Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Operation Sindoor Anniversary: પૂર્વ એર માર્શલ સુજીત ધારકરે સમજાવ્યા ઓપરેશન સિંદૂરના ચાર મોટા પાઠ

Operation Sindoor Anniversary: ભારતીય સેના દ્વારા પાકિસ્તાની આતંકવાદ વિરુદ્ધ ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) ને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ ઐતિહાસિક સફળતાની વર્ષગાંઠ નિમિત્તે વાયુસેનાના પૂર્વ ઉપપ્રમુખ એર માર્શલ સુજીત પુષ્પકર ધારકર (નિવૃત્ત) (Retired Air Marshal Sujit Pushpakar Dharkar) એ એક મહત્વપૂર્ણ નિવેદન આપતા આ ઓપરેશનમાંથી મળેલા ચાર મોટા પાઠ (Lessons) વિશે ચર્ચા કરી હતી.
operation sindoor anniversary  પૂર્વ એર માર્શલ સુજીત ધારકરે સમજાવ્યા ઓપરેશન સિંદૂરના ચાર મોટા પાઠ
Advertisement
  • પાકિસ્તાની આતંકી વિરૂદ્ધ Operation Sindoor ને એક વર્ષ પૂર્ણ
  • ઓપરેશન સિંદૂર મુદ્દે વાયુસેનાના નિવૃત્ત એરમાર્શલનુ નિવેદન
  • ઓપરેશન સિંદૂરમાંથી ચાર મોટા પાઠ શીખવા જેવાઃ સુજીત ધારકર
  • ભારત પોતાના પ્રદેશમાં આતંકને સહન નહી કરેઃ રિ.એરમાર્શલ

Operation Sindoor Anniversary: ભારતીય સેના દ્વારા પાકિસ્તાની આતંકવાદ વિરુદ્ધ ચલાવવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) ને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ ઐતિહાસિક સફળતાની વર્ષગાંઠ નિમિત્તે વાયુસેનાના પૂર્વ ઉપપ્રમુખ એર માર્શલ સુજીત પુષ્પકર ધારકર (નિવૃત્ત) (Retired Air Marshal Sujit Pushpakar Dharkar) એ એક મહત્વપૂર્ણ નિવેદન આપતા આ ઓપરેશનમાંથી મળેલા ચાર મોટા પાઠ (Lessons) વિશે ચર્ચા કરી હતી.

'ઓપરેશન સિંદૂર'ના એક વર્ષ પૂર્ણ થવા પર પૂર્વ એર માર્શલ સુજીત ધારકરનું નિવેદન

એર માર્શલ ધારકરે જણાવ્યું હતું કે, આ ઓપરેશનનો પ્રથમ અને સૌથી મોટો પાઠ એ છે કે ભારત હવે પોતાના પ્રદેશમાં કોઈપણ પ્રકારના આતંકવાદને (Terrorism) સહન નહીં કરે. ભારત આતંકવાદને પ્રોત્સાહન આપતી કોઈપણ ગતિવિધિ સામે કડક વલણ અપનાવશે અને તેનો જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે.

Advertisement

Advertisement

લક્ષ્ય પર મજબૂત પકડ

તેમણે વધુમાં ઉમેર્યું કે, સમગ્ર સંઘર્ષ દરમિયાન ભારતીય સેનાએ પોતાના નિર્ધારિત લક્ષ્યો (Objectives) પર મજબૂત નિયંત્રણ જાળવી રાખવાની અદભૂત ક્ષમતા દર્શાવી છે. ભારત કોઈપણ ઉશ્કેરણી છતાં પોતાની રણનીતિ પર અડગ રહ્યું હતું.

સંપૂર્ણ તંત્રનું સંકલન

ઓપરેશનની સફળતા પાછળનું એક મુખ્ય કારણ દેશની તમામ વ્યવસ્થાઓનું સંકલન હતું. સશસ્ત્ર દળો (Armed Forces), સરકાર (Government) અને રાજદ્વારી (Diplomatic) પ્રયાસોએ એકસાથે મળીને કામ કર્યું, જેના પરિણામે ભારત પોતાના હેતુઓ સફળતાપૂર્વક હાંસલ કરી શક્યું છે.

ભારતનું સંપૂર્ણ નિયંત્રણ

એર માર્શલ ધારકરે ખૂબ જ મહત્વની વાત એ કહી કે આ સંઘર્ષ ક્યારે શરૂ કરવો અને કેવી રીતે પૂર્ણ કરવો તેનો સંપૂર્ણ નિર્ણય (Decision) ભારતના જ હાથમાં રહ્યો હતો. આ બાબત વિશ્વભરના દેશો માટે એક મહત્વપૂર્ણ પાઠ સમાન છે કે ભારત તેની સુરક્ષા અને સંપ્રભુતા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે.

આ  પણ વાંચો: Rajkot Train Accident: પી.ડી. માલવિયા ફાટક પાસે અરેરાટીભરી ઘટના, ટ્રેન નીચે આવતા શખ્સના બે કટકા

Tags :
Advertisement

.

×