Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

નીટ યુજી 2026ની નવી તારીખ 7 થી 10 દિવસમાં થશે જાહેર, NTA DG એ આપી મહત્વની માહિતી

નીટ યુજી 2026ની નવી તારીખ 7 થી 10 દિવસમાં થશે જાહેર  nta dg એ આપી મહત્વની માહિતી
Advertisement

NEET Scam CBI Investigation: દેશભરમાં ચકચાર જગાવનાર NEET પેપર લીક કૌભાંડ (NEET Paper Leak Scam) માં તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. આ કેસની ગંભીરતાને જોતા હવે તપાસનો દોર CBI (Central Bureau of Investigation) ને સોંપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ કૌભાંડમાં સંડોવાયેલા કુલ 45 લોકોની અટકાયત કરવામાં આવી છે, જે દર્શાવે છે કે આ રેકેટના તાર કેટલા ઊંડા જોડાયેલા છે.

Advertisement

NTA DG એ આપી મહત્વની માહિતી

May 12, 2026 7:10 pm

Advertisement

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET UG 2026) ફરીથી લેવા અંગે મોટું અપડેટ સામે આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National Testing Agency - NTA) ના મહાનિર્દેશક (Director General) અભિષેક સિંહ (Abhishek Singh) એ આ બાબતે મીડિયા સાથે ખાસ વાતચીત કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી 7 થી 10 દિવસની અંદર પરીક્ષાની નવી તારીખની જાહેરાત કરી દેવામાં આવશે.

સોશિયલ મીડિયા પર NTA ની સ્પષ્ટતા

May 12, 2026 7:10 pm

NEET UG 2026 કેન્સલ (Cancelled) થયા બાદ NTA એ તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ X (Twitter) પર માહિતી શેર કરી છે. એજન્સીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને વિનંતી કરી છે કે તેઓ કોઈપણ અફવા પર વિશ્વાસ ન કરે. પરીક્ષાને લગતી કોઈપણ અધિકૃત માહિતી માટે માત્ર સત્તાવાર વેબસાઇટ અથવા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર જ ભરોસો રાખવો.

નવી ફી કે રજીસ્ટ્રેશનની જરૂર નથી

May 12, 2026 7:10 pm

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સ્પષ્ટ કર્યું છે કે NEET UG 2026 ની પરીક્ષા રદ થયા બાદ વિદ્યાર્થીઓએ ફરીથી અરજી કરવાની જરૂર રહેશે નહીં. મે 2026 (May 2026) માં કરવામાં આવેલા તમામ રજીસ્ટ્રેશન, ઉમેદવારોનો ડેટા અને પસંદ કરેલા પરીક્ષા કેન્દ્રો નવી પરીક્ષા માટે પણ માન્ય રહેશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા માટે કોઈ વધારાની ફી લેવામાં આવશે નહીં. અગાઉ જમા કરાવેલી ફીના નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

સીબીઆઈ તપાસ અને હેલ્પલાઈન

May 12, 2026 7:10 pm

પેપર લીક (Paper Leak) અને સીબીઆઈ (CBI) તપાસને લઈને પણ ડાયરેક્ટર જનરલ દ્વારા ચર્ચા કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ કે વાલીઓને મૂંઝવણ હોય તેઓ NTA ની સત્તાવાર હેલ્પલાઈન (Helpline) નંબર: 011-40759000 અથવા ઈમેઈલ neet-ug@nta.ac.in પર સંપર્ક કરી શકે છે.

પેપર લીકનો માસ્ટર માઇન્ડ અને ધરપકડોનો દોર

May 12, 2026 5:15 pm

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર એટલે કે માસ્ટર માઇન્ડ અવધેશ કુમાર (Avdhesh Kumar) હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, પોલીસને મોટી સફળતા મળી છે જેમાં દહેરાદૂન (Dehradun) થી આરોપી રાજેશ (Rajesh) ની ધરપકડ કરવામાં આવી છે. અન્ય એક મહત્વની ધરપકડ બાબુલાલ કટારા (Babulal Katara) ની કરવામાં આવી છે, જેની પૂછપરછમાં અનેક ખુલાસા થવાની શક્યતા છે.

