SIR કામગીરી દરમિયાન ગુજરાતમાં 5થી વધુ BLOના નિધન થયા: કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનીષ દોશી
- સમગ્ર દેશના 12 રાજ્યોમાં SIRની કામગીરી ચાલી રહી છે
- SIR કામગીરીના કારણે ગુજરાતમાં 5થી વધુ BLOએ જીવ ગુમાવ્યા
- સમગ્ર દેશમાં 27થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં SIR કામગીરી દરમિયાન મૃત્યુ પામેલા BLO પર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે કે સમગ્ર દેશના 12 રાજ્યોમાં SIRની કામગીરી ચાલી રહી છે. SIR કામગીરી દરમિયાન ગુજરાતમાં 5થી વધુ BLOના નિધન થયા છે. એક BLO મરણ ચિઠ્ઠીમાં અંતિમ પગલું ભરી આપઘાત કર્યો છે.
સમગ્ર દેશમાં 27થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા
કામનું અતિશય ભારણ, વારંવાર રજૂઆત, અધિકારીનું દબાણ, મૌખિક સૂચનાઓ, પારાવાર તકલીફો, નેટ ચાલે નહીં – બધી હકીકતોથી જાણ છતાં તંત્ર દ્વારા ગંભીર મૌન સેવાયુ છે. વ્યવસ્થાના અભાવના કારણે, આયોજનના અભાવે અને સરકારની નીતિ અને નિયતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે.
ત્રણ કાળા કાયદાના સમયમાં 750થી વધુ ખેડૂતો શહીદ થયા
જે રીતે ત્રણ કાળા કાયદાના સમયમાં 750થી વધુ ખેડૂતો શહીદ થયા હતા. તેમજ નોટબંધીનું અવિચારિક પગલું – 110થી વધુ સામાન્ય નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. તેવી રીતે BLO SIR કામગીરીના કારણે ગુજરાતમાં 5થી વધુ અને સમગ્ર દેશમાં 27થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
જમીન પર વ્યવસ્થા આપવી પડશે તો જ નિધન અટકાવી શકીશું
આજે મહેસાણાની અંદર આચાર્યને BLO કામગીરી દરમ્યાન અતિશય કામના કારણે હાર્ટ એટેક આવી ગયો છે. કામના અતિશય ભારણના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેના માટે ચૂંટણી પંચે તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ. તેમજ ચિંતન શિબિરના નામે નાટક કરતી ભાજપ સરકાર ખરેખર તો BLOના નિધન પર ચિંતા કરવા જેવું છે. ખાલી કેબિનેટમાં ચર્ચા કરવાથી નહીં ચાલે, હકીકતમાં જમીન પર વ્યવસ્થા આપવી પડશે તો જ નિધન અટકાવી શકીશું.
આ પણ વાંચો: Trending Story: IAS ટીના ડાબી સામે રવિન્દ્ર સિંહ ભાટી ગુસ્સે થયા! જુઓ Viral Video