Gandhinagar ના રાયપુરમાં માસૂમ બાળકીની હત્યા! ગળું દબાવ્યું હોવાની આશંકા
ગાંધીનગરના રાયપુર ગામમાં એક માસૂમ 10 વર્ષની બાળકીની કરુણ હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. બુધવારથી ગુમ થયેલી બાળકીની લાશ તેના ઘર પાછળથી જ પ્લાસ્ટિકના કોથળામાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાઈ ગઈ છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ બાળકીનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે અને નજીકના જ વ્યક્તિની સંડોવણી તરફ શંકાની સોય વળી છે.
Advertisement
- Gandhinagar ના રાયપુરમાં માસૂમ બાળકીની હત્યા
- દસ વર્ષિય બાળકી બુધવાર થી હતી ગુમ
- ડભોડા પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ
- પ્લાસ્ટિકની કોથળામાં પેક કરેલી હાલત બાળકીની લાશ મળી
- બાળકીનું ગળું દબાવી હત્યા કરી હોવાની આશંકા
- બાળકીની હત્યા મામલે તપાસ શરૂ કરી
- બાળકીની હત્યા નજીકના જ વ્યક્તિએ કરી હોવાની શંકા
- પોલીસ પુછપરછ બાદ વધુ તપાસ શરૂ કરી
Gandhinagar Raipur minor girl murder case : ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા રાયપુર ગામમાં એક અત્યંત કરુણ અને સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગત બુધવાર, 12 નવેમ્બર, 2025ના રોજ બપોરે ગુમ થયેલી લગભગ 10 વર્ષની માસૂમ બાળકીની લાશ તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો છે.

