Mumbai Mayor Ritu Tawde ની ગુજરાત મુલાકાત, CM ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે કરી સૌજન્ય મુલાકાત
CM Bhupendra Patel: મુંબઈના મેયર રિતુ તાવડેએ ગુજરાતની એક દિવસીય મુલાકાત દરમિયાન ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ બેઠકમાં મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત ઝૂ અને જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય વચ્ચે સંકલન સાધીને વન્યપ્રાણીઓના પરસ્પર આદાન-પ્રદાન અંગે મહત્વપૂર્ણ પરામર્શ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મુંબઈના મેયરે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીની મુલાકાત લઈને તેના વૈશ્વિક કક્ષાના માળખાકીય વિકાસની પ્રશંસા કરી હતી. બેઠકમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
Mumbai Mayor Ritu Tawde: ગુજરાતની એક દિવસીય સત્તાવાર મુલાકાતે પધારેલા મુંબઈના મેયર રિતુ તાવડેએ પાટનગર ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન બંને રાજ્યો વચ્ચે શહેરી વ્યવસ્થાપન, પર્યાવરણ અને ખાસ કરીને પ્રાણીસંગ્રહાલયો વચ્ચે સહયોગ વધારવા અંગે વિગતવાર વિચાર-વિમર્શ હાથ ધરાયો હતો. આ બેઠક પ્રસંગે મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

