Mehsana : વિસનગરમાં સગીરા પર ગેંગરેપ મામલે 6 આરોપીનાં રિમાન્ડ મંજૂર
- Mehsana નાં વિસનગરમાં સગીરા પર ગેંગરેપ મામલે તપાસનો ધમધમાટ
- ધરપકડ કરાયેલા 6 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા
- કોર્ટે તમામ 6 આરોપીઓનાં 8 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
- મુખ્ય જિલ્લા સરકારી વકીલ વિજય બારોટે દલીલ રજૂ કરી
Mehsana : મહેસાણાનાં વિસનગરમાં (Visnagar) હેવાનિયતની હદ વટાવતી ઘટના બની હતી. માત્ર 15 વર્ષની સગીરા સાથે 6 નરાધમો દ્વારા હેવાનિયતભર્યું કૃત્ય કરવામાં આવ્યું હતું. આ હચમચાવે એવા કેસમાં પોલીસે તમામ 6 આરોપીની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે 6 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની વકી છે.
આ પણ વાંચો - Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલનું પ્રેરણાદાયી પગલું, સહપરિવાર સફાઈ દૂતો સાથે કર્યું ભોજન
Mehsana નાં વિસનગરમાં સગીરા પર ગેંગરેપ, 6 આરોપીનાં 8 દિવસનાં રિમાન્ડ મંજૂર
મહેસાણાનાં (Mehsana) વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની હૃદયદ્રાવક ઘટના બની હતી. 6 નરાધમ યુવકોએ વારાફરતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્રણ વખત અપહરણ કરી આરોપીઓએ સગીરાને પીંખી હતી. આ કેસમાં ફરિયાદ થતાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તમામ આરોપીઓને ગણતરીનાં દિવસોમાં ઝડપી પાડ્યા હતા. આજે પોલીસે (Visnagar Police) તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી. મુખ્ય જિલ્લા સરકારી વકીલ વિજયભાઈ બારોટની દલીલનાં આધારે તમામ 6 આરોપીને 8 દિવસનાં રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Rajkot : વધુ એક મહિલા પોલીસકર્મીનો આપઘાત, ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું
ત્રણ વખત અપહરણ કરી વારાફરતી દુષ્કર્મ આચર્યું
જણાવી દઈએ કે, વિસનગરમાં 15 વર્ષની કિશોરી સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં ત્રણ દિવસમાં ત્રણ વખત સગીરાનું વારાફરતી અપહરણ થયું હતું. ત્રણ વખત કરાયેલા અપહરણમાં 6 નરાધમોએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીઓ પૈકીનાં પ્રકાશ મોદી નામના યુવકે સગીરાને બે દિવસ સુધી ગોંધી રાખી હતી. 6 આરોપીઓ દ્વારા વારાફરતી દુષ્કર્મ ગુજાર્યા બાદ સગીરાને ધમકી આપી હતી. પોલીસે પોક્સો, બળાત્કાર અને અપહરણ સહિતનાં ગુનો નોંધ્યા છે.
આ પણ વાંચો - Surat : AAP નાં આ કોર્પોરેટર સામે અધધ...અપ્રમાણસર મિલકતનો કેસ!