ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Padma Awards-2025 : ગુજરાતનાં સુરેશ સોની, લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ, જાણો તેમના વિશે

સુરેશ સોની હિંમતનગર નજીક છેલ્લા 36 વર્ષથી 'સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ' નામની સંસ્થા ચલાવે છે.
09:50 PM Jan 25, 2025 IST | Vipul Sen
સુરેશ સોની હિંમતનગર નજીક છેલ્લા 36 વર્ષથી 'સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ' નામની સંસ્થા ચલાવે છે.
padma_Gujarat_first
  1. કેન્દ્ર સરકારે Padma Awards-2025 નાં વિજેતાઓની જાહેરાત કરી
  2. સાબરકાંઠાનાં સામાજિક કાર્યકર સુરેશ સોની પદ્મશ્રી એવોર્ડથી થશે સન્માનિત
  3. સુરેન્દ્રનગરનાં 62 વર્ષીય લવજીભાઈ નાગજીભાઈ પરમારને પણ પદ્મ શ્રી એવોર્ડ

કેન્દ્ર સરકારે શનિવારે એટલે કે પ્રજાસત્તાક દિવસની (Republic Day) પૂર્વસંધ્યાએ પદ્મ પુરસ્કારો-2025 નાં (Padma Awards-2025) વિજેતાઓની જાહેરાત કરી છે. આ વિજેતાઓમાં સાબરકાંઠાનાં (Sabarkantha) સામાજિક કાર્યકર સુરેશ સોની અને સુરેન્દ્રનગર જિલ્લાનાં 62 વર્ષીય લવજીભાઈ નાગજીભાઈ પરમારનું નામ સામેલ છે.

આ પણ વાંચો - Gujarat ના ગ્રીન જિલ્લાને મળ્યા ગ્રીન વ્હીકલ, કચરો લેવા જતા વાહન કચરો નહીં ફેલાવે

કૃષ્ઠ રોગીઓની સારવાર માટે 'સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ' નામની સંસ્થા સ્થાપિત

સાબરકાંઠાનાં સામાજિક કાર્યકર સુરેશ સોનીને કેન્દ્ર સરકારે પદ્મશ્રી એવોર્ડ (Padma Awards-2025) જાહેર કર્યો છે. સુરેશ સોનીને આ સન્માન કૃષ્ઠ રોગીઓની સારવાર, મનોદિવ્યાંગો, પ્રજ્ઞાચક્ષુઓ, એચઆઇવીવાળા અને અનાથ લોકોની સેવા બદલ આપવામાં આવી રહ્યું છે. સુરેશ સોની (Suresh Soni) સાબરકાંઠા જિલ્લામાં (Sabarkantha) હિંમતનગર નજીક છેલ્લા 36 વર્ષથી 'સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ' નામની સંસ્થા (Sahayog Kushta Yagya Trust) ચલાવે છે. આ સાથે સહયોગ નામથી એક આખું ગામ પણ વસાવ્યું છે, જ્યાં કુષ્ઠ રોગથી પીડાતા લોકોની સારવાર કરવામાં આવે છે. આ સાથે મનોદિવ્યાંગો, પ્રજ્ઞાચક્ષુઓ, એચઆઇવીવાળા અને અનાથ લોકોને આશ્રય આપી સેવા કરવામાં આવે છે.

સહયોગ ગામ હાલમાં સેંકડો લોકોનું ઘર બની ગયું છે

સુરેશ સોની છેલ્લા 36 વર્ષથી સામાજિક કાર્યકર તરીકે સેવા આપી રહ્યા છે. જણાવી દઈએ કે, સહયોગ ગામ હાલમાં સેંકડો લોકોનું ઘર બની ગયું છે જ્યાં ચૂંટણી કેન્દ્ર, સ્કૂલ, માર્કેટ જેવી સુવિધા છે. જણાવી દઈએ કે, સામાજિક કાર્યકર સુરેશ સોનીએ પોતાનું આખું જીવન કુષ્ટરોગીઓની સેવા અને જરૂરિયાતમંદો માટે સમર્પિત કરી દીધું છે. કુષ્ટરોગીઓ માટેનો સમાજનો દષ્ટિકોણ બદલવામાં સુરેશ સોનીનું મોટું યોગદાન રહ્યું છે.

આ પણ વાંચો - Jamnagar : પ્રજાસત્તાક પર્વ પહેલા જામસાહેબ શત્રુશૈલ્યજીનો ખાસ સંદેશ, વ્યક્ત કરી ચિંતા!

લવજીભાઈ પરમારે પરંપરાગત વણાટ કલા ટાંગલિયાને જીવંત રાખી

ઉપરાંત, સુરેન્દ્રનગર જિલ્લાનાં (Surendranagar) વઢવાણનાં ડાંગસિયા વસાહતમાં રહેતા 62 વર્ષીય લવજીભાઈ નાગજીભાઈ પરમારને (Lavjibhai Nagjibhai Parmar) પણ પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે. લવજીભાઈ પરમારને આ સન્માન 700 વર્ષ જૂની પરંપરાગત વણાટ કલા ટાંગલિયાને જીવંત રાખવા, પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીને તેનું મહત્ત્વ અને તેને અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવી રહ્યું છે. આ કામમાં લવજીભાઈ નાગજીભાઈ પરમારે તેમનાં જીવનનો 4 દાયકાથી વધુ સમય આપ્યો છે. દેશભરમાં પ્રદર્શનો કરી વેચાણકર્તાઓ સાથે સહયોગ કરી આ લુપ્ત થયેલા વણાટ કલાને પ્રોત્સાહન આપ્યું છે.

યુવા પેઢીથી કલાને પરિચિત કરાવવા માટે કોમન ફેસિલિટી સેન્ટર સ્થાપ્યું

ટાંગાલિયા કલાને આગામી પેઢીઓ સુધી પહોંચાડવા માટે લવજીભાઈ પરમારે એક કોમન ફેસિલિટી સેન્ટર (Common Facility Center) પણ બનાવ્યું છે, જેમાં આ કલાની તાલીમ આપવામાં આવે છે. આ સાથે તાલીમાર્થીઓને તકનીકી અને બજાર સહાય પૂરી પાડી 20-25 વણકરોને રોજગારી આપી અને અન્ય લોકો માટે આજીવિકાનો માર્ગ ખુલ્લો કર્યો.

આ પણ વાંચો - તાપીમાં Gujarat પોલીસનો સૌથી મોટો એકસ્પો, પોલીસ કઇ રીતે કરે છે કામ જાણો

Tags :
700-year-old traditional weaving art of TangliaBreaking News In GujaratiCentral governmentCommon Facility CenterGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiLavjibhai Nagjibhai ParmarNews In GujaratiPadma Awards 2025Padma Shri AwardRepublic DaySabarkanthaSahayog Kushta Yagya Trustsocial worker Suresh SoniSurendranagar
Next Article