Gandhinagar: મકાનની દીવાલ ધરાશાયી થતા 2 ના મોત, એકની હાલત ગંભીર; 7 લોકો કરી રહ્યાં હતા કામ
- માણસા તાલુકાના ખરણા ગામે મોટી દુર્ઘટના બની
- દીવાલ ધરાશાયી થતા બે લોકોનું અકાળે મોત
- દુર્ઘટના દરમિયાન 7 લોકો કરી રહ્યાં હતા કામ
Gandhinagar: ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં મંદિરનું કામ ચાલતું હતું. જ્યાં બાજુના મકાનની દીવાલ ધરાશાયી થતા 02 લોકોના મોત એક વ્યક્તિની હાલત અતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે 07 લોકો આ મંદિરમાં કામ કરતા હતા, જેમાંથી દીવાલ ધરાશાયી થતા ઘટના બની હતી. માણસા તાલુકાના ખરણા ગામે મોટી દુર્ઘટના બની છે. જ્યાં ખરણા મેલડી માતાજીનું મંદિર બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. જ્યાં સાત માણસો કામ કરી રહ્યા હતા. તે દરમ્યાન બાજુમાં રહેલ મકાનની દીવાલ એકાએક ધસી પડી હતી.
આ પણ વાંચો: Deodar: ‘મારી માતાજી જિલ્લો આ બાજુ લાવશે’ ઓગડ જિલ્લા સંકલન સમિતિના ધરણા કાર્યક્રમમાં ધુણ્યો ભુવો!
એકની હાલત ગંભીર હોવાથી અમદાવાદ સિવિલ ખસેડાયો
નોંધનીય છે કે, દીવાલ ધરાસાયી એક યુવકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બીજા અન્ય એક યુવકનું ગોઝારીયા સિવિલ હોસ્પિટલ ખાતે મોત થયું હતું. વધુમાં અન્ય એક યુવકને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાને પગલે પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. માટીની દીવાલ હોવાથી દુર્ઘટના સર્જાતા માતમ છવાયો હતો. આ સમગ્ર ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
સમગ્ર ઘટનાને પગલે લોકોનો ટોળા ઉમટી પડ્યા
સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે આખી ઘટનાનું પંચનામુ કર્યું હતું. આ ઘટના બનતા ગામના આસપાસમાં રહેતા લોકો એકઠા થઇ ગયા હતા. હાજર લોકો દ્વારા માણસા ફાયરની ટીમ તથા પોલીસને જાણ કરવામાં આવતા આખરે 7 લોકોને બહાર કાઢવાની કામગીરી કરાઈ હતી. જેમાં 01 નું ઘટના સ્થળે મોત થયું હતું અને બીજા મજૂરનું ગોઝારીયા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મળતી વિગતો પ્રમામે એકની હાલત ગંભીર છે. જેને અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ 03મજૂરો ખાસ રાજસ્થાનના ઉદેપુરના રહેવાસી હતી, જેમાંથી એક 26 વર્ષીય અને અન્ય 02 લોકો 32 વર્ષના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
અહેવાલઃ સચિન કડિયા, અમદાવાદ
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો