Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Operation Sindoor : 'પાકિસ્તાન ગુજરાતમાં કોઈ નુકસાની પહોંચાડી શક્યું નથી, 600 ડ્રોન તોડી પડાયા'

સીમા પર 800 થી વધુ મહિલા જવાનો તૈનાત રહ્યા હતા. BSF, આર્મી, નેવી, એરફોર્સનું સંકલન ખુબ સારું રહ્યું.
operation sindoor    પાકિસ્તાન ગુજરાતમાં કોઈ નુકસાની પહોંચાડી શક્યું નથી  600 ડ્રોન તોડી પડાયા
Advertisement
  1. 'Operation Sindoor' પર BSF IG અભિષેક પાઠકનું નિવેદન
  2. પાક. એ ગુજરાત બોર્ડર પર ટેન્કો-આર્ટિલરી ખડકી દીધા હતા : BSF
  3. BSF એ જવાબી કાર્યવાહીની તમામ તૈયારીઓ કરી લીધી હતી : BSF
  4. BSF, આર્મી, નેવી, એરફોર્સનું સંકલન ખૂબ સારું રહ્યું હતું : BSF
  5. પાકિસ્તાન ગુજરાતમાં કોઈ નુકસાની પહોંચાડી શક્યું નથી : BSF

Gandhinagar : આતંકવાદ સામે ભારતીય સેનાનાં 'ઓપરેશન સિંદૂર' ની (Operation Sindoor) સફળતા બાદ BSF દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. BSF IG અભિષેક પાઠકે (BSF IG Abhishek Pathak) જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાત ફ્રન્ટિયર BSF એ મહત્ત્વપૂર્ણ કામગીરી કરી હતી. પાક. એ ગુજરાત બોર્ડર પર ટેન્કો-આર્ટિલરી ખડકી દીધા હતા. ત્યારે BSF એ જવાબી કાર્યવાહીની તમામ તૈયારીઓ કરી લીધી હતી. પાકિસ્તાન (Pakistan) ગુજરાતમાં કોઈ નુકસાની પહોંચાડી શક્યું નથી. BSF, આર્મી, નેવી, એરફોર્સનું સંકલન ખુબ સારું રહ્યું.

આ પણ વાંચો - Rajkot: મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, 116 કરોડના વિકાસના વિકાસના કામોને લીલીઝંડી

Advertisement

Advertisement

સરહદ પર મેક્સિમમ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું હતું : BSF

'ઓપરેશન સિંદૂર' ની (Operation Sindoor) સફળતા બાદ આજે BSF દ્વારા ગાંધીનગર ખાતે (Gandhinagar) પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં BSF IG અભિષેક પાઠકે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાત ફ્રન્ટિયર BSF એ મહત્ત્વપૂર્ણ કામગીરી કરી હતી. પાકિસ્તાને ગુજરાત બોર્ડર પર ટેન્કો-આર્ટિલરી ખડકી દીધા હતા. ત્યારે BSF એ પણ જવાબી કાર્યવાહીની તમામ તૈયારીઓ કરી લીધી હતી અને સરહદ પર મેક્સિમમ ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું હતું. હાઈ કેલિબર વેપન્સ, સર્વેલન્સ ઈક્વિપમેન્ટ અને મોટી માત્રામાં જવાન અને અધિકારીઓને બોર્ડર પર તૈનાત કરાયા હતા.

આ પણ વાંચો - Gujarat By-Election : કડી-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ત્રિકોણીય નહીં ચતુષ્કોણીય જંગ જામશે

'પાકિસ્તાન ગુજરાતમાં કોઈ નુકસાની પહોંચાડી શક્યું નથી'

BSF IG અભિષેક પાઠકે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન દ્વારા 600 થી વધુ ડ્રોન મોકલ્યા હતા. જો કે, ભારત સેનાઓ (Indian Army) દ્વારા આ તમામ ડ્રોનને તોડી પડાયા હતા. પાકિસ્તાન ગુજરાતમાં કોઈ નુકસાની પહોંચાડી શક્યું નથી. નાગરિક કે જવાનોને કંઈ પણ થયું નથી. BSF, આર્મી, નેવી, એરફોર્સનું સંકલન ખુબ સારું રહ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પણ આર્મ ફોર્સને સારો સહયોગ મળ્યો હતો. ઉપરાંત, ગ્રામીણ વિસ્તારના લોકોનો પણ સારો સહયોગ મળ્યો હતો. BSF IG અભિષેક પાઠકે વધુમાં જણાવ્યું હતું કે, 23 મેનાં રોજ એક પાકિસ્તાન ઘૂસણખોરને ઠાર મરાયો હતો. સીમા પર 800 થી વધુ મહિલા જવાનો તૈનાત રહ્યા હતા.

આ પણ વાંચો - વીજ કનેકશન પેટે 5-5 હજાર પડાવતો DGVCL નો નાયબ ઇજનેર લાંચ લેતા ઝડપાયો