Namo Swachhata Abhiyan : માત્ર 6 દિવસમાં 12000 હોસ્પિટલો ચોખ્ખી ચણાક
Namo Swachhata Abhiyan : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ‘નમો સ્વચ્છતા અભિયાન’ હેઠળ ગુજરાતની 12000 આરોગ્ય સંસ્થાઓમાં સફાઈ. 5 લાખથી વધુ ભંગાર વસ્તુઓનો નિકાલ અને 1699 ઓરડા ખાલી કરાયા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની અધ્યક્ષતામાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા (Praful Pansheriya)ની ગરિમામય ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત GMERS ઓડિટોરિયમ ખાતેથી રાજ્યવ્યાપી "નમો સ્વચ્છતા અભિયાન"(Namo Swachhata Abhiyan )નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વિશેષ સફાઈ મહાઅભિયાન તા. 1 થી 7 જુલાઈ, 2026 દરમિયાન સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત રાજ્યની નાનામાં નાની સરકારી આરોગ્ય સંસ્થાઓ (સબ સેન્ટર) થી લઈને મોટી મેડિકલ કોલેજો અને હોસ્પિટલો સુધી વ્યાપક સ્તરે સ્વચ્છતા અને સમારકામની ઝુંબેશ હાથ ધરીને દર્દીઓની સુવિધામાં વધારો કરવાનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.
Namo Swachhata Abhiyan : અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અભૂતપૂર્વ પરિણામો
આ આયોજિત સઘન અભિયાન અંતર્ગત માત્ર છ દિવસના ટૂંકા ગાળામાં સમગ્ર રાજ્યમાં અભૂતપૂર્વ પરિણામો જોવા મળ્યા છે. સમગ્ર અભિયાનની મુખ્ય સિદ્ધિઓ અને આંકડાકીય વિગતો નીચે મુજબના કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે છે:
| વિગત | માત્ર છઠ્ઠા દિવસે થયેલી કામગીરી | કુલ ૬ દિવસમાં થયેલી એકત્રિત કામગીરી |
| સંકળાયેલી આરોગ્ય સંસ્થાઓ | 12 હજારથી વધુ | 12 હજારથી વધુ |
| ઓળખ કરાયેલી બિનઉપયોગી વસ્તુઓ | 38 હજારથી વધુ | 5,49,897 (5.49 લાખથી વધુ) |
| સ્થળ પર જ નિકાલ કરાયેલી વસ્તુઓ | 4.47 લાખથી વધુ | 5,03,329 (5.030લાખથી વધુ) |
| સમારકામ (Repairing) કરાયેલી વસ્તુઓ | 23 હજારથી વધુ | 34,166 જેટલી |
| ખાલી થયેલા કુલ ઓરડા (Rooms) | 165 ઓરડા | 1677 ઓરડા |
બાકી રહેલી બિનઉપયોગી વસ્તુઓનો નિયમાનુસાર નિકાલ કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે.
સમારકામ અને નવીનીકરણ
અભિયાન દરમિયાન માત્ર કચરાનો નિકાલ જ નહીં, પરંતુ સરકારી સંપત્તિના પુનઃઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત લાકડા અને લોખંડનું ફર્નિચર, બંધ પડેલી એમ્બ્યુલન્સ, અન્ય સરકારી વાહનો, ઈલેક્ટ્રોનિક્સ/આઈ.ટી. ઉપકરણો અને તબીબી (મેડિકલ) સાધનોનું સફળતાપૂર્વક રિપેરિંગ કરી તેમને ફરીથી વાપરવા યોગ્ય બનાવવામાં આવ્યા છે.
અભિયાન અંતર્ગત થયેલી અન્ય મુખ્ય કામગીરીઓ
સ્ક્રેપ અને જંક નિકાલ: હોસ્પિટલ પરિસરમાંથી વર્ષો જૂનો ભંગાર, સ્ક્રેપ અને બિનઉપયોગી મટીરીયલનો યોગ્ય રીતે નિકાલ કરાયો.
સ્વચ્છતા અને સુવિધા: બિલ્ડિંગ તેમજ સમગ્ર કેમ્પસની સઘન સાફ-સફાઈ કરવામાં આવી અને શુદ્ધ પીવાના પાણીની ઉપલબ્ધતા માટે પાઈપલાઈનનું જરૂરી સમારકામ કરાયું.
દર્દીઓની સુરક્ષા: હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી (આગ સામે સુરક્ષા) અને ઈલેક્ટ્રિકલ સેફ્ટીનું ઓડિટ તેમજ માઈનર સિવિલ વર્ક્સ પૂર્ણ કરવામાં આવ્યા.
ચેપ નિયંત્રણ: હોસ્પિટલોમાં ઇન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ-Infection Prevention and Control (ચેપ નિયંત્રણ) જેવી અત્યંત મહત્વપૂર્ણ કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી.
"નમો સ્વચ્છતા અભિયાન" એ રાજ્યની આરોગ્ય સેવાઓની કાયાપલટ કરવા માટેનું એક સીમાચિહ્નરૂપ પગલું સાબિત થયું છે. આ અભિયાનના પરિણામે રાજ્યભરની હોસ્પિટલોમાં કુલ 1677 જેટલા ઓરડાઓ ભંગારમાંથી મુક્ત થઈને ખાલી થયા છે, જે આગામી સમયમાં દર્દીઓની સારવાર અને અન્ય સુવિધાઓ માટે ઉપયોગમાં લઈ શકાશે. આરોગ્ય વિભાગના આ સઘન અને ભગીરથ પ્રયાસોથી સરકારી હોસ્પિટલોનું વાતાવરણ વધુ સ્વચ્છ, સુરક્ષિત અને દર્દી-સ્નેહી બન્યું છે, જે મુખ્યમંત્રીશ્રીના 'સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત'ના સંકલ્પને સાકાર કરે છે.
આ પણ વાંચો : Gyan Sahayak Yojana 2026: ટેટ-ટાટ પાસ ઉમેદવારો માટે ખુશખબર: ધોરણ 9 થી 12 માં કરાર આધારિત ભરતી શરૂ

