ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Republic Day 2025: આ દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ: હર્ષ સંઘવી

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સેક્ટર 11માં રામકથા મેદાન ખાતે ધ્વજવંદન કર્યું
10:53 AM Jan 26, 2025 IST | SANJAY
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સેક્ટર 11માં રામકથા મેદાન ખાતે ધ્વજવંદન કર્યું
Harsh Sanghavi hoisted the flag in Gandhinagar @ Gujarat First

Republic Day 2025: ગાંધીનગરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સેક્ટર 11માં રામકથા મેદાન ખાતે ધ્વજવંદન કર્યું છે. બાદમાં ખુલ્લી જીપમાં સમગ્ર પરેડનું નિરીક્ષણ કર્યું હતુ. તેમજ મેદાનમાં મહિલા પોલીસ દ્વારા પણ ગ્રાઉન્ડ પર પરેડ કરવામાં આવી છે. સાથે ડોગ સ્ક્વોડ તેમજ ઘોડેસવાર પોલીસે પરેડ યોજી છે. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે.

જિલ્લા કલેકટર અને પોલીસ વડા પણ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર

ઉલ્લેખનીય છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં ધ્વજવંદન કર્યું છે. તો જિલ્લા કલેકટર અને પોલીસ વડા પણ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યાં છે. સાથે જ રાજ્ય સરકારના સિનિયર અધિકારીઓ પણ હાજર રહ્યાં છે. ત્યારે રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાપીમાં કરાઈ છે. ધ્વજવંદન કર્યા બાદ હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું છે કે દેશના 76 ગણતંત્ર દિવસના સૌને અભિનંદન. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર સહિતના અનેક લોકોએ દેશની આઝાદી માટે મહત્વનું યોગદાન આપ્યું છે. આજના દિવસને આપણા પૂર્વજો આપેલા બલિદાન યાદ કરવાનો દિવસ છે. દેશના રાજા અને મહારાજાએ પોતાના સર્વસ્વનું બલિદાન અખંડ ભારત માટે આપ્યું છે. ચોક્કસ રાજકીય નેતા દ્વારા સરદાર સાહેબને ભુલાવી દેવાનો પ્રયત્ન કર્યો છે. પણ દેશ તેમના બલિદાન ભૂલી શકે તેમ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સૌથી ઊંચી પ્રતિમા બનાવી છે. સરદાર સાહેબ કામો આવનાર વર્ષો સુધી યાદ રહેશે.

આ દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ

આ દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. બંધારણ થકી નાના માણસો પણ સપના પુરા કરી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં રામરાજ્ય લાવવાનો પ્રયત્ન કર્યો છે. લોકોનો વિશ્વાસ છે જેથી ભાજપ અને NDA સરકાર બનાવી છે. કલમ 370 દૂર થયા બાદ જમ્મુ કાશ્મીર વિકાસની નવી ગાથા લખી રહ્યું છે. કાશ્મીરમાં પહેલાના દિવસો યાદ છે લાલ ચોકમાં પાકિસ્તના ધ્વજ લહેરાતા હતા. આજે ત્યાં ત્રિરંગો લહેરાઈ રહ્યો છે. આજે કાશ્મીરમાં ખૂબ ઝડપી વિકાસ થઈ રહ્યો છે. અનેક વિષયમાં મોટી ઉપલબ્ધ હાસલ કરી છે તથા 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. કિસાન સન્માન નિધિ યોજનામાં 6 હજાર કરોડ જેટલી રાશિ ખેડૂત ખાતામાં જમા કરવામાં આવી છે. 12 કરોડ જેટલા ઘરોમાં નલ સે જલ યોજના પહોચાડવામાં આવી છે. દેશમાં નવી ડિજિટલ ક્રાંતિ જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા નવા વિચારો થકી વિકાસ થઈ રહ્યો છે.

આવનાર દિવસોમાં વધુ રોજગારી મળશે

રાજ્યના નાગરિકો જોડે મળી ગામે ગામ વ્યવસ્થા પહોચાડવામાં આવી રહી છે. રાજ્યમાં 9 નગર પાલિકાના મહાનગર પાલિકા દરજ્જો આપ્યો છે. આ દરજ્જો આપવા બદલ મુખ્યમંત્રીને આભાર. આઝાદીના 75 વર્ષ વિતી ગયા તેમ છતાં કોઈ ગરીબ લોકો માટે પાકા મકાન બનાવવો વિચાર આવ્યો નહોતો. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યના 74 ટકા ખેડૂતને દિવસે વીજળી આપવામાં આવી છે. ગુજરાત દેશનું પ્રથમ હેલ્થ કાર્ડ આપનારું રાજ્ય છે. રાજ્ય જલ સંગ્રહ શકિત વૃદ્ધિ થઈ છે. ગ્રામ પંચાયત હાઈસ્પીડ નેટ આપી ડિજિટલ સેવા પૂરી પાડવામાં આવી છે. આ વર્ષે વાઇબ્રન્ટ સમિટમાં 140 દેશમાં 61 હજાર પ્રતિનિધિ ભાગ લીધો છે. તેમજ આવનાર દિવસોમાં વધુ રોજગારી મળશે.

આ પણ વાંચો: Republic Day 2025: તાપીમાં 76મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી

Tags :
76th Republic DayGujaratGujarat First Republic Day 2025Gujarat NewsGujarati NewsGujarati Top NewsHarsh SanghaviTop Gujarati News
Next Article