Sanand Plant: AI ટેક્નોલોજીનું નવું પાવરહાઉસ: સાણંદમાં તૈયાર થશે અત્યાધુનિક SSD અને RAM
- Sanand માં માઇક્રોનના મેગા Plant નું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન
- માઇક્રોન પ્લાન્ટમાં 5,0000 લોકોને મળશે સીધી નોકરી, દિવ્યાંગો માટે પણ વિશેષ તક
- સાણંદમાં માઇક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ AI ટેક્નોલોજીના ભવિષ્યને સશક્ત બનાવશે
- સાણંદના પ્લાન્ટમાં બનશે SSD અને રેમ પ્રકારના સ્ટોરેજ અને મેમરી ઉપકરણો
- નેશનલ સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત ગુજરાતની મોટી છલાંગ
- ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે શરૂ થયેલી ક્રાંતિમાં ગુજરાત નેતૃત્વની ભૂમિકામાં
Sanand Plant: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ભગીરથ પ્રયાસોથી ભારત હવે નેશનલ સેમિકન્ડક્ટર મિશન (Semiconductor Mission) અંતર્ગત સેમિકન્ડક્ટર ચીપ (AI Technology) ઉત્પાદન ક્ષેત્રમાં પણ ડંકો વગાડવા તૈયાર છે. આગામી 28 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાત (Gujarat) ના સાણંદ (Sanand) ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (Narendra Modi) માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદ (Sanand Plant) માં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથી, ભારત (India) માં સેમિકન્ડક્ટર ((Semiconductor) ક્ષેત્રે નવી ક્રાંતિનો શુભારંભ થશે.
માઇક્રોનના Sanand Plant માં 2000 લોકોની ટીમ કાર્યરત
સેમિકન્ડક્ટર (Semiconductor) ક્ષેત્રે ગુજરાત (Gujarat) સમગ્ર દેશમાં નેતૃત્વની ભૂમિકામાં છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (Bhupendrabhai Patel) ના સઘન પ્રયાસોથી સાણંદ (Sanand) માં માઇક્રોનનો પ્લાન્ટ નિર્ધારિત સમયસીમામાં કાર્યરત થવા જઇ રહ્યો છે. આ પ્લાન્ટ એક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) સુવિધા છે જેમાં SSD (સોલિડ સ્ટેટ ડ્રાઇવ-હાર્ડ ડિસ્ક ડ્રાઇવ પ્રકારનું સ્ટોરેજ માટેનું આધુનિક ઉપકરણ) અને રેમ પ્રકારના DRAM અને NAND ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે.
Micron
દિવ્યાંગ નાગરિકો માટે પણ તક
સાણંદ પ્લાન્ટ (Sanand Plant) માં અત્યારે 2000 લોકોની ટીમ કાર્યરત છે, જેમાં આગામી સમયમાં 5 હજાર લોકોને સીધી રોજગારીની તકો ઉપલબ્ધ બનશે. માઇક્રોન ટીમ (Micron Team) દ્વારા જણાવ્યા અનુસાર અહીં દિવ્યાંગ નાગરિકો પણ ઓપરેટર અને ટેક્નિશિયન તરીકે કામ કરે છે અને કૌશલ્યથી સજ્જ તમામ પ્રકારના નાગરિકો માટે નોકરીની તકો ઉપલબ્ધ છે.
SSD and RAM Production
Sanand Plant માં બનતા ઉત્પાદનો AI ટેક્નોલોજી માટે જરૂરી
માઇક્રોન ટેક્નોલોજી (Micron Technology) ના પ્રમુખ અને સીઇઓ, સંજય મેહરોત્રાએ જણાવ્યું હતું કે આજની ટેકનોલોજીમાં, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં, મેમરી અને સ્ટોરેજ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું કે મજબૂત મેમરી અને સ્ટોરેજ સપોર્ટ વિના AI પ્રણાલીઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી. જેમ જેમ AI વધુ ઝડપી અને રિઅલ-ટાઇમ પ્રતિભાવો આપવાનું શરૂ કરે છે, તેમ તેને વધારે અને વધુ અદ્યતન મેમરીની જરૂરિયાત પડે છે.
આ પણ વાંચો: વડાપ્રધાન ફરી આવશે Gujarat પ્રવાસે! સાણંદમાં પ્લાન્ટની લેશે મુલાકાત