નાસિકનું પ્રિન્ટિંગ પ્રેસ કનેક્શન અને સીકરની સંડોવણી

May 12, 2026 5:15 pm

આ તપાસમાં એક ચોંકાવનારી વિગત એ બહાર આવી છે કે NEET પરીક્ષાનું પેપર નાસિક (Nashik) ના એક પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયું હતું. આ મામલે નાસિકમાંથી પણ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજસ્થાનના સીકર (Sikar) માંથી એક કોચિંગ ક્લાસિસના સંચાલકની અટકાયત કરવામાં આવી છે, જે પેપર લીક કરનારાઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સેતુ સમાન હોવાની શંકા છે.

આરોગ્યમંત્રીનું મહત્વનું નિવેદન: ખોટા લોકો ફાવી ન જાય તે માટે નિર્ણય

May 12, 2026 5:15 pm

બીજી તરફ, NEET પરીક્ષા રદ થવા મુદ્દે રાજ્યના આરોગ્યમંત્રી (Health Minister) એ પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે NEET ની પરીક્ષા કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા લેવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે, "જ્યારે પરીક્ષામાં ગડબડીની બાબત માલુમ પડી, ત્યારે તાત્કાલિક ધોરણે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો. જો પરીક્ષા રદ ન કરાઈ હોત, તો લાયક વિદ્યાર્થીઓને અન્યાય થાત અને ખોટા લોકો ફાવી જાત." મંત્રીશ્રીએ સ્વીકાર્યું હતું કે આ સ્થિતિ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અત્યંત કપરી અને માનસિક રીતે મુશ્કેલીભરી છે, પરંતુ પેપર લીક જેવી ગંભીર ઘટનામાં કડક પગલાં અનિવાર્ય છે.

વડોદરામાં વાલીઓ અને શિક્ષકોની ચિંતા

May 12, 2026 5:15 pm

વડોદરા (Vadodara) માં પણ પરીક્ષા રદ થવાના નિર્ણયને લઈને ભારે નિરાશા વ્યાપી છે. વડોદરાના વાલીઓનું કહેવું છે કે, આ માત્ર એક પરીક્ષા નથી પણ વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર છે. એકાએક પરીક્ષા રદ થવાથી વિધાર્થીઓમાં માનસિક તણાવ વધશે. શિક્ષકોએ ભીતિ વ્યક્ત કરી છે કે વારંવારની પરીક્ષાઓ અને અનિશ્ચિતતાને કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ પણ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. અહીં પણ રજૂઆત કરવામાં આવી છે કે પેપર લીક કરનારા તત્વો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવું દુઃસાહસ ન કરે.

રાજકોટમાં આક્રોશ: પેપર લીક કરનારાઓને ફાંસી આપો

May 12, 2026 5:15 pm

રાજકોટ (Rajkot) માં પણ સ્થિતિ કંઈક આવી જ જોવા મળી હતી. અહીં વિદ્યાર્થીઓએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સમક્ષ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, પેપર લીક કરનારા અસામાજિક તત્વોને કારણે પ્રમાણિક વિદ્યાર્થીઓનો મરો થઈ રહ્યો છે. રાજકોટના વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે આ સમગ્ર પેપર લીક કાંડની તપાસ CBI (Central Bureau of Investigation) દ્વારા કરવામાં આવે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ સૂર પુરાવ્યો હતો કે જ્યાં સુધી પેપર લીક કરનારાઓ સામે કડક નીતિ અને કાયદો નહીં બને, ત્યાં સુધી આવી ઘટનાઓ અટકશે નહીં.

