Natural Farming : ધરતીપુત્રોને પ્રકૃતિ તરફ પાછા ફરવા રાજ્યપાલની હાકલ
Natural Farming : 'કિસાનરાજ' દૈનિકના 20મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે યોજાયેલા સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ 'પ્રાકૃતિક ખેતી'ને પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય માટે એકમાત્ર રામબાણ ઈલાજ ગણાવ્યો.
ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતા અગ્રેસર અખબાર ‘કિસાનરાજ’ દૈનિકના ૨૦મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ગાંધીનગરના સેક્ટર-17 સ્થિત ટાઉનહોલ ખાતે 'સહયોગીઓ પ્રતિ કૃતજ્ઞતા અને અભિવાદન સમારોહ'નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી-'Governor Acharya Devvratjiની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલો આ કાર્યક્રમ પત્રકારિતા અને કૃષિ કલ્યાણના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો હતો.
Natural Farming :સ્મરણિકા વિમોચન અને સન્માન
કાર્યક્રમના પ્રારંભમાં અખબારના સ્થાપક અને તંત્રી હસમુખરાય ઠાકરે સંસ્થાની 20 વર્ષની સંઘર્ષમય અને ખેડૂતહિતમાં સમર્પિત સફર વર્ણવી હતી. ત્યારબાદ રાજ્યપાલશ્રીના હસ્તે તંત્રીશ્રી દ્વારા સંપાદિત વિશેષ સ્મરણિકા “પ્રકૃતિ તરફ પરત ફરતો ખેડૂત" નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અખબાર સાથે લાંબા સમયથી જોડાયેલા પત્રકારો, સામાજિક કાર્યકરો અને કૃષિ ક્ષેત્રના સહયોગીઓનું શાલ અને સ્મૃતિચિહ્ન આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
Natural Farming : રાજ્યપાલશ્રીનું પ્રેરક ઉદ્બોધન
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ‘કિસાનરાજ’(Kisanraj)ની ખેડૂતલક્ષી કામગીરીને બિરદાવતા તેને સાચી રાષ્ટ્રસેવા ગણાવી હતી. તેમણે ગ્લોબલ વોર્મિંગ અને માનવ સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતા વૈજ્ઞાનિક તથ્યો સાથે કેટલાક મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા હતા:
રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો: ખેતરોમાં આડેધડ વપરાતા યૂરિયા અને ડી.એ.પી. ખાતર ગ્લોબલ વોર્મિંગ(Global Warming) અને જીવલેણ બીમારીઓ (કેન્સર, ડાયાબિટીસ વગેરે) માટે સીધા જવાબદાર છે. માતાઓના દૂધમાં પણ યુરિયા અને કીટનાશકોના અંશો મળવા એ અત્યંત ચિંતાજનક છે.
જૈવિક (Organic) ખેતીની મર્યાદા: તેમાં વિપુલ પ્રમાણમાં છાણીયા ખાતરની જરૂર પડે છે, જેમાંથી નીકળતો મિથેન ગેસ પર્યાવરણને મોટું નુકસાન કરે છે.
પ્રાકૃતિક ખેતી છે રામબાણ ઈલાજ: માત્ર એક દેશી ગાયના ગોબર અને ગોમૂત્ર, ગોળ, બેસન અને માટીમાંથી બનતું 'જીવામૃત' જમીનને છિદ્રાળુ અને ફળદ્રુપ બનાવે છે. આ પદ્ધતિમાં કોઈ ભારેખમ ખર્ચ થતો નથી અને જમીનમાં અળસિયા પુનઃ સક્રિય થાય છે.
ગુજરાતની સિદ્ધિ: રાજ્યમાં ૮.૫૦ લાખથી વધુ ખેડૂતો સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. શુદ્ધ આહાર મળી રહે તે માટે આગામી સમયમાં તાલુકા સ્તરે પ્રાકૃતિક ઉત્પાદનોના વિશેષ બજારો શરૂ કરવામાં આવશે.
આ કાર્યક્રમ માત્ર એક અખબારનો વાર્ષિકોત્સવ ન બની રહેતા, સમાજ અને ધરતીપુત્રોને રાસાયણિક ખેતીના ઝેરમાંથી મુક્ત કરી "પ્રાકૃતિક ખેતી" તરફ વાળવા માટેનું એક સશક્ત પ્રેરણાસ્થાન બની રહ્યો હતો.
આ પણ વાંચો Gujarat Police Humanity : કાયદો કડક, દિલ નરમ: નવજાત શિશુ અને મજબૂર મા માટે પોલીસ બની ‘દેવદૂત’


