ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મોદીજીની લોકપ્રિયતાનો લાભ ગુજરાત ચૂંટણીમાં મળ્યો: અનુરાગ ઠાકુર

કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીતઆમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં કોઈ જગ્યા નથી તે જનતાએ બતાવી દીધુકેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) ભાજપની ભવ્ય જીત બાદ ગુજરાત આવ્યા હતા. અમદાવાદ ખાતે એક ખાનગી ફંક્શનમાં હાજરી આપવા પહોંચેલા અનુરાગ ઠાકુરે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ હતું કે, ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (P
09:30 AM Dec 11, 2022 IST | Vipul Pandya
કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીતઆમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં કોઈ જગ્યા નથી તે જનતાએ બતાવી દીધુકેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) ભાજપની ભવ્ય જીત બાદ ગુજરાત આવ્યા હતા. અમદાવાદ ખાતે એક ખાનગી ફંક્શનમાં હાજરી આપવા પહોંચેલા અનુરાગ ઠાકુરે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ હતું કે, ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (P
કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરની ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત
આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં કોઈ જગ્યા નથી તે જનતાએ બતાવી દીધુ

કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) ભાજપની ભવ્ય જીત બાદ ગુજરાત આવ્યા હતા. અમદાવાદ ખાતે એક ખાનગી ફંક્શનમાં હાજરી આપવા પહોંચેલા અનુરાગ ઠાકુરે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યુ હતું કે, ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની લોકપ્રિયતાને આભારી છે. આમ આદમી પાર્ટી (AAP)ને પ્રજાએ જાકારો આપ્યો છે અને કોઈપણ રાજ્યમાં તેને આવકાર નહીં મળે.
ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરતા અનુરાગ ઠાકુરે જણાવ્યું કે, ભાજપમાં વધુ એક વખત વિશ્વાસ મુકીને ગુજરાતની જનતાએ ભાજપને શાનદાર જીત અપાવી છે. ભાજપ અને મોદીજીની કામકાજમાં જનતાએ વિશ્વાસ મુક્યો છે અને મોદીજીને ગુજરાતની જનતા કેટલો પ્રેમ કરે છે તે આ જીત પરથી ફલિત થાય છે. દરેક વખતે લોકસભાની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની, ગુજરાતની જનતાએ દરેક વખતે ભાજપના કમળને ખીલવ્યું છે. આ વખતની જીત ઐતિહાસિક જીત ગણાવતા અનુરાગ ઠાકુરે ઉમેર્યુ કે, 27 વર્ષ સુધી સત્તામાં રહ્યા પછી પણ આ રીતે ભવ્ય શાનદાર જીત થાય તે દર્શાવે છે કે જાે તમે સારું કામ કરો તો જનતા તમારી સાથે જ રહે છે. ખાસ કરીને મોદીજી જેવુ નેતૃત્વ ભાજપને મળ્યું છે ત્યારે તેમનું વિકાસ મોડલ અને મોદીજી બંને દેશમાં લોકપ્રિય થઈ ગયા છે જેનો લાભ ગુજરાતની ચૂંટણીમાં ભાજપને મળ્યો છે. 
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના રકાસ અંગે બોલતા અનુરાગ ઠાકુરે જણાવ્યુ કે, આમ આદમી પાર્ટી જે ખોટી જાહેરાતો અને ખોટા વાયદાઓ કર્યા તે હવે પ્રજા સમજી ચુકી છે. પંજાબમાં આપની સરકાર બની તો ત્રણ મહિનામાં ત્યાં 90 હત્યા થઈ. પંજાબમાં ફરી ખાલિસ્તાનની માંગણી કરવાનું શરું થઈ ગયું છે. પંજાબમાં ખંડણી માગવાનું પણ શરું થઈ ગયું છે. પંજાબમાં અને દિલ્હીમાં કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે. દિલ્હીમાં પણ લોકોએ જાેયુ કે યુપી, બિહાર જેવા રાજ્યના ગરીબ લોકોને ભાડુ આપવાની વાતો કરેલી પણ ખરા સમયે જ તેમને ભગાડવામાં આવ્યા. આવા સમયે લોકોને મફત અનાજ આપવાનું કામ મોદીજીની સરકારે કર્યુ હતુ. આમ આદમી પાર્ટી (AAP) હિમાચલ પ્રદેશમાં ડિપોઝીટ ગુમાવી ચુકી. ઉત્તરપ્રદેશ પણ ડિપોઝીટ જપ્ત થઈ અને ગુજરાતમાં પણ જનતાએ દર્શાવી દીધુ કે આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં કોઈ જગ્યા નથી. 
આ પણ વાંચો - કોંગ્રેસ માટે ધાર્યુ નહોતુ એટલું ખરાબ પરિણામ આવ્યું: શક્તિસિંહ ગોહિલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AnuragThakurAssemblyElectionAssemblyElection2022ElectionElection2022ElectionResultElectionResult2022GujaratAssemblyElection2022GujaratAssemblyElectionResultGujaratAssemblyElectionResult2022GujaratElectionGujaratElection2022GujaratFirstPMModi
Next Article