાં ફેરફાર કરવાની માગ સાથે રજૂઆત
- આગેવાનો મુખ્યમંત્રીને મળવા સચિવાલય પહોંચ્યા
- સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોની CM સાથે બેઠક
Gandhinagar:ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માતાપિતાની સંમતિ વિનાના પ્રેમ લગ્નો (Love Marriages) ના કિસ્સાઓમાં થયેલા વધારાને પગલે સામાજિક સંતુલન જાળવવા માટે વિવિધ સમાજો મેદાને આવ્યા છે. પાટીદાર સમાજ બાદ હવે સમસ્ત બ્રહ્મ સમાજ (Brahm Samaj) પણ લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવાની માંગ સાથે મક્કમતાથી આગળ આવ્યો છે. આજે સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓએ ગાંધીનગર (Gandhinagar) સચિવાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel) સાથે ખાસ મુલાકાત કરી હતી.
'માતા-પિતાની સંમતિ વિના લગ્ન નોંધણી ન થવી જોઈએ'
સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ ઠાકર (Shailesh Thakar) ની આગેવાનીમાં મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી કે જ્યારે કોઈ દીકરી ઘર છોડીને ભાગીને લગ્ન કરે છે, ત્યારે તે માત્ર એક વ્યક્તિ નહીં પણ આખા પરિવારની પ્રતિષ્ઠા અને લાગણીઓ સાથે જોડાયેલો વિષય બની જાય છે. બ્રહ્મ સમાજની મુખ્ય માંગ છે કે, દીકરીના લગ્નની નોંધણી (Marriage Registration) વખતે માતા-પિતાની સહી (Parent signature) અને સંમતિ ફરજિયાત કરવામાં આવે.
આ પણ વાંચોઃ શું માનવીય ભૂલથી થતાં Train Accidents ભૂતકાળ બની જશે? બાજવા-અમદાવાદ રૂટ વચ્ચે આ સિસ્ટમનો પ્રારંભ!
બ્રહ્મ સમાજે પાટીદારોની માંગનું સમર્થન કર્યું
ઉલ્લેખનીય છે કે, અગાઉ પાટીદાર સમાજ દ્વારા પણ આ મુદ્દે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. બ્રહ્મ સમાજે આ માંગને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. આગેવાનોએ જણાવ્યું હતું કે આ કોઈ જ્ઞાતિનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર હિન્દુ સંસ્કૃતિ અને કૌટુંબિક વ્યવસ્થાને બચાવવાનો પ્રશ્ન છે. અનેક કિસ્સાઓમાં દીકરીઓ લાગણીમાં વહી જઈને ખોટા નિર્ણયો લેતી હોય છે અને પછી પસ્તાવાનો વારો આવે છે, ત્યારે કાયદાકીય રક્ષણ તરીકે માતા-પિતાની સહી ખૂબ જરૂરી છે.
Gandhinagar માં સમાજના અગ્રણીઓ મુખ્યમંત્રીને મળ્યા
Gandhinagar | ભાગેડુ લગ્ન નોંધણી મુદ્દે બ્રહ્મ સમાજના આગેવાનો મેદાને | Gujarat First
લગ્ન નોંધણીમાં ફેરફાર કરવાની માગ સાથે રજૂઆત
આગેવાનો મુખ્યમંત્રીને મળવા સચિવાલય પહોંચ્યા
સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનોની CM સાથે બેઠક
લગ્નમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા કરી માગણી
પાટીદાર સમાજની… pic.twitter.com/spWkpngDu3— Gujarat First (@GujaratFirst) December 29, 2025
આ બેઠકમાં સમસ્ત બ્રહ્મ સમાજ (Brahm Samaj) ના પ્રમુખ શૈલેષભાઈ ઠાકર (Shailesh Thakar) ની સાથે મહિલા પાંખના પ્રમુખ ધારિણીબેન શુક્લ (Dhariniben Shukla) અને યુવા પાંખના પ્રમુખ મનોજ ઉપાધ્યાય (Manoj Upadhyay) સહિતના મુખ્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) બ્રહ્મ સમાજની રજૂઆતોને સાંભળી હતી અને આ બાબતે યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હતી.
આ પણ વાંચોઃ Patan Politics: '...જૂતાનો હાર પહેરાવી મેથીપાક ચખાડાશે', MLA કિરીટ પટેલ કેમ રોષે ભરાયા?


