ક્ષત્રિય સમાજ પરના કેસ પરત ખેંચવાનો સરકારનો મોટો નિર્ણય, Padmaavat ફિલ્મનો શું હતો વિવાદ?
- Padmaavat ફિલ્મ વિરોધ સમયે થયેલા ક્ષત્રિયો પરના કેસો પરત ખેંચાયા
- વિરોધના કારણે નોંધાયેલા બે કેસ પરત ખેંચવાનો મોટો નિર્ણય
- મહેસાણા પોલીસ સ્ટેશન હસ્તકનો કેસ પરત ખેંચાયો
વર્ષ 2017માં 'પદ્માવત' (Padmaavat) ફિલ્મ સામે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ક્ષત્રિય રાજપૂત સમાજના યુવાનો પર નોંધાયેલા પોલીસ કેસો પરત ખેંચવાની રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયને પગલે ઉત્તર ગુજરાત (North Gujarat) ના રાજપૂત સમાજમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને મહેસાણા (Mehesana) અને વિજાપુર (Vijapur) વિસ્તારમાં નોંધાયેલા બે મુખ્ય કેસો હવે સત્તાવાર રીતે પાછા ખેંચી લેવામાં આવ્યા છે.
Padmaavat ફિલ્મને લઈ મહેસાણામાં થયું હતુ વિરોધ પ્રદર્શન!
આ વિવાદ દરમિયાન મહેસાણા અને મહુડી (Mahudi) પાસે મોટા પાયે વિરોધ પ્રદર્શનો થયા હતા. આ ઘટનાઓને પગલે મહેસાણા પોલીસ સ્ટેશન (Mehesana Police Station) અને વિજાપુર પોલીસ સ્ટેશન (Vijapur Police Station) ખાતે ક્ષત્રિય યુવાનો સામે ગુના નોંધવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી આ કેસો કોર્ટમાં ચાલતા હતા, જેને કારણે અનેક યુવાનોના ભવિષ્ય અને કારકિર્દી પર અસર પડી રહી હતી. સરકારના તાજેતરના નિર્ણયથી આ કાયદાકીય પ્રક્રિયાનો સુખદ અંત આવ્યો છે.
Padmaavat protest cases withdrawn Gujarat
પદ્માવત ફિલ્મ વિરોધ સમયે થયેલા ક્ષત્રિયો પરના કેસો પરત ખેંચાયા
વિરોધના કારણે નોંધાયેલા બે કેસ પરત ખેંચવાનો મોટો નિર્ણય
મહેસાણા પોલીસ સ્ટેશન હસ્તકનો કેસ પરત ખેંચાયો
વિજાપુર પોલીસ સ્ટેશન હસ્તકનો કેસ પણ પરત ખેંચાયો#Padmaavat #KshatriyaSamaj… pic.twitter.com/ZHmUYlRfin— Gujarat First (@GujaratFirst) January 31, 2026
રાજપૂત સંગઠનોની રજૂઆતનો સ્વીકાર
આ કેસો પરત ખેંચવા માટે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ (North Gujarat Rajput Samaj) અને અન્ય સામાજિક સંગઠનો દ્વારા લાંબા સમયથી લડત ચલાવવામાં આવી રહી હતી. ગત જુલાઈ 2025 માં સમાજના અગ્રણીઓએ સરકાર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. આ રજૂઆતમાં જણાવાયું હતું કે આ આંદોલન કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં પરંતુ સમાજની અસ્મિતા માટે હતું. આ રજૂઆતોને ધ્યાને લઈને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ કેસો પાછા ખેંચવાની મંજૂરી આપવામાં આવી છે.
Gujarat government withdraws Padmaavat protest cases against Kshatriya community
Padmaavat Movie Protest સમયે થયેલા ક્ષત્રિયો પરના કેસો પરત ખેંચાયા
વિરોધના કારણે નોંધાયેલા બે કેસ પરત ખેંચવાનો મોટો નિર્ણય
મહેસાણા પોલીસ સ્ટેશન હસ્તકનો કેસ પરત ખેંચાયો
વિજાપુર પોલીસ સ્ટેશન હસ્તકનો… pic.twitter.com/6lwX2VU5j0— Gujarat First (@GujaratFirst) January 31, 2026
સામાજિક એકતા
આ નિર્ણય બાદ વિજાપુર અને મહેસાણા પંથકના રાજપૂત અગ્રણીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. અગ્રણીઓના મતે, આ નિર્ણયથી માત્ર કેસો પરત ખેંચાયા નથી, પરંતુ સમાજની લાગણીનું સન્માન જળવાયું છે. પદ્માવત ફિલ્મ વિરોધ (Padmaavat Movie Protest) સમયે થયેલા બનાવોમાં અનેક નિર્દોષ યુવાનો સંડોવાયા હતા, જેમને હવે આ માનસિક અને કાયદાકીય બોજમાંથી મુક્તિ મળી છે.
