Mehsana-Unjha APMC : ચેરમેનની ચૂંટણીની તારીખ અને સમય જાહેર!
- Mehsana-Unjha APMC નાં ચેરમેનની ચૂંટણી જાહેર
- 26 સપ્ટેમ્બરનાં રોજ યોજાશે ઊંઝા ચેરમેનની ચૂંટણી
- ડિરેક્ટરની ચૂંટણીનાં નવ મહિના બાદ ચૂંટણી જાહેર કરાઈ
- 11 કલાકે ઊંઝા એપીએમસી ખાતે યોજાશે ચૂંટણી
Mehsana : મહેસાણા-ઊંઝા એપીએમસીનાં (Mehsana-Unjha APMC) ચેરમેનની ચૂંટણીને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. ચેરમેનની ચૂંટણીની તારીખની જાહેરાત કરવામાં આવી છે. 26 સપ્ટેમ્બરનાં રોજ મહેસાણા-ઊંઝા APMC ચેરમેનની ચૂંટણી (Election of the Chairman) યોજાશે. 26 મીનાં રોજ 11 કલાકે ઊંઝા એપીએમસી ખાતે આ ચૂંટણી યોજાશે. ડિરેક્ટરની ચૂંટણીનાં 9 મહિના બાદ ચૂંટણી જાહેર કરાઈ કરાઈ છે.
આ પણ વાંચો - Junagadh : જુનાગઢની જેલમાં અનિરુદ્ધસિંહ જાડેજા આજે કરશે સરેન્ડર?
26 સપ્ટેમ્બરે યોજાશે Mehsana-Unjha APMC ચેરમેનની ચૂંટણી
મહેસાણા-ઊંઝા APMC ચેરમેનની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. માહિતી અનુસાર, આ મહિનામાં 26 સપ્ટેમ્બરનાં રોજ મહેસાણા-ઊંઝા APMC ચેરમેનની ચૂંટણી યોજાશે. ઊંઝા એપીએમસી (Unjha APMC) ખાતે 26 મીએ 11 કલાકે આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. જણાવી દઈએ કે, ડિરેક્ટરની ચૂંટણીનાં 9 મહિના બાદ ચેરમેન પદ માટે ચૂંટણીની તારીખ જાહેર કરાઈ છે. ઊંઝા એપીએમસીમાં લાંબા સમયથી વહીવટદાર રાજ ચાલતો હોવાની ચર્ચા છે.
આ પણ વાંચો - Char Char Bangdi Vali: Navratri માં ફરી ગુંજશે ચાર ચાર બંગડી વાળુ ગીત, લોકગાયક કિંજલ દવેને ગુજરાત હાઇકોર્ટે આપી રાહત
ઉમેદવાર, કોની જીત થશે તેને લઈ અટકળોનો માહોલ જામ્યો!
છેલ્લા ઘણા સમયથી ઊંઝા APMC માં વહીવટદાર શાસન ચાલતું હોવાથી અને પ્રશ્નો ઊભા થયાની ચર્ચા છે. જો કે, ડિરેક્ટર પદ માટે 9 મહિના પહેલા ચૂંટણી થઈ ચૂકી છે. પરંતુ, ચેરમેન પદ હાલ પણ ખાલી હોવાથી હવે ચૂંટણીને લઈ તારીખ જાહેર કરાઈ છે. ચેરમેનની ચૂંટણી જાહેર થતા હવે એપીએમસીને નવું નેતૃત્વ મળશે તેવી આશા જાગી છે.ચેરમેન પદ માટે કયા ઉમેદવારો મેદાને છે અને કયાં જૂથનો વિજય થશે તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
આ પણ વાંચો - Surat : સારોલીમાં મોડલ યુવતીનાં આપઘાત કેસમાં ફોટોગ્રાફરની 4 મહિના બાદ ધરપકડ