સુરતમાં વિદ્યાર્થીઓની આંખમાં આંસુ

May 12, 2026 5:15 pm

સુરત (Surat) ના અનેક કોચિંગ સેન્ટરો અને શાળાઓમાં પરીક્ષા રદ થયાના સમાચાર મળતા જ વિદ્યાર્થીઓ ભાંગી પડ્યા હતા. અનેક વિદ્યાર્થીઓના આંખમાં આંસુ આવી ગયા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, "અમે સામાજિક પ્રસંગો છોડીને, રાત-દિવસ એક કરીને આ એક્ઝામ (Exam) માટે તૈયારી કરી હતી. સરકાર નેશનલ લેવલની (National Level) આટલી મહત્વની પરીક્ષામાં પણ ગંભીરતા દાખવી શકતી નથી તે દુર્ભાગ્યપૂર્ણ છે." નિષ્ણાત શિક્ષકોના જણાવ્યા અનુસાર, આ નિર્ણયની વિદ્યાર્થીઓના માનસપટલ પર ગંભીર અસર પડી રહી છે. વિદ્યાર્થીઓનો હવે પરીક્ષા તંત્ર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. વાલીઓમાં પણ ચિંતા છે કે એક મહિના બાદ જ્યારે ફરી પરીક્ષા લેવાશે, ત્યારે શું ગેરેંટી કે ફરી પેપર નહીં ફૂટે? આ અનિશ્ચિતતા વિદ્યાર્થીઓને ડિપ્રેશન (Depression) તરફ ધકેલી રહી છે.

પંકજ પટેલનું નિવેદન: પરીક્ષા રદ થવી એ જ સાચો માર્ગ

May 12, 2026 5:15 pm

જાણીતા NEET કાઉન્સિલર (NEET Counselor) પંકજ પટેલે (Pankaj Patel) વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે દબાણ (Pressure) હેઠળ છે. જોકે, તેમણે આ પરિસ્થિતિને હકારાત્મક રીતે જોવાની સલાહ આપી છે. પંકજ પટેલે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, "જો ગેરરીતિ થઈ હોય અને પરીક્ષા રદ ન થાય, તો જે વિદ્યાર્થીઓ ખરેખર હોંશિયાર નથી તેઓ માર્ક્સ લઈ જશે અને સાચા મહેનતુ વિદ્યાર્થીઓ અન્યાયનો ભોગ બનશે." તેમણે વધુમાં ઉમેર્યું કે, પરીક્ષા રદ થાય તે જ વધુ સારું છે, કારણ કે તેનાથી મેરિટ જળવાઈ રહેશે. તેમણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National Testing Agency - NTA) ને વિનંતી કરી છે કે જો ફરીથી પરીક્ષા યોજવામાં આવે, તો વિદ્યાર્થીઓને તૈયારી માટે ઓછામાં ઓછો એક મહિનાનો સમય (One Month Time) આપવામાં આવે.

મનીષ દોશીના ગંભીર આક્ષેપો: 40 લાખમાં વેચાયા પેપર

May 12, 2026 5:15 pm

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા (Congress Spokesperson) મનીષ દોશીએ (Manish Doshi) આ મુદ્દે સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે સમગ્ર દેશમાં (India) 22 લાખ અને એકલા ગુજરાતમાં (Gujarat) 85 હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. મનીષ દોશીએ આરોપ લગાવ્યો છે કે બાયોલોજી (Biology) સહિતના મહત્વના પેપરો 'ગેસ પેપર'ના નામે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા વહેંચવામાં આવ્યા હતા. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે એક-એક પેપર અંદાજિત 40 લાખ રૂપિયામાં (40 Lakh Rupees) વહેંચવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આટલી મોટી રકમમાં પેપર વેચાતા હોવાની વાત સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

ગરીબ વિદ્યાર્થીઓના સપનાઓ પર પાણી ફરી વળ્યું

May 12, 2026 5:15 pm

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખે (Former President of Gujarat Congress) પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, NEET પરીક્ષામાં થતી આવી ગેરરીતિઓ અને પરીક્ષા રદ થવાના કારણે 22 લાખ વિદ્યાર્થીઓની માનસિકતા પર ગંભીર અસર થશે. આજે લાખો વિદ્યાર્થીઓના ડૉક્ટર બનવાના સપનાઓ રોળાયા છે. ખાસ કરીને ગરીબ પરિવારના બાળકો જે રાત-દિવસ મહેનત કરીને આગળ આવવા માંગે છે, તેમના ભવિષ્ય સાથે આ પ્રકારના ચેડાં અક્ષમ્ય છે. તંત્ર સામે સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, જો વારંવાર પેપર લીક જેવી ઘટનાઓ બનશે તો શિક્ષણ વ્યવસ્થા પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે. હાલમાં તમામ પક્ષો અને વાલીઓ સુપ્રીમ કોર્ટ (Supreme Court) અને સરકારના આગામી નિર્ણય પર મીટ માંડીને બેઠા છે.

This Live Blog has Ended
Advertisement

.

×