કેસ પરત ખેંચાતાં જયરાજસિંહ પરમારની પ્રતિક્રિયા
જયરાજસિંહ પરમારે કેસ પાછા ખેંચતાં સરકારનો આભાર માન્યો છે. ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું મારી આગેવાની હેઠળ મુખ્યમંત્રી પાસે સમય માગ્યો હતો. તેમણે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. બેઠક કરી સરકાર સમક્ષ કેસ પરત ખેંચવાની રજૂઆત કરી હતી. જે રજૂઆત ફળી છે. મહેસાણા જીલ્લામાં જુદી જુદી 11 FIR ખેંચી છે.
Gujarat government withdraws Padmaavat protest cases against Kshatriya community
Gandhinagar| Kshatriya Samaj ની મોટી જીત!, Padmaavat Controversy ના કેસો પરત ખેંચાયા..| Gujarat First
Padmaavat Movie Protest સમયે થયેલા ક્ષત્રિયો પરના કેસો પરત ખેંચાયા
વિરોધના કારણે નોંધાયેલા બે… pic.twitter.com/deLo0LgCA4— Gujarat First (@GujaratFirst) January 31, 2026
આ પણ વાંચોઃ Banaskantha: નળાસર ગામે યુવકને શ્વાન કરડ્યાના 3 મહિના બાદ હડકવા, આવી થઈ હાલત!
'Padmaavat' ફિલ્મને કેમ થયો હતો વિરોધ?
સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) દ્વારા નિર્મિત આ ફિલ્મનો વિરોધ મુખ્યત્વે રાણી પદ્મિની (Rani Padmini) ના ઐતિહાસિક પાત્રના ચિત્રણ બાબતે હતો. ક્ષત્રિય રાજપૂત સમાજ અને કરણી સેના (Karni Sena) જેવા સંગઠનોનો આક્ષેપ હતો કે ફિલ્મમાં ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે અને રાણી પદ્મિની તથા અલ્લાઉદ્દીન ખિલજી (Alauddin Khilji) વચ્ચેના સ્વપ્ન દ્રશ્યો દર્શાવીને રાજપૂત સંસ્કૃતિ અને સન્માનને ઠેસ પહોંચાડવામાં આવી છે. આ આક્રોશને કારણે રાજસ્થાન (Rajasthan), ગુજરાત (Gujarat) અને મધ્ય પ્રદેશ (Madhya Pradesh) સહિતના રાજ્યોમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા, જેમાં રસ્તા રોકો આંદોલન અને સિનેમાગૃહોમાં તોડફોડ જેવી ઘટનાઓ બની હતી.
ફિલ્મનું નામ બદલી રિલિઝ કરાઈ હતી
આ વિરોધ એટલો ઉગ્ર હતો કે મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુધી પહોંચ્યો હતો. ફિલ્મના નામમાં ફેરફાર (પદ્માવતીમાંથી પદ્માવત) અને સેન્સર બોર્ડ (CBFC) દ્વારા સૂચવવામાં આવેલા અનેક કટ બાદ જ તેને 2018માં રિલીઝ કરવાની મંજૂરી મળી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન ઉત્તર ગુજરાત (North Gujarat) ના મહેસાણા (Mehesana) અને વિજાપુર (Vijapur) જેવા વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે અનેક ક્ષત્રિય યુવાનો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ આંદોલન ભારતીય સિનેમાના ઇતિહાસમાં સામાજિક અસ્મિતા અને અભિવ્યક્તિની આઝાદી વચ્ચેના ઘર્ષણનું એક મોટું ઉદાહરણ બન્યું હતું.
આ પણ વાંચોઃ Navneet Baldhia Case: જયરાજ આહીરને જેલમાં હવે મળશે ઘરનું ટિફિન! 6 દિવસ લીધું જેલનું ભોજન


