Mehsana : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની માતાનું અવસાન, અંતિમ દર્શન કરવા પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ
- આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની માતાનું નિધન (Mehsana)
- કમળાબેન પટેલનું 86 વર્ષની વયે થયું અવસાન
- પાર્થિવદેહને અંતિમ દર્શન માટે નિવાસસ્થાને રખાયો
- વિસનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલ પાઠવી શ્રદ્ધાંજલિ
Mehsana : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની (Rushikesh Patel) માતા કમળાબેન ગણેશભાઈ પટેલનું 86 વર્ષની વયે અવસાન થયું છે. તેમનાં પાર્થિવદેહને અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને રખાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) વિસનગર પહોંચ્યા છે. સીએમ એ ઋષિકેશ પટેલના માતૃશ્રીનાં અંતિમ દર્શન કર્યા અને પુષ્પમાળા અર્પણ કરી. મુખ્યમંત્રીએ ઋષિકેશ પટેલને સાંત્વના આપી. અંતિમવિધિ માટે સિદ્ધપુર (Siddhpur) લઈ જવાશે.
આ પણ વાંચો - PM Modi in Gujarat : રક્ષામંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી બાદ PM મોદી પણ આવશે ગુજરાત! વાંચો વિગત
વિસનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલ પાઠવી શ્રદ્ધાંજલિ
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની (Rushikesh Patel) માતા કમળાબેન પટેલનું (Kamlaben Patel) 86 વર્ષની વયે અવસાન થયું છે. અંતિમ દર્શન માટે તેમનાં પાર્થિવદેહને નિવાસ્થાને રખાયો છે. દરમિયાન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ વિસનગર મંત્રી ઋષિકેશ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ઋષિકેશ પટેલનાં માતૃશ્રીનાં અંતિમ દર્શન કર્યા અને ઋષિકેશ પટેલને સાંત્વના આપી. માહિતી અનુસાર, અંતિમવિધિ માટે ઋષિકેશ પટેલના માતૃશ્રીનાં પાર્થિવદેહને સિદ્ધપુર લઈ જવાશે.
આ પણ વાંચો - Jamnagar: મનપા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજને નડતર રૂપ મકાનો તોડ્યા
નેતાઓ અને મોટી સંખ્યામાં BJP કાર્યકર્તાઓએ અંતિમ દર્શન કર્યા
માહિતી અનુસાર, મંત્રી જગદીશ વિશ્વકર્મા (Jagdish Vishwakarma), મહેસાણા જિલ્લા (Mehsana) ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર (Girish Rajgor), ભાજપના પ્રદેશ સહપ્રવક્તા જયરાજસિંહ, મહેસાણા MLA મુકેશ પટેલ, દૂધસાગર ડેરી ચેરમેન અશોક ચૌધરી, માણસાનાં પૂર્વ MLA અમિત ચૌધરી સહિત અગ્રણીઓ, મોટી સંખ્યામાં ભાજપ (BJP) કાર્યકતોઓ શ્રદ્ધાંજલી આપી છે.
આ પણ વાંચો - Cybercrime : ગુજરાત પોલીસની સાઇબર ક્રાઇમ સામે મોટી કાર્યવાહી, 15 દિવસમાં 12 કેસ ઉકેલાયા