Gujarat : ધારાસભ્યોના મુસાફરી ભથ્થામાં વધુ એક મોરપિંછ ઉમેરાયું, હવે વંદે ભારત સહિતની પ્રીમિયમ ટ્રેનોમાં કરી શકશે મુસાફરી
- Gujarat ના MLAને મળતી સુવિધામાં કરાયો વધારો
- ધારાસભ્યોને મળતા મુસાફરી ભથ્થામા વધુ એક વખત કરાયો વધારો
- ટ્રેન મુસાફરીમાં ધારાસભ્યોને વધુ એક વખત મળતા લાભોમાં વધારો
- નવી ટ્રેનોમાં EXECUTIVE ક્લાસ મુસાફરી કરી શકશે ધારાસભ્યો
- અન્ય રાજયમાં 20 હજાર કિમિ સુધી પ્રવાસ કરી શકે છે
Gujarat : ગુજરાતના ધારાસભ્યોને (MLA) મળતી મુસાફરીમાં વધુ એક મોરપિંછ ઉમેરાયું છે. ધારાસભ્યો દેશમાં કોઈ પણ સ્થળે વંદે ભારત, તેજસ એક્સપ્રેસ તથા દૂરંતો એક્સપ્રેસમાં મુસાફરી કરી શકશે. નવી ટ્રેનોમાં EXECUTIVE ક્લાસમાં મુસાફરી કરી શકશે ધારાસભ્યો. અગાઉ ટ્રેનમાં (train) પ્રથમ કક્ષામાં અથવા દ્વિતીય કક્ષામાં એસીમાં મુસાફરી કરવાનો હતો નિયમ. ત્યારે નવી ટ્રેન વધતા ફેરફાર કરવામાં આવ્યો છે. ધારાસભ્યો નાણાંકીય વર્ષ દરમિયાન રાજ્યમાં 10 હજાર કિમિ તો અન્ય રાજ્યમાં 20૦ હજાર કિમિ સુધી પ્રવાસ કરી શકે છે. અગાઉ ધારાસભ્યો પગાર ભથ્થા વધારવા માટે મળી હતી સમિતિની બેઠક.
ધારાસભ્યોને વધુ એક વખત મળતા લાભોમાં વધારો
રાજ્યના ધારાસભ્યોને મળતા મુસાફરી ભથ્થામાં વધુ એક વખત વધારો કરવામાં આવ્યો છે. Gujarat માં ખાસ કરીને ટ્રેન મુસાફરી માટેના નિયમોમાં ફેરફાર કરીને તેમને વધુ સુવિધાઓ આપવામાં આવી છે. અગાઉની તુલનામાં હવે ધારાસભ્યોને વધુ આધુનિક અને પ્રીમિયમ ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના સચિવે આ મામલે જાહેરનામું બહાર પાડયું છે અને ધારાસભ્યોને જાણ પણ કરવામાં આવી છે.
ધારાસભ્યોના લક્ઝુરિયસ ફ્લેટમાં કેવી સુવિધાઓ છે?
ગાંધીનગરમાં ધારાસભ્યો માટે લક્ઝુરિયસ ફ્લેટ તૈયાર કરાયા છે જેમાં બે માસ્ટર-લિવિંગ રૂમ, 43 ઈંચનું એલઈડી ટીવી ટેબલ નેટવર્ક સાથે ત્રણ બેડરૂમ, રસોડું, ડાઈનિંગ એરિયા, ઓફિસ રૂમ, વેઈટિંગ રૂમ, બાલકની, ડ્રેસિંગ રૂમ, બાથરૂમ અને ટોઈલેટ અને 1 સર્વન્ટ રૂમ છે. ફ્લેટના સંકુલમાં બે લેન્ડસ્કેપ ગાર્ડન, પ્લે એરિયા, એક ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. રાસભ્યોને માસિક માત્ર મહિને રૂ.37.50 રૂપિયાના ભાડે મોર્ડન ફ્લેટ અપાયા છે. ધારાસભ્યોને પ્રતિ લિટર પેટ્રોલના રૂ. 11, ડીઝલના રૂ. 10 અને સીએનજીના રૂ. 9 લેખે કાર એલાઉન્સ પણ ચૂકવાય છે.
આ પણ વાંચો : Bhavnagar : ધારાસભ્ય Parshottambhai Solankiએ પોતાના જ ધારાસભ્યનો લીધો ઉધડો


