Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Operation Mule Hunt 2.0: સાયબર ફ્રોડ કરનારાઓ ચેતી જજો! આજથી રાજ્યમાં 'ઓપરેશન મ્યુલ હંટ 2.0' નો પ્રારંભ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સાયબર ગુનેગારો વિરુદ્ધ 'ઓપરેશન મ્યુલ હંટ 2.0' શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના પોલીસ વડા અને જિલ્લાના અધિકારીઓની હાજરીમાં લેવાયેલા આ નિર્ણય હેઠળ શંકાસ્પદ બેંક ખાતાઓ સામે 'સર્જીકલ સ્ટ્રાઈક' કરી તેમને ફ્રીઝ કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સાયબર છેતરપિંડીથી બચાવવા અને ગુનેગારોના નેટવર્કને સંપૂર્ણપણે તોડી નાખવાનો છે.
operation mule hunt 2 0  સાયબર ફ્રોડ કરનારાઓ ચેતી જજો  આજથી રાજ્યમાં  ઓપરેશન મ્યુલ હંટ 2 0  નો પ્રારંભ
Advertisement

Operation Mule Hunt 2.0: રાજ્યના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવા અને ડિજિટલ ફ્રોડ કરનારા ગુનેગારોની કમર તોડી નાંખવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે મહત્વનું પગલું ભર્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં 1 જૂનના રોજ એક મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં રાજ્યભરમાં સાયબર ગુનાઓ ડામવા માટે નવી રણનીતિ ઘડવામાં આવી છે. આ બેઠકમાં સાયબર ક્રાઈમ સામે લડવા માટેની આગામી રૂપરેખા તૈયાર કરવામાં આવી છે.

OperationMuleHunt2 22

Advertisement

'ઓપરેશન મ્યુલ હંટ 2.0' ની શરૂઆત

આ બેઠકના બાદ આજથી એટલે કે 2 જૂનથી રાજ્યભરમાં "ઓપરેશન મ્યુલ હંટ 2.0" નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ શંકાસ્પદ બેંકિંગ ખાતાઓ, જેનો ઉપયોગ સાયબર ગુનાઓમાં મની લોન્ડરિંગ માટે થાય છે, તેને શોધીને તેની સામે કડક કાર્યવાહી કરવાનો છે. આ ઝુંબેશ હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં 'મ્યુલ એકાઉન્ટ સર્જીકલ સ્ટ્રાઈક' (Mule Account Surgical Strike) કરવા માટે પોલીસ વિભાગને સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે.

Advertisement

પોલીસ તંત્રની સક્રિય કામગીરી

આ મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડા (DGP) ડૉ. કે.એલ.એન.રાવ (Dr. K.L.N. Rao) સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, રાજ્યના તમામ શહેરના પોલીસ કમિશનર અને તમામ જિલ્લાના પોલીસ વડાઓ (SP) પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા. DyCM હર્ષભાઈ સંઘવીએ તમામ અધિકારીઓને સાયબર ગુનેગારો સામે કોઈપણ પ્રકારની બાંધછોડ વગર કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે.

આ પણ વાંચોઃ શું તમે કોઈને બેંક ખાતું ભાડે આપ્યું છે? Bhavnagar ના આ કિસ્સાથી સમગ્ર રાજ્યમાં હડકંપ!

Tags :
Advertisement

.

×