Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Governmet નો માસ્ટરસ્ટ્રોક: નમો લક્ષ્મી યોજનાથી દીકરીઓની સ્કૂલ હાજરીમાં 73% નો રેકોર્ડબ્રેક વધારો

Gujarat Governmet: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના (CM Bhupendra Patel) નેતૃત્વમાં નમો લક્ષ્મી યોજના થકી ધોરણ-9 થી 12 ની કન્યાઓની 80% હાજરીમાં 73% નો અને નમો સરસ્વતી યોજનાથી વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની હાજરીમાં 125% નો ઐતિહાસિક વધારો થયો છે. સરકારે આ બંને યોજનાઓ અંતર્ગત અત્યાર સુધીમાં અનુક્રમે 1,664.06 કરોડ અને 290 કરોડ રૂપિયાની માતબર સહાય ચૂકવી છે.
gujarat governmet નો માસ્ટરસ્ટ્રોક  નમો લક્ષ્મી યોજનાથી દીકરીઓની સ્કૂલ હાજરીમાં 73  નો રેકોર્ડબ્રેક વધારો
Advertisement

Gujarat Governmet: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (Prime Minister Narendra Modi) ના ગુણવત્તાયુક્ત શિક્ષણના વિઝનને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (Chief Minister Bhupendra Patel) ના નેતૃત્વમાં ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્ય સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણ અને વિજ્ઞાન પ્રવાહને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલી નમો લક્ષ્મી યોજના (Namo Lakshmi Yojana) અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના (Namo Saraswati Vigyan Sadhana Yojana) ના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી અને પ્રવેશદરમાં અભૂતપૂર્વ ઉછાળો નોંધાયો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર (Vidya Samiksha Kendra - VSK) દ્વારા ઓનલાઈન મોનિટરિંગ (Online Monitoring) ના આધારે જાહેર કરાયેલા તાજેતરના ડેટા આ યોજનાઓની જબરદસ્ત સફળતાની સાક્ષી પૂરે છે.

Tags :
Advertisement

.

×