Gujarat: મહેસાણામાં ભેળસેળયુક્ત વરિયાળીનો પર્દાફાશ, મિલાવટખોરો સામે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની કડક કાર્યવાહી
મહેસાણાના ઉનાવામાં આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના નેતૃત્વમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી 26 ટન ભેળસેળયુક્ત વરિયાળી જપ્ત કરી છે. વરિયાળીને આકર્ષક બનાવવા કેમિકલ કલરનો ઉપયોગ થતો હતો અને લાઈસન્સનો પણ અભાવ હતો. મંત્રીએ ભેળસેળિયાઓ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી આગામી દિવસોમાં ઝુંબેશ વધુ કડક બનાવવાની ચેતવણી આપી છે.
Advertisement
Gujarat News: રાજ્યના નાગરિકોના જાહેર આરોગ્યની સુખાકારી માટે ગુજરાત સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના નેતૃત્વ હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં ભેળસેળિયા તત્વો સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવી રહી છે. જે અંતર્ગત તંત્રએ મહેસાણા જિલ્લાના ઊંઝા પાસે આવેલા ઉનાવા ખાતેથી કેમિકલ કલરની ભેળસેળવાળો રૂ. 19.6 લાખની કિંમતનો 26 ટનથી વધુ વરિયાળીનો મોટો જથ્થો ઝડપી પાડીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

