CM ભૂપેન્દ્રભાઇ પટેલની મોટી અપીલ: "મારો નહીં, દેશનો વિચાર પહેલા હોવો જોઈએ!"
Nashamukt Yuva Abhiyaan: ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના (Narendra Modi) હસ્તે 'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત' અભિયાનનો પ્રારંભ થયો. કાર્યક્રમમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે યુવાનો સાથે સંવાદ કર્યો હતો. CM એ યુવાધનને 'મારો નહીં, દેશનો વિચાર પહેલા' ના મંત્ર સાથે 'My Bharat' પોર્ટલ સાથે જોડાવા આહ્વાન કર્યું હતું.
Advertisement
Nashamukt Yuva Abhiyaan: ગાંધીનગર ખાતે 'નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન' (Nashamukt Yuva for Viksit Bharat Sankalp Abhiyaan) નો રાજ્યકક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ રાષ્ટ્રીય અભિયાનની વિધિવત શરૂઆત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના (Narendra Modi) વરદહસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Acharya Devvrat) અને મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્રભાઇ પટેલ (Bhupendra Patel) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં રાજ્યની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોના હજારો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

